મિત્રો, તમે ઇન્ટરનેટ પર દરરોજ કેટલીય વેબસાઇટ ખોલતા હશો અને કોઈ પણ વેબસાઇટનો એક URL એડ્રેસ હોય છે અને તે URL એડ્રેસની મદદથી આપણે કોઈ પણ વેબસાઇટને ખોલી શકીએ છે. જેમ કે ‘www.techzword.com’ આ એક URL એડ્રેસ છે અને તેમાં પાછળ .com પણ છે.
શું તમને ખબર છે કે આ .comને ડોમેન એક્સટેન્શન કહેવાય છે પણ આ પોસ્ટમાં આપણે “ડોમેન નામ કે ડોમેન નેમ” વિશે પૂરી જાણકારી લઈશું જેમાં ડોમેન એટલે શું? ડોમેનના પ્રકાર, વેબસાઇટમાં ડોમેન નેમ કેમ જરૂરી છે? આવી ડોમેન નેમ વિશે વગેરે માહિતી તમને જાણવા મળશે.
ડોમેન નેમ એટલે શું?
ડોમેન નેમ એટલે સરળ ભાષામાં કહીયે તો વેબસાઈટ નું નામ. ડોમેન નામને DNS તરીકે પણ ઓળખવામાં આવે છે.
જ્યારે તમે બ્રાઉઝરમાં કોઈ પણ વેબસાઈટ ખોલો છો ત્યારે તમારી પાસે એનું અલગ (Unique) નામ હોય છે. ડોમેન નામ કોઈ પણ વેબસાઇટની ઓળખ હોય છે અને ડોમેન નેમ દ્વારા જ કોઈ યુઝર જે-તે વેબસાઇટ સુધી પહોચી શકે છે.
દરેક વેબસાઇટ પાસે અલગ-અલગ નામના ડોમેન નેમ હોય છે, કોઈ પણ વેબસાઇટ એક જ જેવુ સરખું ડોમેન નામ ન રાખી શકે કારણ કે તે ડોમેન નામ પરથી બીજા કોઈએ વેબસાઇટ બનાવેલી હોય છે.
ડોમેન નેમને આપણે પૈસા આપીને રજીસ્ટર કરાવવું પડે છે અને ઇન્ટરનેટ પર ઘણી બધી વેબસાઇટ છે જે ડોમેન નેમ ખરીદવાની સેવા આપે છે. ડોમેન નેમ મફત પણ મળે છે પણ ટોપ લેવલ ડોમેન પૈસા આપીને ખરીદવા પડે છે તેની વેબસાઇટની ઓથોરીટી અને સર્ચ એંજિન રેન્ક પણ વધારે હોય છે.
ચાલો હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે 1 ડોમેન નેમ કેવી રીતે બને છે.
ઉદાહરણ તરીકે….
- આપણી વેબસાઈટનું નામ છે techzword.com છે.
- હવે કોઈ પણ ડોમેન નામના મુખ્ય 2 ભાગ હોય છે.
- નામ અને એક્સટેન્શન
- techzword છે તેને આપણે નામ તરીકે ઓળખીશું.
- .com છે તેને આપણે એક્સટેન્શન તરીકે ઓળખીશું.
- હવે કોઈ પણ ડોમેન નામ હોય તેમાં નામ અને એક્સટેન્શનની વચ્ચે એક ડોટ (.) જેને એક ટપકું કહેવાય છે તેને ફરજીયાત મુકવામાં આવે છે. જેથી આખું નામ અલગ (Unique) દેખાય છે.
- ટપકું . (ડોટ) મુકવાથી નામ અને એક્સટેન્શન અલગ થઇ જાય છે જેથી બધા લોકોને વેબસાઈટના નામની ઓળખ દેખાય છે.
ડોમેન નામના પ્રકાર અને એક્સટેન્શન વિશે જાણકારી
ડોમેન નેમના પ્રકાર
- ટોપ લેવલ ડોમેન
- ઇન્ફ્રાસ્ટ્રકચર ટોપ લેવલ ડોમેન
- કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેન
- ICANN એરા જેનરીક ટોપ લેવલ ડોમેન
- ઇન્ટરનેશનલાઈઝડ જેનરીક ટોપ લેવલ ડોમેન
- જિયોગ્રાફીક ટોપ લેવલ ડોમેન
- બ્રાન્ડ ટોપ લેવલ ડોમેન
- સ્પેશ્યલ ઉપયોગ માટેના ડોમેન
- સબ ડોમેન
હવે જે ડોમેનના પ્રકાર છે તેમાં આવેલા અલગ-અલગ એક્સટેન્શન વિશે જોઈએ.
