પેગાસસ સ્પાઈવેર શું છે? | Pegasus Spyware વિશે સરળ જાણકારી

મિત્રો આજે આપણે વાત કરીશું પેગાસસ સ્પાઈવેર વિશે જે હાલમાં ખૂબ ચર્ચામાં છે અને તમારા મનમાં પેગાસસ સ્પાઈવેર (Pegasus Spyware) વિશે ઘણી મૂંઝવણ પણ હશે જે આ પોસ્ટ દ્વારા તમારી મૂંઝવણ દૂર થશે

આજે આપણે જાણીશું કે આ પેગાસસ સ્પાઈવેર શું છે? પેગાસસ સ્પાઈવેરથી શું તમારે ડરવું જોઈએ? તેનાથી બચવા માટે શું કરવું તેવી વગેરે જાણકારી સરળ ભાષામાં જાણીશું.

પેગાસસ સ્પાઇવેર વિશે સરળ ભાષામાં જાણકારી

પેગાસસ સ્પાઈવેર શું છે? – Pegasus Spyware in Gujarati

પેગાસસ એક પ્રકારનું દુષિત સોફ્ટવેર હોય છે જેને પેગાસસ સ્પાઇવેર પણ કહેવાય છે જેને ઇઝરાયેલની એક NSO Group કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે અને આ પેગાસસ સ્પાઇવેરનો ઉદેશ્ય આતંકવાદી સંગઠનોને ટ્રેક કરવા, તેઓની પ્રતિક્રિયા જાણવા અને તેઓ શું કરે છે તે બધી જ જાણકારી મેળવીને તેમને રોકવા માટેનો છે.

તેને કારણે NSO Group ખૂબ જ મોંઘા ભાવે આ પેગાસસ સ્પાઇવેરને અલગ-અલગ દેશની સરકારોને વેંચે છે જેથી તે દેશની સરકાર આ સોફ્ટવેર દ્વારા અલગ-અલગ આંતકવાદને રોકી શકે અને પોતાના દેશને બચાવી શકે છે.

આ પેગાસસ સ્પાઇવેર Android અને iOS બંને ડિવાઇસમાં સરળતાથી લોડ થઈ શકે છે અને તેની જાસૂસી પણ કરી શકે છે. સૌપ્રથમ આ પેગાસસ સ્પાઇવેરનું નામ 2016માં સાંભળવામાં આવ્યું હતું.

પેગાસસ સ્પાઇવેરને ઝીરો ક્લિક અટેક અને ઝીરો ડે અટેક દ્વારા પણ તમારા મોબાઇલમાં મોકલવામાં આવે છે.

ઝીરો ક્લિક અટેકનો અર્થ કે તમારે તમારા ડિવાઇસમાં કોઈ ક્લિક કે બટન દબાવવાનું નથી હોતું બસ એ ઓટોમેટિક સ્પાઇવેર લોડ થઈ જશે અને ઝીરો ડે અટેક એટલે જે કંપનીનું OS તમારા ડિવાઇસમાં ચાલી રહ્યું છે જો તેમાં બગ હોય તો તે બગ તે OS ની કંપનીને ના ખબર હોય પણ તે સ્પાઇવેર બનાવનાર કંપનીને ખબર હોય તો તે બગની મદદથી તેઓ તે સ્પાઇવેરને કોઈ પણ OS માં લોડ કરી શકે છે.

તેને કારણે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ફેસબુક જેવી કંપનીઓ પોતાના સોફ્ટવેરમાં બગ શોધનાર ડેવલોપર કે એથીકલ હેકરને ઈનામમાં ખૂબ જ વધારે પૈસા આપે છે.

પેગાસસ સ્પાઈવેર તમારા મોબાઇલમાં શું કરી શકે છે?

ઘણી રિપોર્ટમાં જણાવવામાં આવે છે કે આ પેગાસસ સ્પાઇવેર એક વોટ્સએપના મિસ્ડ કોલ દ્વારા પણ તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ શકે છે, આ ઈમેલ દ્વારા આવતી અજાણી લિન્ક, મેસેજ કે અન્ય રસ્તા દ્વારા તમારા મોબાઇલમાં આવી શકે છે.

તે તમારા ડિવાઇસમાં લોડ થયા બાદ તમારી બધી જ જાણકારી જેને તમારા ડિવાઇસમાં હુમલો કર્યો છે તેને મોકલી શકે છે અને જે જાણકારી તમે જોઈ શકો છો એ બધી જ જાણકારી આ સ્પાઇવેર જોઈ શકે છે.

તે તમારા કેમેરાનો એક્સેસ લઈ વિડિયો રેકોર્ડ કરી શકે છે, તે તમારા મોબાઇલના માઇક્રોફોનનો એક્સેસ લઈને અવાજ રિકોર્ડ કરી શકે છે, તે GPS દ્વારા તમારી લોકેશન પણ ટ્રેક કરી શકે છે.

