ઓક્ટોમ્બર 2022 થી ભારતમાં 5G સેવાઓ મળવાનું શરૂ થઈ ચૂક્યું હતું અને 3G અને 4G ની તુલનામાં આપણે જોઈએ તો 5G નો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.
હવે ઈન્ડસ્ટ્રીના ઘણા નિષ્ણાંતો માને છે કે ભારતમાં કદાચ 2023માં એરપોર્ટની નજીક રહેતા રહેવાસીઓ પોતાના ડિવાઇસમાં 5G સુવિધાઓ નહીં મેળવી શકે.

હાલમાં ડિપાર્ટમેંટ ઓફ ટેલિકમ્યુનિકેશન (DoT) એ ટેલિકોમ કંપનીઓ એરટેલ, જીઓ અને વોડાફોનને એક પત્ર મોકલ્યો હતો જેમાં જણાવ્યુ છે કે તેઓ કોઈ પણ ભારતીય એરપોર્ટના 2.1 કિલોમીટરના ક્ષેત્રમાં C-બેન્ડ 5G બેઝ સ્ટેશન ઇન્સ્ટોલ ન કરે.
આનું કારણ જણાવવામાં આવ્યું છે કે C-બેન્ડ 5G વિમાનના રેડિયો (Radar) અલ્ટિમીટર સાથે સમસ્યાઓ ઊભી કરી શકે છે.
વિમાનમાં અલ્ટિમીટરનો ઉપયોગ નીચેની દરિયાઈ સપાટીથી ઉપર સુધી ઊંચાઈ માપવા માટે થાય છે. જ્યારે વિમાન નીચે ઉતરે અને ઉપર ચડે ત્યારે અને પહાડોમાં વિમાન અથડાય ન જાય તે માટે પાઇલટ આ રેડિયો અલ્ટિમીટર ઉપર આધાર રાખે છે.
હવે જ્યાર સુધી વિમાનોના અલ્ટિમીટરમાં બદલાવ નથી કરવામાં આવતા ત્યાર સુધી આ નિયમ લાગુ રહેશે.
આશા છે કે તમને સરળતાથી આ જાણકારી જાણવા મળી હશે. તમારા મિત્રો સાથે પણ આ જાણકારી શેર કરો જે એરપોર્ટ નજીક રહે છે અને 5G ની રાહ જોઈ રહ્યા છે.
અમારી અન્ય પોસ્ટ: