
ગયા બુધવારે પાકિસ્તાનની ટેલિકોમ રેગુલેટર ઓથોરીટીએ તેમના દેશમાં વિકિપીડિયાના એક્સેસમાં ઘટાડો કર્યો હતો કારણ કે વિકિપીડિયામાં અપવિત્ર કન્ટેન્ટ ઉપલબ્ધ હતું.
આ અપવિત્ર કન્ટેન્ટને કાઢવા માટે વિકિપીડિયાને 48 કલાકનો સમય પાકિસ્તાનની ટેલિકોમ રેગુલેટરીએ આપ્યો હતો.
વિકિપીડિયાએ જણાવ્યુ કે આ બધુ કન્ટેન્ટ એમના પોતાના દ્વારા નથી મેનેજ થતું, વિકિપીડિયાના યુઝર અથવા તેની પૂરી દુનિયામાં જે કમ્યૂનિટી છે તે નક્કી કરે છે કે કયું કન્ટેન્ટ વિકિપીડિયા પર હોવું જોઈએ.
આ કારણે વિકિપીડિયાએ કોઈ કન્ટેન્ટ હટાવ્યું ન હતું.
ત્યારબાદ પાકિસ્તાનએ આ કન્ટેન્ટ પોતાના પ્લૅટફૉર્મ પરથી ન હટાવવા માટે વિકિપીડિયાને બેન પણ કરી દીધું હતું.
હવે દર મહિને વિકિપીડિયાના અંગ્રેજી વર્ઝન ઉપર પાકિસ્તાનમાંથી 5 કરોડ જેટલા પેજ વ્યૂઝ આવે છે અને જો તેને પાકિસ્તાનમાં લાંબા સમય સુધી બેન કરવામાં આવે તો પાકિસ્તાનના લોકોને ઘણી જાણકારી મળતી બંધ થઈ જાય.
પણ લેટેસ્ટ સમાચાર મુજબ પાકિસ્તાનના વડાપ્રધાનએ આ કેસમાં હસ્તક્ષેપ કર્યું અને વિકિપીડિયા પરથી પ્રતિબંધ હટાવડાવ્યું છે.
આજના સમયમાં પાકિસ્તાન 5મી સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે અને વિકિપીડિયા પણ ઇન્ટરનેટ પર સૌથી મોટો નોલેજનો ભંડાર છે.
વિકિપીડિયાને પાકિસ્તાનમાં બંધ કરવું એટલે ત્યાના લોકોને આ જાણકારી મળતી બંધ થઈ જાય.
આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે. તમારા મિત્રો સાથે પણ તમે આ શેર કરી શકો છો.
અમારી ફ્રી ટેક્નોલોજી મેગેઝિન પણ ડાઉનલોડ કરી શકો છો. તમારો આભાર.
અમારી અન્ય પોસ્ટ: