અત્યારે કમ્પ્યુટર અને લેપટોપનો ઉપયોગ ઘણો વધતો જાય છે અને તેને કારણે લોકો વધારે સ્ક્રીન પર સમય વિતાવે છે.
અત્યારના સમયમાં મોટાભાગની મોટી વેબસાઇટોમાં ડાર્ક મોડ ફીચર જોવા મળે છે પણ બધી જ વેબસાઇટમાં આપણને ડાર્ક મોડ જોવા નથી મળતો.
આપણને બ્રાઉઝરમાં પણ ડાર્ક મોડ જોવા મળે છે પણ આજે હું તમને એક સારા એક્સટેન્શન વિશે જણાવીશ જેના દ્વારા તમે કોઈ પણ ડેસ્કટોપ બ્રાઉઝરમાં કોઈ પણ વેબસાઇટ ખોલશો તો તે ડાર્ક મોડમાં ફેરવાઇ જશે.
Dark Reader નામનું એક બ્રાઉઝર એક્સટેન્શન ઉપલબ્ધ છે જે ઘણું લોકપ્રિય છે અને ગૂગલ દ્વારા પણ તેને ટોપ 2021ના પ્રિય એક્સટેન્શનમાં નામ મળ્યું હતું.
આ એક્સટેન્શનનો ઉપયોગ તમે Chrome, Firefox, Edge અને Safari બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરી શકો છો.
આ એક મફત અને ઓપન સોર્સ એક્સટેન્શન છે, આશા છે કે આ તમને ઉપયોગી થશે.
તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો આ એક્સટેન્શનને અને આ પોસ્ટ પણ.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો :