તમારા કમ્પ્યુટરમાં કયું Windows OS છે એ કઈ રીતે જાણવું?

માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ લોકપ્રિય છે અને વાપરવા માટે પણ સરળ છે, વિન્ડોઝના જ ઘણા બધા ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 8.1 અને વિન્ડોઝ 10 અને હવે વિન્ડોઝ 11 આવવાનું છે.

આટલા બધા વિન્ડોઝના ઓપરેટિંગ સિસ્ટમ છે તો તમને કઈ રીતે ખબર પડશે કે તમારી પાસે વિન્ડોઝનું કયું ઓપરેટિંગ સિસ્ટમ છે તો આજે આપણે આ જ જાણીશું કે તમારા કમ્પ્યુટરમાં વિન્ડોઝનું કયું OS છે એ કઈ રીતે જાણવું? તો ચાલો જાણીએ.

તમારી પાસે કયું વિન્ડોઝ OS છે એ જાણવાની રીત

તમારા કમ્પ્યુટરમાં કયું વિન્ડોઝ OS છે એ જાણવાની રીત

હું તમને અહી 2 રીત બતાવીશ અને આ રીત તમારા વિન્ડોઝના કોઈ પણ OSમાં કામ કરશે એટલે સ્ક્રીનશોટનો દેખાવ અલગ હશે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી.

પ્રથમ રીત

First right click on This PC or My Computer & Click on Properites

  • સૌપ્રથમ તમારા ડેસ્કટોપમાં “This PC” અથવા “My Computer” ની ઉપર રાઇટ ક્લિક કરો અને “Properties” પર ક્લિક કરો.


Check Windows version on settings
  • હવે તમે Windows specifications નામના સેક્શનમાં જોઈ શકો છો કે તમારું “Edition” કયું છે, તેમાં તમારું ઓપરેટિંગ સિસ્ટમનું નામ અને તેનું વર્ઝન લખેલું હોય છે, મારુ તમે જોઈ શકો છો કે Windows 10 અને Pro વર્ઝન છે.


બીજી રીત

search dxdiag on start menu and click on dxdiag

  • સૌપ્રથમ સ્ટાર્ટ મેનૂ પર ક્લિક કરો અને ત્યાં “Dxdiag” લખીને સર્ચ કરો અને dxdiag નામના ઓપ્શનને ખોલો.


checking system information with dxdiag

  • હવે પહેલા ટેબમાં System Informationના સેક્શનમાં જ તમે તમારું Operating System જોઈ શકો છો, મારૂ Windows 10 Pro 64 bit છે એટલે ઉપર ફોટામાં પણ એ બતાવે છે.

તમે આવી રીતે તમારા વિન્ડોઝ પીસીમાં જોઈ શકો છો કે તમારા ડિવાઇસમાં કયું વિન્ડોઝ OS છે, આશા છે કે તમને આ પોસ્ટમાં કઈક નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રો સાથે પણ શેર કરો અને તમે તેમને પણ આના વિશે જાણકારી આપી શકો છો.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે કેવી રીતે વાપરવું?

🔗 2 કમ્પ્યુટર વચ્ચે Ethernet કેબલથી ડેટા શેર કેવી રીતે કરવા?

🔗 તમારા કમ્પ્યુટરમાં Windows 11 ચાલશે કે નહીં એ કઈ રીતે જાણવું?

🔗 લેપટોપની બેટરીને કેવી રીતે કાઢવી અને પાછી તેને કેવી રીતે લગાવવી? 

🔗 Windows 10 કમ્પ્યુટર થીમને Dark કેવી રીતે કરવી જેથી આંખોને નુકસાન ઓછું થાય?