1. ટોપ લેવલ ડોમેન
- .com – કોમર્શિયલ ઉપયોગ માટે
- .org – ઓર્ગેનાઇઝેશન ઉપયોગ માટે
- .net – નેટવર્ક ઉપયોગ માટે
- .int – ઇન્ટરનેશનલ ઉપયોગ માટે
- .edu – એજ્યુકેશન ઉપયોગ માટે
- .gov – સરકારી ઉપયોગ માટે
- .mil – મિલિટ્રી ઉપયોગ માટે
2. ઇન્ફ્રાસ્ટ્રકચર ટોપ લેવલ ડોમેન
- .arpa – એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજનસી
3. કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેન
- .in – ભારત (India)
- .br – બ્રાઝીલ (Brazil)
- .ca – કેનેડા (Canada)
- .ch – સ્વિટ્ઝરલેન્ડ (Switzerland)
- .co – કોલોમ્બિયા (Colombia)
આવી રીતે ઘણા બધા દેશ પ્રમાણે ડોમેન એક્સટેન્શન અલગ-અલગ હોય છે.
4. ICANN એરા જેનરીક ટોપ લેવલ ડોમેન
- .academy – સ્કૂલ, ઓનલાઇન પૈસા કમાવા, સ્ટુડન્ટ પોર્ટલના ઉપયોગ માટે
- .accountant – ટેક્સ, બિઝનેસ એકાઉન્ટ, ટેક્સ એડવાઈઝર ઉપયોગ માટે
- .ads – એડ માર્કેટિંગ માટે
5. ઇન્ટરનેશનલાઈઝડ જેનરીક ટોપ લેવલ ડોમેન
- .xn--4gbrim – અરેબિક ઉપયોગ માટે
6. જિયોગ્રાફીક ટોપ લેવલ ડોમેન
- .africa – દેશ માટે
- .arab – દેશ માટે
7. બ્રાન્ડ ટોપ લેવલ ડોમેન
- .aaa – અમેરિકા એસોસિએશન ઓટોમોબાઇલ
- .abc – અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપની
8. સ્પેશ્યલ ઉપયોગ માટેના ડોમેન
- .test – ટેસ્ટીંગ માટે
- .local – લોકલ નેટવર્ક માટે
- .onion – કનેકશન ટુ ધ કોર નેટવર્ક માટે
9. સબ ડોમેન
જો કોઈ વેબસાઇટ અલગ-અલગ સર્વિસ આપતી હોય તો તેઓને પોતાની અલગ સર્વિસને બતાવવા માટે જુદી વેબસાઇટ ન બનાવવી પડે તેના માટે તેઓ પોતાની વેબસાઇટમાં જ સબ ડોમેનનો ઉપયોગ કરે છે.
જેમ ગૂગલ એક સર્ચ એંજિન છે અને તેની મુખ્ય વેબસાઇટનું URL www.google.com છે. ગૂગલ ‘સર્ચ એંજિન’ સિવાય અન્ય પણ અલગ-અલગ સર્વિસ આપે છે
જેમ કે
ઈમેલ માટે Gmailની સર્વિસ છે જેનું URL mail.google.com છે અને તેમાં સબ ડોમેન mail છે.
નકશા માટે Mapsની સર્વિસ છે જેનું URL maps.google.com છે અને તેમાં સબ ડોમેન maps છે.
આવી રીતે સબ ડોમેનનો ઉપયોગ મુખ્ય ડોમેનની આગળ થાય છે.
🔗 યૂટ્યૂબમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?
વેબસાઇટમાં ડોમેન નામ કેમ રાખવામાં આવતું હશે?
ઈન્ટરનેટ પર તમે સરળતાથી વેબસાઈટ શોધી શકો છો તેની પાછળ ડોમેન નામ જવાબદાર છે.
આપણી વેબસાઈટ હંમેશા ip address એટલે કે ઈન્ટરનેટ પ્રોટોકોલ સાથે જોડાયેલી હોય છે. આ IP address માં એક પ્રકારની ન્યુમેરિક વેલ્યુ રહેલી હોય છે. આ વેલ્યુથી તમને ખબર પડે કે તમારી વેબસાઈટ ક્યાં સ્ટોર થયેલી છે.
ધારો કે તમારી વેબસાઈટની ન્યુમેરિક વેલ્યુ 10.55.22.43 છે તો ઈન્ટરનેટ ઉપર તો ઘણી બધી વેબસાઈટ ઉપલબ્ધ છે તો આ બધી વેબસાઈટની ન્યુમેરિક વેલ્યુ આપણાં માટે યાદ રાખવી મુશ્કેલ છે એટલે ડોમેન નેમ આ ન્યુમેરિક વેલ્યુ કરતાં જલ્દી મગજમાં યાદ રહી જાય છે તેથી આપણે કોઈ પણ વેબસાઇટ જલ્દી ખોલી શકીએ છે.
