અત્યારે મોટા ભાગના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ખૂબ સમય પસાર કરે છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ યુવાનોમાં ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે અને લોકો અહી રિલ્સ અને વગેરે વસ્તુને જોવા માટે પોતાનો ઘણો બધો સમય અહી પસાર કરે છે.
ઇન્સ્ટાગ્રામએ આ જોઈને તમને એક ફીચર આપ્યું છે જેના દ્વારા તમે એ જોઈ શકશો કે તમે ઇન્સ્ટાગ્રામ એપમાં પોતાનો કેટલો સમય પસાર કરો છો, આનાથી જો તમને ખબર પડી જાય કે તમે ઇન્સ્ટાગ્રામમાં કેટલો સમય પસાર કરો છો તો તમે ધીમે-ધીમે એ સમયને બચાવીને બીજા કામોમાં એ સમયને વાપરી શકો છો.
તો ચાલો જાણીએ કે ઇન્સ્ટાગ્રામમાં તમે કેટલો સમય પસાર કર્યો એ કઈ રીતે જાણવું.
તમે Instagram એપમાં કેટલો સમય પસાર કર્યો એ જાણવાની રીત
- સૌપ્રથમ Instagram એપ ખોલો અને પ્રોફાઇલ સેક્શનમાં જાવો.
- હવે “Time” ટેબ પર જાવો.
અહી તમને આ ગ્રાફ જોવા મળશે જે તમને બતાવશે કે તમે છેલ્લા 7 દિવસમાં સરેરાશ (Average) કેટલો સમય ઇન્સ્ટાગ્રામ એપમાં પસાર કર્યો છે. તમને વાર પ્રમાણે પણ ટાઈમ બતાવવામાં આવશે કે તમે તે વારમાં કેટલા મિનિટ કે કલાક ઇન્સ્ટાગ્રામ પર પસાર કર્યો.
તમે કોઈ એક વાર પર ક્લિક કરી રાખશો તો તમને તે વારનો સમય જોવા મળશે કે તમે સોમવારે કેટલો સમય ઇન્સ્ટાગ્રામ પર વિતાવ્યો.
જો તમારે ઇન્સ્ટાગ્રામના વ્યસનને ઓછું કરવું હોય તો તમે આ ગ્રાફને દરરોજ જોવો અને તે સમયને ઓછો કરતાં જાવો. તમે ઇન્સ્ટાગ્રામ એપમાં Reminder પણ લગાવી શકો છો જેથી તમારો સમય તમે સારી રીતે Maintain કરી શકશો.
આ ફીચર તમારા સમયની ગણતરી કેવી રીતે કરે છે?
તમે ઇન્સ્ટાગ્રામની એપ ખોલો અને જ્યારે બંધ કરો ત્યારનો સમય તમને આ ફીચર દ્વારા બતાવવામાં આવે છે.
જો તમે એક જ ઇન્સ્ટાગ્રામ અકાઉંટને અલગ-અલગ ડિવાઇસમાં વાપરતા હોય તો તે તમને અહી નહીં બતાવે, જે ડિવાઇસમાં તમે ઇન્સ્ટાગ્રામ એપ વાપરો તો તે સમય તમને તે જ ડિવાઇસની ઇન્સ્ટાગ્રામ એપમાં વપરાશ બતાવવામાં આવશે.
આશા છે કે આ પોસ્ટ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ હશે, જો તમારો કોઈ મિત્ર ઇન્સ્ટાગ્રામનો વધારે ઉપયોગ કરે છે તો તેને પણ આ પોસ્ટ શેર કરો જેથી તે પોતાનો ઇન્સ્ટાગ્રામ વપરાશ સમય ચેક કરીને તેને ઓછો કરી શકે અને તેને સારા કામમાં લગાવી શકે.
- અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
➤ ઇન્સ્ટાગ્રામ વિશે આ 10 રસપ્રદ વાતો તમારે જરૂર જાણવી જોઈએ
➤ ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શું હોય છે? તે કેવી રીતે કામ કરે છે? જાણો