પેગાસસ સ્પાઇવેરને દુનિયાનું સૌથી ખતરનાક સ્પાઇવેર પણ કહેવામાં આવે છે.

શું પેગાસસ સ્પાઈવેરથી તમારે ડરવું જોઈએ?

સાદી ભાષામાં તમને જણાવું તો તમારે આ પેગાસસ સ્પાઇવેરથી ડરવાની જરૂર નથી કારણ કે સરકાર આ સ્પાઇવેર પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે અને આમાં લિમિટ પણ હોય છે કે અમુક સમયમાં અમુક 50 લોકોના ડિવાઇસમાં જ આ સ્પાઇવેરનો ઉપયોગ થઈ શકે છે.

આ સ્પાઇવેર કોઈ વ્યક્તિ કે પ્રાઇવેટ સંસ્થા પાસે નથી હોતું, આ NSO Group સરકારોને આ સ્પાઇવેર વેંચે છે પણ તેની માહિતી નથી આપવામાં આવી કે આ કોની-કોની પાસે આ સ્પાઇવેર છે.

સામાન્ય નાગરિકના ફોનમાં અત્યારે સામાન્ય સોશિયલ મીડિયાના વિડિયો, ફોટો અને તેમની વ્યક્તિગત ફાઈલો કે સામગ્રી હોય છે એટલે તેને એક્સેસ કરીને કોઈ ફાયદો નથી થવાનો એટલે તમારે ડરવાની જરૂર નથી પણ પોતાના ફોનની સુરક્ષા માટે તમારે પગલાં જરૂર લેવા જોઈએ.

પેગાસસ વાઇરસથી બચવા માટે શું કરવું જોઈએ?

જો તમારી પાસે એક સ્માર્ટફોન છે અને તે ઇન્ટરનેટ સાથે જોડાયેલો છે તો તમારી પ્રાઈવસી સુરક્ષિત રહે એવું ખૂબ ઓછું જોવા મળે છે કારણ કે તમે અત્યારે જે પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વાપરો છો તેમાં તમને જાહેરાતો બતાવવા અને પ્રોડક્ટને સુધારવા માટે તમારી એક્ટિવિટી ટ્રેક થતી રહે છે.

પણ અહી હું તમને ઘણા ઉપાય જણાવું છુ.

 • તમારે થર્ડપાર્ટી વેબસાઇટ પરથી કોઈ પણ Apk ફાઈલો ન ડાઉનલોડ કરવી જોઈએ, તમારે Google Play Store નો ઉપયોગ કરવો જોઈએ.
 • તમારે અજાણા મેસેજ કે ઈમેલ પર આવતી લિન્ક પર ક્લિક ન કરવું જોઈએ અને વગર કામની સ્કીમમાં પણ ભાગ ન લેવો જોઈએ.
 • તમારે એક અલગ નંબર અને જે ખૂબ જ અલગ દેખાતો હોય તેને ન ઉપાડવો જોઈએ તેના માટે તમે કોલર-આઈડી એપનો ઉપયોગ કરી શકો છો.
 • તમે કોઈ સારું VPN નો પણ ઉપયોગ કરી શકો છો પણ મફત VPN સર્વિસ એટલી સારી નથી હોતી.
 • તમે પોતાના મોબાઇલના OS અને તેમાં રહેલી એપ્લિકેશનને અપડેટ કરતાં રહો જેથી જો સ્પાઇવેર તમારા સોફ્ટવેરના જૂના વર્ઝન માટે હોય અને તમે તમારા OSને અપડેટ કરી લો તો તે નવા વર્ઝન માટે કામ નહીં કરી શકે.
 • જો તમારે ખૂબ જ પ્રાઈવસી જોઈએ તો તમે 1000 કે 1200 રૂપિયાનો એક સિમ્પલ મોબાઇલ ફોન લઈ શકો છો જેમાં બસ તમે કોલિંગ કરી શકો છો.,.

આવા ઘણા પગલાં તમારે અનુસરવા જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ તો આશા છે કે આજે તમારી ઘણી મૂંઝવણ દૂર થઈ હશે અને તમને આ પેગાસસ સ્પાઇવેર વિશે બરાબર જાણવા મળ્યું હશે. તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તમારા મિત્રો પણ સુરક્ષિત રહી શકે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:

 1. VPN એટલે શું? VPN વિશે પૂરી જાણકારી
 2. ઇન્ટરનેટથી ફ્રી HD ફોટા ડાઉનલોડ કેવી રીતે કરવા?
 3. બિટકોઈન શું છે? – Bitcoin વિશે પૂરી જાણકારી 2021
 4. ટોપ 10 સર્ચ એન્જીન લિસ્ટ અને તેની બેઝિક જાણકારી
 5. ઇન્ટરનેટની દુનિયામાં સાઇબર હુમલાથી કઈ રીતે બચી શકાય?