તમે કેટલા પગલાં ચાલ્યાં તેની ગણતરી મોબાઇલ કેવી રીતે કરે છે?

મિત્રો એક ઈલેક્ટ્રોનિક અથવા ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ આવે છે જેના દ્વારા તમે કેટલા પગલાં ચાલો છો તેની ગણતરી કરી શકો, જેને “પેડોમીટર (Pedometer)” કહેવાય છે.

આવું Pedometer સિસ્ટમ તમારા સ્માર્ટફોનમાં પણ આવે છે અને ઘણા બધા લોકો દરરોજ પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે ચાલવા માટે બહાર જાય છે અને મોબાઇલ સાથે લઈને જાય જેથી તેઓ કેટલું ચાલ્યા તેની ગણતરી મોબાઇલમાં જોઈ શકે.

તમે કેટલું ચાલ્યા તેનો ડેટા તમને મોબાઇલમાં જોવા મળે છે અને આનાથી તમને પ્રેરણા પણ મળે છે જેથી તમે વધારે ચાલી શકો.

આજે આપણે જાણીશું કે મોબાઇલને કઈ રીતે ખબર પડે છે કે તમે કેટલું ચાલ્યા અથવા કેટલા પગલાં ચાલ્યાં? તો ચાલો જાણીએ.

તમે કેટલા પગલાં ચાલ્યાં તેની ગણતરી મોબાઇલ કેવી રીતે કરે છે?

કઈ રીતે મોબાઇલને ખબર પડે છે કે તમે કેટલા પગલાં ચાલ્યા?

આપણે જ્યારે ભોજન જમીએ છીએ ત્યારે આપણે જીભ દ્વારા અલગ-અલગ સ્વાદનો આનંદ માણી શકીએ છીએ અને સ્માર્ટફોનને કોઈ પણ બહારની વસ્તુ અનુભવવી હોય તો તે સેન્સર (Sensor) દ્વારા તે અનુભવે છે.

મોબાઇલમાં જ્યારે તમે વિડિયો જોવો છો તો મોબાઇલને આડો મુક્તા જ તમારી સ્ક્રીન ઓટોમેટિક ફુલ સ્ક્રીન મોડમાં થઈ જાય છે.

આ રીતે સ્માર્ટફોન બહાર શું થઈ રહ્યું છે તેની જાણ અલગ-અલગ સેન્સર દ્વારા રાખે છે, સેન્સર વિશે તમે પોસ્ટ પણ વાંચી શકો છો.

સ્માર્ટફોનમાં ઘણા બધા સેન્સર છે જેના દ્વારા તમે કેટલા પગલાં ચાલો છે તેની ગણતરી તે કરી શકે છે.

સ્માર્ટફોનમાં એક Accelerometer (એક્સલેરોમીટર) નામનું સેન્સર હોય છે, જ્યારે તમારો સ્માર્ટફોન હલન-ચલન કરે છે તો તેને માપવાનું કામ આ Accelerometer નામનું સેન્સર કરે છે.

તમે એક જગ્યાથી બીજી જગ્યાએ જાવ છો, તમારા સ્માર્ટફોનની દિશા વગેરે આ સેન્સર ડેટા મેળવે છે અને તે ડેટા જે-તે ફિટનેસ એપને મળે છે અને તે એપ ડેટા પ્રોસેસ કરીને તમને તમારી ઊંચાઈ, વજન, ઉંમર, પુરુષ/મહિલા અને તેના આધારે તમે કેટલું ચાલો છો તે જણાવે છે.

તમારો સ્માર્ટફોન કેટલો ઊંચો જાય છે અને કેટલું નીચે જાય છે તેની જાણ Altimeter નામના સેન્સર દ્વારા થાય છે, આ દાદર અને પહાડો ચડતી વખતે ખૂબ કામ લાગે છે.

ઘણી વખત સ્માર્ટફોનમાં તમને જે આંકડા બતાવવામાં આવે છે તે ફિટનેસ ટ્રેકર ડિવાઇસની તુલનામાં અલગ હોય શકે છે અથવા બે સ્માર્ટફોનની તુલના એક બીજા સાથે કરશો તો પણ ડેટા અલગ-અલગ બતાવી શકે છે કારણ કે અલગ – અલગ ડિવાઇસમાં અલગ-અલગ હાર્ડવેર અને સિસ્ટમ ઉપયોગ કરવામાં આવ્યું હોય છે.

ઘણી મોબાઇલ એપ તમે કેટલું ચાલો છો તેની ગણતરી માટે GPS નો પણ ઉપયોગ કરે છે જેથી ડેટાની ચોકસાઇ વધી શકે.

સ્માર્ટફોનમાં ઘણા બધા સેન્સર હોય છે જેથી ફિટનેસ એપ તે ડેટાને એક જગ્યા પર રાખીને ક્રોસ ચેકિંગ પણ કરતું હોય છે જેથી ડેટા સાચું છે કે ખોટું તેની પણ જાણ થઈ શકે અને તે પેટર્નને પણ પકડતું હોય છે.

આ હતી સામાન્ય જાણકારી કે તમે કેટલું ચાલો છો તે તમારા મોબાઇલને કઈ રીતે ખબર પડે છે, તમારો ખુબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:

 આર્ટીકલ વર્ઝન – 1