તો આ કારણે વેબસાઇટમાં ડોમેન નામ રાખવામાં આવતું હોય છે.
ડોમેન નામ ખરીદવાની વેબસાઈટનું લીસ્ટ
જો તમારે પોતાની વેબસાઇટ માટે ડોમેન રજીસ્ટર કરવું હોય તો તમે નીચે જણાવેલી વેબસાઇટ દ્વારા ડોમેન નેમ રજીસ્ટર કરાવી શકો છો અને તમને અલગ-અલગ વેબસાઇટ પર સેમ ડોમેન નેમના અલગ-અલગ ચાર્જ જોવા મળી શકે છે.
ડોમેન રજીસ્ટર કરવા માટેની રીત
ડોમેન નેમ રજીસ્ટર કરવા માટે તમારે ડોમેન ખરીદવાની સર્વિસ આપતી વેબસાઇટની જરૂર પડશે જ્યાં તમે ડોમેન નેમ ખરીદી શકો છો જેમ કે godaddy, bigrock અને namecheap જેવી વેબસાઇટ તમને ડોમેન નેમ રજીસ્ટર કરવાની સેવા આપે છે. ઉપર પણ તમને લિસ્ટ જોવા મળી જશે.
- સૌપ્રથમ ડોમેન નેમ ખરીદવાની જે વેબસાઇટ તમને સર્વિસ આપે છે ત્યાં જાવો જેમ કે godaddy અને namecheap જેવી વગેરે વેબસાઇટ પર જાવો.
- વેબસાઈટમાં અંદર સર્ચ બારમાં તમારે જે ડોમેન નામ રાખવું હોય તે સર્ચ કરો.
- પછી જો નામ ઉપલબ્ધ હોય તો Add to cart કરો. ઘણી વાર એવું થશે કે કોઈ બીજા વ્યક્તિએ તમે સર્ચ કરેલું ડોમેન રજીસ્ટર કરી નાખ્યું હશે. તો તમારે બીજું નામ સર્ચ કરીને રાખવું પડશે.
- ત્યારબાદ તમારે process to checkout કરવાનું છે.
- પછી તમારે તે વેબસાઇટમાં એક એકાઉન્ટ બનાવાનું છે.
- પછી તમારે billing information નું ફોર્મ ભરવાનું છે.
- ત્યારબાદ તમારે payment method સિલેક્ટ કરવાની છે.
- પછી payment કરી દેવાનું છે.
- હવે તમારું ડોમેન નેમ બુક થઇ ગયું હશે.
તમે ખરીદેલા ડોમેન નેમને પોતાના CMS સાથે કનેક્ટ પણ કરી શકો છો જેમ કે જો તમારી વેબસાઇટ વર્ડપ્રેસ કે બ્લોગર જેમાં CMS (Content Management System) પર હોય તો ત્યાં તમે કનેક્ટ કરી શકો છો
ડોમેન નેમ કેમ રાખવું જોઈએ?
ઇન્ટરનેટ પર ડોમેન નામ તમારી વેબસાઈટની અલગ ઓળખ ઉભી કરે છે. કોઈપણ વ્યક્તિ તેનો વેપાર, સંગઠન, લર્નિંગ, સ્કૂલ, પોતાની ઈન્ટરનેટ પર ઉપસ્થિતિની યોજના માટે ડોમેન નામ રાખે છે.
ડોમેન નેમની મદદથી કોઈ પણ વ્યક્તિ તમારી વેબસાઇટની નકલી વેબસાઇટને પણ ઓળખી શકે છે. ડોમેન નેમથી કોઈ પણ યુઝર તમારી સાઇટ પર જલ્દી પહોચી શકે છે.
તો મિત્રો હું આશા રાખું છું કે આજની આ જાણકારી ડોમેન નેમ એટલે શું? માંથી તમને ઘણું શીખવા મળ્યું હશે. જો તમને આ જાણકારી વિશે સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આ જાણકારીને તમારા મિત્રો સાથે શેર કરીને બીજા લોકો સુધી પહોંચાડી શકો છો જેથી તેમને પણ મદદ મળે.
DNSનું પૂરું નામ શું છે?
DNSનું પૂરું નામ “Domain Name System” છે જેનું ગુજરાતીમાં ઉચ્ચારણ “ડોમેન નેમ સિસ્ટમ” છે.
ટોપ લેવલ ડોમેન એક્સટેન્શન કયા-કયા છે?
.com, .org, .net, .int, .edu અને .gov જેવા વગેરે ટોપ લેવલ ડોમેન એક્સટેન્શન છે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-