કહેવાય છે કે પુસ્તકો માણસના સૌથી સારા મિત્રો હોય છે કારણ કે પુસ્તકો ક્યારેય પોતાની વાતથી નથી બદલાતા અને તમને ક્યારેય દગો નથી આપતા.
જો તમે પુસ્તકો વાંચવાના શોખીન હોવ તો આજે આપણે એક વેબસાઇટ વિશે વાત કરવાના છે જે તમને કોઈ પણ પુસ્તકની પસંદગી કરવામાં ખૂબ ઉપયોગી મદદરૂપ રહેશે.
પુસ્તક વાંચવામાં કેટલો સમય લાગે છે એ જાણવા માટેની વેબસાઇટ
આજે આપણે જે વેબસાઇટ વિશે વાત કરવાના છીએ તેનું નામ છે “How Long to Read (howlongtoread.com)” આ એક પુસ્તકોનું સર્ચ એંજિન છે જેમાં તમે ખૂબ મોટી સંખ્યામાં અલગ-અલગ પુસ્તકોને શોધી શકો છો.
આ વેબસાઇટની ખાસિયત એ છે કે તે તમને જણાવે છે કે તમને કોઈ પણ પુસ્તક વાંચવામાં કુલ કેટલો સમય લાગશે. તેઓ તમને કોઈ તુક્કાથી નહીં જણાવે કારણ કે સૌપ્રથમ તો તેમની પાસે એવી ટેક્નોલૉજી છે જેના દ્વારા તમારો થોડો ટેસ્ટ લેવામાં આવે છે અને ત્યારબાદ તમને જણાવવામાં આવે છે કે તમને કોઈ એક પુસ્તક વાંચવામાં કુલ કેટલો સમય લાગશે.
સૌથી પહેલા તો તમારે આ વેબસાઇટ howlongtoread.com પર જવાનું છે અને તમારે પોતાની મનપસંદ પુસ્તકનું નામ સર્ચ કરવાનું છે. પછી તમને ઘણી બધી પુસ્તક બતાવવામાં આવશે અને તમારે કોઈ એક પર ક્લિક કરવાનું છે.
જ્યારે તે પુસ્તકનું પેજ ખુલશે ત્યારે તમને એક “Test Reading Speed” નો ઓપ્શન આપવામાં આવશે. જ્યારે તમે આ ઓપ્શન પર ક્લિક કરશો ત્યારે અમુક શબ્દો આપવામાં આવશે અને તમને ટાઈમર આપવામાં આવશે, જેટલા સમયમાં તમે તે શબ્દો વાંચીને ટાઈમરને બંધ કરશો એ પ્રમાણે આ વેબસાઇટ તમને બતાવશે કે તમને કેટલા શબ્દો વાંચવામાં કેટલો સમય લાગ્યો.
હવે આ વેબસાઇટ પાસે તે પુસ્તકમાં કેટલા શબ્દો છે એ ડેટા પણ છે અને તમારા વાંચનની ઝડપનો ડેટા પણ છે કે તમને કેટલા શબ્દો વાંચવામાં કેટલો સામે લાગે છે તો આ રીતે તમારો ડેટા અને પુસ્તકનો ડેટા ગણીને આ વેબસાઇટ તમને બતાવે છે કે તમને કોઈ પુસ્તક વાંચવામાં કુલ કેટલો સામે લાગશે.
તમે આ વેબસાઇટ દ્વારા પોતાનો સમય લખીને પણ સર્ચ કરી શકશો, જેમ કે તમને કોઈ એવી પુસ્તક જોઈએ છે જેને તમે 4 કલાકમાં પૂર્ણ કરી શકો તો તમે 4 કલાક એવો સમય લખીને પણ પુસ્તકને શોધીને તેની પસંદગી કરી શકો છો.
આશા છે કે આ વેબસાઇટ વિશેની જાણકારી તમને ઉપયોગી થશે અને તમે પુસ્તક વાંચતી પહેલા આ વેબસાઇટનો ઉપયોગ કરશો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: