નોટપેડમાં અક્ષરોને નાના-મોટા કેવી રીતે કરવા?

મિત્રો, માઇક્રોસોફ્ટના વિન્ડોસ ઓપરેટિંગ સિસ્ટમમાં તમને નોટપેડ(Notepad) મફત મળે છે અને નોટપેડમાં તમે કોઈ પણ ટેક્સ્ટ લખી શકો છો. શું તમે વિચાર્યું કે તેમાં જે અક્ષરો લખાય છે તેને આપણે મોટા કેવી રીતે કરી શકીએ એટલે કે તેમાં રહેલા ટેક્સ્ટને મોટા અથવા નાના કેવી રીતે કરી શકીએ? આ પોસ્ટમાં તમને જાણવા મળશે કે નોટપેડમાં અક્ષરોને મોટા કે નાના કેવી રીતે કરવા? ચાલો જાણીએ.

નોટપેડમાં અક્ષરોને નાના-મોટા કેવી રીતે કરવા? | નોટપેડમાં અક્ષરોનો આકાર કેવી રીતે વધારવો

નોટપેડમાં અક્ષરોને નાના કે મોટા કેવી રીતે કરવા?

  1. સૌપ્રથમ Windowsમાં Start મેનૂમાં Notepad સર્ચ કરીને તેને ખોલો.
  2. હવે નોટપેડમાં કોઈ પણ અક્ષરો લખો.
  3. હવે ઉપર Format પર ક્લિક કરો.
  4. હવે Word Wrap અને Font, આ બંનેમાથી Font પર ક્લિક કરો.
  5. હવે જમણી બાજુ Size વાળા સેક્શનમાં કોઈ પણ નંબર પસંદ કરો.
  6. જેટલી મોટી સંખ્યાના નંબર પસંદ કરશો એટલો તમારો અક્ષર મોટો થશે.
  7. તમે શરૂઆતના નંબર પસંદ કરશો તો તમારો અક્ષર નાનો થશે.
  8. હવે તમારી જરૂરત પ્રમાણે કોઈ નંબર પસંદ કરીને Ok દબાવો એટલે અક્ષરનો આકાર બદલાઈ જશે.

આશા છે કે નોટપેડમાં અક્ષરોને નાના-મોટા કેવી રીતે કરવા? એના વિશે તમને સમજણ પડી હશે અને તમારો કોઈ સવાલ હોય તો અમને જરૂર જણાવજો.



અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-