પિંટરેસ્ટ (Pinterest) વિશે રસપ્રદ જાણકારી

આજે આપણે એક એવા સોશિયલ પ્લૅટફૉર્મ વિશે વાત કરીશું જે ઇન્ટરનેટ પરથી આઇડિયા લેવા માટે ખૂબ જ જાણીતું છે અને ઇન્ટરનેટ પર લોકો આ પ્લૅટફૉર્મ દ્વારા કઈક નવું બનાવવા માટે અલગ-અલગ આઇડિયા લેતા હોય છે.

આજે આપણે પિંટરેસ્ટ (Pinterest) વિશે વાત કરીશું જેમાં તમને પિંટરેસ્ટ વિશે ઘણી રસપ્રદ જાણકારી જાણવા મળશે.

પિંટરેસ્ટ વિશે રસપ્રદ જાણકારી

પિંટરેસ્ટ વિશે જાણવા જેવી જાણકારી

  • Pinterest શબ્દના ઘણા બધા અર્થ નિકડે છે જેમ કે “Pin my interest” અથવા “Pin your interest” અને ખાલી Pin+Interest શબ્દ પણ જોવા મળે છે.
  • પિંટરેસ્ટ પર આપણે અલગ-અલગ પોતાના ફોટાને Pin કરી શકીએ છીએ, તેનો સરળ અર્થ આપણે ત્યાં ફોટા અપલોડ કરી શકીએ છે.
  • પિંટરેસ્ટ પર લગભગ 200 બિલ્યનથી પણ વધારે જેટલા પિન ઉપલબ્ધ છે.
  • પિંટરેસ્ટનો સૌથી વધારે ઉપયોગ મહિલાઓ કરે છે જેમાં 72% યુઝર મહિલા છે અને 19% યુઝર પુરુષ છે અને 9% યુઝર તેના સિવાયના છે.
  • પિંટરેસ્ટ પર 2018 થી 2019 સુધી વિડિયો જોવાયાની સંખ્યા 6x ગુના વધી છે.
  • પિંટરેસ્ટ પર “Life Moments” નામનો શબ્દ સૌથી વધારે સર્ચ કરવામાં આવે છે.
  • 85% યુઝર પિંટરેસ્ટને તેમના સ્માર્ટફોનમાં ઉપયોગ કરે છે.
  • પિંટરેસ્ટ પર પૂરી દુનિયાના 478 મિલ્યન જેટલા યુઝર દર મહિને સક્રિય હોય છે.
  • સરેરાશ 14.2 મિનિટ જેટલો સમય પિંટરેસ્ટ પર એવરેજ યુઝર પસાર કરે છે.
  • પિંટરેસ્ટ પર દર મહિને 2 બિલ્યન જેટલી સર્ચ થાય છે.
  • પિંટરેસ્ટ પર અલગ-અલગ પિનને સેવ કરી શકાય છે અને તેમાથી ફોટા ડાઉનલોડ પણ કરી શકાય છે.
  • પિંટરેસ્ટનું ડેવલોપમેંટ ડિસેમ્બર 2009માં શરૂ થયું હતું.
  • પિંટરેસ્ટ જ્યારે લોન્ચ થયું ત્યારે તેના 9 મહિના બાદ પિંટરેસ્ટ પાસે 10,000 જેટલા યુઝર હતા.
  • પિંટરેસ્ટના પ્રથમ 5000 યુઝરને પિંટરેસ્ટના સ્થાપક Ben Silbermann એ પોતાનો ફોન નંબર પણ ઓફર કર્યો હતો અને તેમાથી અમુક સાથે મિટિંગ પણ કરી હતી.
  • માર્ચ 2011ની શરૂઆતમાં જ્યારે પિંટરેસ્ટની આઇફોન એપ આવી હતી ત્યારે આશા કરતાં વધારે તેના ડાઉનલોડ્સ થયા હતા.
  • 10 ઓગસ્ટ 2011, Time Magazine એ પિંટરેસ્ટને “2011ની ટોચની 50 વેબસાઇટ” ની લિસ્ટમાં ઉમેર્યું હતું.
  • ડિસેમ્બર 2011માં પિંટરેસ્ટ વેબસાઇટ ટોચની 10 સૌથી મોટી સોશિયલ નેટવર્ક સર્વિસમાં હતી.
  • પિંટરેસ્ટએ 2011માં TechCrunch Crunchies Awards જીત્યો હતો જે 2011નું સૌથી સારું સ્ટાર્ટ અપ હતું.

તો મિત્રો આશા છે કે તમને Pinterest વિશે આ રસપ્રદ જાણકારી પસંદ આવી હશે. તમારા મિત્રો સાથે પણ પિંટરેસ્ટ વિશેની આ રસપ્રદ માહિતી શેર કરો જેથી તેમને પણ કઈક નવું જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-