ડેસ્કટોપ સાઇટ એટલે શું? – ડેસ્કટોપ સાઇટ વિશે જાણકારી

તમે તમારા મોબાઇલમાં ઇન્ટરનેટ વાપરવા માટે કોઈના કોઈ બ્રાઉઝરનો ઉપયોગ જરૂર કરતાં હશો, જેમાં “ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ, ઓપેરા” વગેરે જેવા બ્રાઉઝરનો ઉપયોગ તમે જરૂર કર્યો હશે.

તમે મોબાઇલના કોઈ બ્રાઉજરમાં ડેસ્કટોપ સાઇટ (Desktop Site) ઓપ્શન જરૂર જોયો હશે. જ્યારે તમે આ ડેસ્કટોપ સાઇટના ઓપ્શનને ચાલુ કરો છો ત્યારે તમારા મોબાઇલમાં બ્રાઉજરની સ્ક્રીન નાની કે મોટી થઈ જતી હોય છે અને ઘણા લોકો હેરાન થઈ જાય છે.
તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજની પોસ્ટમાં આપણે જાણીશું કે મોબાઇલના બ્રાઉઝરમાં ડેસ્કટોપ સાઇટ શું હોય છે? ડેસ્કટોપ સાઇટનો ઉપયોગ પણ આપણે જાણીશું.
ડેસ્કટોપ સાઇટ એટલે શું? - What Is Desktop Site In Gujarati?

ડેસ્કટોપ સાઇટ એટલે શું?

ડેસ્કટોપ સાઇટ આ એક ફીચર છે જે તમને મોબાઇલના બ્રાઉઝરમાં જોવા મળે છે. આ એક એવું ફીચર છે જેને લીધે અમુક લોકો અટવાઈ જાય છે.

ડેસ્કટોપ સાઇટનો અર્થ

ડેસ્કટોપ” એટલે કમ્પ્યુટર. કમ્પ્યુટરને ડેસ્ક ઉપર મૂકવામાં આવે છે એટલે કમ્પ્યુટરને ડેસ્કટોપ પણ કહેવાય છે. “સાઇટ” એટલે વેબસાઇટ. ડેસ્કટોપ કમ્પ્યુટરમાં જે  ડિઝાઇનની વેબસાઇટ ખૂલે તે જ ડિઝાઇનની વેબસાઇટ મોબાઇલમાં ખૂલે છે.

કમ્પ્યુટરમાં તમે અમુક વેબસાઇટ ખોલો તો તમને મોબાઇલમાં તે વેબસાઇટ ખોલવા કરતાં કમ્પ્યુટરમાં ખોલેલી વેબસાઇટમાં વધારે ફીચર્સ મળે છે.

જો તમે મોબાઇલમાં ડેસ્કટોપ સાઇટ વડે કોઈ વેબસાઇટ ખોલો તો તમને બધા જ ફીચર્સ મળી જાય છે અને તમે તે વેબસાઇટની બધી જ સામગ્રી જોઈ શકો છો.

ઘણા Android બ્રાઉઝરમાં તમને આ ફીચર જોવા મળે છે અને આ ફીચર તમને અલગ-અલગ નામથી પણ જોવા મળે છે જેમ કે..Desktop Site, Request Desktop Site, Desktop Mode વગેરે…

તમને આ ફીચર ક્રોમ બ્રાઉઝર અને તેના જેવા ઘણા અન્ય બ્રાઉઝરમાં મળી જાય છે.

ડેસ્કટોપ સાઇટના ઉદાહરણ

ગૂગલ ડેસ્કટોપ સાઇટ
જેમ કે મે મારા મોબાઇલમાં ગૂગલની વેબસાઇટ ખોલી છે. ગૂગલની વેબસાઇટ મે એક બાજુ ડેસ્કટોપ વગર એટલે મોબાઇલ વર્ઝનમાં ખોલી છે અને બીજી બાજુ ડેસ્કટોપ સાઇટમાં એટલે કમ્પ્યુટર વર્ઝનમાં ખોલી છે.
યૂટ્યૂબ ડેસ્કટોપ સાઇટ
તેવી જ રીતે મે યૂટ્યૂબમાં પણ ડેસ્કટોપ સાઈટ સાથે અને ડેસ્કટોપ વગર ખોલ્યું છે અને તમે બંનેનો ફરક જોઈ શકો છો.
ડેસ્કટોપ સાઇટમાં તમે પોતાની બંને આંગળીઓ દ્વારા ઝૂમ પણ કરી શકો છો.

ડેસ્કટોપ સાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો?

ક્રોમ બ્રાઉઝરમાં ડેસ્કટોપ સાઇટનો ઉપયોગ કરવા માટે….
  1. તમારે જે પણ વેબસાઇટ ડેકસ્ટોપ વર્ઝનમાં જોવી હોય તેને ખોલો.
  2. હવે જમણી બાજુ, ઉપર ખૂણામાં 3 ડોટ પર ક્લિક કરવું.
  3. ત્યાં નીચે જઈને તમારે Desktop Site પર ક્લિક કરવાનું છે.
  4. હવે તમારી સાઇટ ડેસ્કટોપ વ્યૂમાં ખૂલી જશે.
તો મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે મોબાઇલ બ્રાઉઝરમાં ડેસ્કટોપ સાઇટ એટલે શું? અને ડેસ્કટોપ સાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો.
હવે તમારો કોઈ ટોપિક વિશે સવાલ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો.