પીસીનું ફુલ ફોર્મ અને તેનો અર્થ | PC Full Form in Gujarati

PC Full Form in Gujarati

PC નું ફુલ ફોર્મ – PC Full Form in Gujarati

પીસી (PC) નું પૂરું નામ (Full Form) “Personal Computer” છે અને તેનું ગુજરાતીમાં ઉચ્ચારણ “પર્સનલ કમ્પ્યુટર” થાય છે.

પીસીનો અર્થ – PC Meaning in Gujarati

પીસી (PC) એક એવું કમ્પ્યુટર હોય છે જેને કોઈ એક જ ઉપયોગકર્તા (યુઝર) દ્વારા ઉપયોગ કરવામાં આવે છે અને તે પર્સનલ કમ્પ્યુટરની મદદથી એક સામાન્ય કમ્પ્યુટર યુઝરની બધી જ જરૂરતો પૂરી થતી હોય છે જેમાં મનોરંજન, ભણતર, વ્યાપાર, ઉધ્યોગ જેવા વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

પર્સનલ કમ્પ્યુટર (પીસી) નો સીધો અર્થ એક વ્યક્તિગત કમ્પ્યુટર થાય છે, આ વ્યક્તિગત કમ્પ્યુટર આકારમાં નાનું હોય છે અને તેના દ્વારા યુઝર કોઈ પણ કાર્ય પૂરા કરી શકે છે.

પહેલાના સમયમાં કમ્પ્યુટર ખૂબ મોટા અને એક આખી રૂમમાં સમાઈ જાય તેવા હતા, આ કમ્પ્યુટરને ઘણા બધા લોકો એક સાથે વાપરતા હતા અને અત્યારના કમ્પ્યુટરને એક સમયે એક જ વ્યક્તિ વાપરી શકે તેને કારણે આવા કમ્પ્યુટરને પીસી અથવા પર્સનલ કમ્પ્યુટર કહેવામા આવે છે.


 અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-