થોડા સમય માટે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નિષ્ક્રિય કેવી રીતે કરવું?

ઘણી વખત આપણે ઇન્સ્ટાગ્રામને જોઈ-જોઈને કંટાળી જતાં હોઈએ છીએ અથવા અન્ય કોઈ કારણસર આપણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને થોડા સમય માટે નિષ્ક્રિય કરવા માંગીએ છીએ.

જ્યારે તમે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નિષ્ક્રિય કરશો તો જ્યાં સુધી તમે તેને ફરીથી સક્રિય નહીં કરો ત્યાં સુધી તમારી પ્રોફાઇલ કોઈને નહીં દેખાય.

ચાલો જાણીએ કે તમે કઈ રીતે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને નિષ્ક્રિય કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએક્ટિવેટ કેવી રીતે કરવું?

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને થોડા સમય માટે નિષ્ક્રિય કરવાની રીત – How to temporarily deactivate Instagram account?

  1. સૌથી પહેલા તમારા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કોઈ પણ બ્રાઉઝર ખોલો.
  2. હવે Instagram.com વેબસાઇટ ખોલો.
  3. જે એકાઉન્ટને તમે નિષ્ક્રિય કરવા માંગો છો એને યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા લૉગિન કરી લો.
  4. હવે જમણી બાજુમાં નીચે આપેલા પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
  5. હવે તમારી પ્રોફાઇલમાં “Edit Profile” પર ક્લિક કરો.
  6. હવે એકદમ નીચે સ્ક્રોલ કરો અને “Temporarily deactivate my account” પર ક્લિક કરો.
  7. ત્યારબાદ તમને ઇન્સ્ટાગ્રામ પૂછશે કે તમે કેમ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને નિષ્ક્રિય કરવા માંગો છો? તો તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી કોઈ પણ કારણ સિલેક્ટ કરવાનું છે.
  8. જો તમે એવું ઈચ્છો છો કે તમારું એકાઉન્ટ ઓટોમેટિક સક્રિય થઈ જાય તો તમે એ પણ બીજા ઓપ્શનમાંથી સિલેક્ટ કરી શકો છો.
  9. હવે તમારો પાસવર્ડ ઉમેરો.
  10. હવે ભૂરા કલરના “Temporarily deactivate account” બટન પર ક્લિક કરો અને પછી “Yes” બટન દબાવો.

આ રીતે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓટોમેટિક નિષ્ક્રિય થઈ જશે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નિષ્ક્રિય કર્યા બાદ સક્રિય કેવી રીતે કરવું? – How to Reactivate Instagram Account?

હવે સવાલ એ આવે છે કે એક વખત તમે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નિષ્ક્રિય કર્યું તો ત્યારબાદ તમે તેને પાછું સક્રિય કેવી રીતે કરી શકો? ચાલો આ પણ જાણીએ.

તમે બસ instagram.com પર જઈને અથવા ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનમાં જઈને તમારું એ જ એકાઉન્ટ લૉગિન કરો એટલે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરીથી સક્રિય થઈ જશે.

અમારી અન્ય પોસ્ટ: