નોટપેડ દ્વારા HTML વેબપેજ કેવી રીતે બનાવવું?

મિત્રો, એક બેસિક HTML વેબસાઇટ બનાવવા માટે આપણે HTML ભાષામાં કોડ લખવા પડે છે અને કોડ લખવા માટે કોઈ સારું કોડ એડિટર પ્લૅટફૉર્મ જરૂરી છે.

કમ્પ્યુટરમાં આપણને એક “નોટપેડ (Notepad)” નામનો પ્રોગ્રામ જોવા મળે છે જેમાં તમે HTML કોડ લખીને એક HTML ફાઇલ અથવા વેબપેજ બનાવી શકો છો.

આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે HTML કોડને નોટપેડમાં સેવ કરીને (Save HTML Code into Notepad) તેને એક HTML ફાઇલ અથવા વેબપેજ બનાવી શકો છો.

તમે જે પણ ઓનલાઇન HTML વેબસાઇટ જોવો છો તેની પણ એક HTML ફાઇલ હોય છે જેમાં તે વેબસાઇટના HTML કોડ સ્ટોર હોય છે, આ HTML ફાઇલ તે વેબસાઇટના સર્વર પર સ્ટોર કરેલી હોય છે, જેમ તમે URL દ્વારા તે HTML વેબસાઇટ ખોલો તેમ તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર બ્રાઉઝરમાં તે HTML ફાઇલ વેબસાઇટના સ્વરૂપમાં સ્ટોર હોય છે.

એક HTML વેબપેજ કેવી રીતે બનાવવું?

નોટપેડમાં HTML વેબપેજ બનાવવાની રીત

કમ્પ્યુટરમાં નોટપેડ (Notepad) ખોલો.

  • સૌપ્રથમ તમારા કમ્પ્યુટરમાં નોટપેડ (Notepad) ખોલો.

 HTML કોડ ઉમેરો.

  • હવે નોટપેડમાં કોઈ પણ સિમ્પલ HTML કોડ ઉમેરો.

 નોટપેડમાં ઉપર File પર ક્લિક કરીને Save પર ક્લિક કરો.

  • હવે નોટપેડ પર ક્લિક કરીને કમ્પ્યુટર કીબોર્ડમાં “CTRL + S” કી દબાવો, અથવા નોટપેડમાં ઉપર File પર ક્લિક કરીને Save પર ક્લિક કરો.

 HTML ફાઇલને સેવ કરો

  • ફાઇલને સેવ કરતી વખતે તમે તે ફાઇલને કોઈ પણ નામ આપો ત્યારે તેની પાછળ “.html” અથવા “.htm” લગાવો, ઉદાહરણ તરીકે ફાઇલનું નામ “hello.html“, આ રીતે નામની પાછળ .html લગાવશો તો તમારી ફાઇલ HTML વેબપેજમાં કન્વર્ટ થશે, નામ લખ્યા બાદ ફાઇલને

 હવે તે વેબપેજને ખોલો

  • હવે આ ફાઇલ જ્યાં સેવ કરી છે ત્યાં જઈને આ ફાઇલને ખોલો, હવે આ ફાઇલ એક વેબપેજ તરીકે બ્રાઉઝરમાં ખુલશે.

સરળમાં તમને જણાવું તો તમે કોઈ પણ ફાઇલના એક્સટેન્શનમાં .html કે .htm લગાવશો એટલે તે એક વેબપેજ બની જશે.

મિત્રો આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી થઈ હશે, તમે તમારા કમ્પ્યુટરમાં આ રીત ફોલો કરી જોવો જેથી તમે જલ્દી આ રીત શીખી જશો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: