નવા વર્ષની ઉજવણી માટે ફૂડ ડિલિવરી એપ Swiggy પરથી લોકોએ શું-શું સૌથી વધારે ઓર્ડર કર્યું? ચાલો જાણીએ

Swiggy Image

આપ સૌને સૌથી પહેલા તો નવા વર્ષ 2023ની હાર્દિક શુભકામનાઓ!

31 ડિસેમ્બર 2022એ નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકોએ ફૂડ ડિલિવરી એપમાં ઘણા અલગ-અલગ આઈટમ ઓર્ડર કર્યા છે તો ચાલો જાણીએ કે Swiggy માંથી શું સૌથી વધારે લોકોએ ઓર્ડર કર્યું છે.

પૂરા દેશમાં ફૂડ ડિલિવરી એપ Swiggy પરથી લોકોએ 3.5 લાખ જેટલી બિરયાની ઓર્ડર કરી છે. 2.5 લાખ પિઝા ઓર્ડર કર્યા છે.

શનિવારે 7.20 PM ના સમયે લોકોએ 1.65 લાખ જેટલી બિરયાની ઓર્ડર કરી હતી. Swiggy અનુસાર 7.20 PM ના સમયે શનિવારે 1.76 લાખ ચિપ્સના ઓર્ડર Swiggy Instamart દ્વારા લોકોએ કર્યા હતા. Swiggy Instamart દ્વારા 2,757 જેટલા ડ્યુરેક્સ કોંડમની ડિલિવરી પણ કરવામાં આવી હતી.

The party is already off to a fast start – we have already delivered over 1.3 million orders and counting. Our fleet & restaurant partners are geared up to make this NYE unforgettable. Pro-tip: order early to beat the rush! 😉 pic.twitter.com/KkMKewg6UL

— Sriharsha Majety (@harshamjty) December 31, 2022

શનિવારે 6.33 PM ના સમય Swiggy ના સહ-સ્થાપક દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો કે તેમને 13 લાખ જેટલા ઓર્ડર ડિલિવર કર્યા છે અને બીજા થઈ રહ્યા છે. વિચારો 6.33 PM વાગ્યા સુધીમાં 13 લાખ ઓર્ડર ડિલિવર થઈ ચૂક્યા હતા.

12,344 લોકોએ 9.18 PM સુધીમાં ખિચડી ઓર્ડર કરી હતી.

મિત્રો આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે અને તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. આભાર.

અમારી અન્ય પોસ્ટ: