પેરેંટ કંટ્રોલ સિસ્ટમ શું છે? માતા-પિતા રાખી શકશે નજર પોતાના બાળકના ફોનમાં…

આજે અમે તમારી એક એવી સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ જે તમે દરરોજ જીવનમાં જોતા આવો છો.

સમસ્યા એ છે કે આજના નાના-નાના 5 થી 10 વર્ષના બાળકો ડિજિટલ દુનિયાના ઓપરેટર બની ગયા છે અને એમના માતા-પિતાને દરરોજ ચિંતા રહે છે કે અમારા બાળકનું ભવિષ્ય આ ડિજિટલ ગેજેટ એટલે મોબાઈલ કે ટેબલેટને લીધે ખરાબ ના થઇ જાય,

પણ હવે તમારી આ સમસ્યાનું સમાધાન આજે અમે લઈને આવ્યા છીએ, તમારે આજે જાણવું પડશે કે પેરેંટ કંટ્રોલ સિસ્ટમ (Parent Control System) શું છે? કેવી રીતે આ ફીચર માતા-પિતાને ઉપયોગી થશે જેથી માતા-પિતા પોતાના બાળકના સ્માર્ટફોનમાં નજર રાખી શકે.

માતા-પિતા કરી શકશે બાળકનો ફોન કંટ્રોલ

પેરેંટ કંટ્રોલ સિસ્ટમ એટલે શું? – What is Parent Control System in Gujarati?

પેરેન્ટ કંટ્રોલ સિસ્ટમ એક એવું ફીચર છે જેમાં મોબાઈલની અંદર રહેલી બધી જ એપ્લિકેશન, ગેમ, ટેલિવિઝન જેવી સેવાઓ પર અથવા જે – જે અંદર એક્ટિવિટી થઈ રહી છે તેમાં નિયંત્રણ રાખી શકાય છે. આ ફીચરની મદદથી તમે મોબાઈલ અથવા ટેબલેટ જેવા ગેજેટ પોતાના કંટ્રોલમાં રાખીને ઓપરેટ કરાવી શકો છો.

પેરેંટ કંટ્રોલ સિસ્ટમની મદદથી તમે શું-શું કરી શકો છો?

 • તમે જાણી શકો છો કે તમારી ગેરહાજરીમાં બાળકો મોબાઈલમાં શું કરે છે.
 • જો તમે એવું ઇચ્છતા હોય કે તમારા બાળકો માટે આ વેબસાઈટ કામની નથી અથવા ખરાબ કન્ટેન્ટ વાળી વેબસાઈટ છે તો તમે તે વેબસાઈટને બ્લોક કરી શકો છો.
 • તમારે બાળકો પાસે  મોબાઈલનો ઉપયોગ કેટલા સમય પૂરતો કરવા દેવો છે તે સમય પર પણ તમે ધ્યાન રાખી શકો છો.
 • જો બાળકોને તમારે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા આપવો હોય તો આ સિસ્ટમની મદદથી તમે સારી માહિતી અપાવી શકો છો.
 • તમે પ્લેસ્ટોરની એક્ટિવિટી પર પણ નજર રાખી શકો છો.
 • કઈ એપને તમારા બાળકના ફોનમાંથી છુપાવવી છે એ પણ નક્કી કરી શકશો.
 • તમારા બાળકના ફોનમાં તે કેટલો મોબાઇલ ઉપયોગ કરી શકશે એ પણ નક્કી કરી શકશો.
 • ફોનને લોક પણ કરી શકશો.

પેરેંટ કંટ્રોલ સિસ્ટમને એન્ડ્રોઇડ મોબાઈલમાં કેવી રીતે ચાલુ કરવી અને બંધ કરવી?

个 ઉપરનો વિડિયો પણ જોવો

મિત્રો પેરેંટ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે તમારે નીચે પ્રમાણેના પગલાં અનુસરવા પડશે.

તમારે ગૂગલ પ્લેસ્ટોરમાં જઈને નીચે બતાવેલી બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે.

 • ગૂગલ ફેમિલી લિંક (Google Family Link)
 • ફેમિલી લિંક ચાઈલ્ડ એન્ડ ટીન (Family Link Child and Teen)

હવે આ વાતને ખૂબ ધ્યાનમાં લેવાનું છે.

Google Family Link એપ તમારે તમારા મોબાઈલમાં (એટલે માતા-પિતાના ફોનમાં) અને તમારા બાળકના મોબાઈલમાં Family Link Child and Teen એપ ઈન્સ્ટોલ કરવાની રહેશે.

હવે આવશે એપના સેટિંગ જે નીચે મુજબ છે.

Google Family Link: 

 1. Google Family Link એપ ઈન્સ્ટોલ કર્યા પછી તમારે તે ખોલવાની છે.
 2. હવે સૌથી નીચે ડાઉન એરોનું બટન હશે જે તમે ક્લિક કરશો એટલે અલગ અલગ ફીચર્સ આવશે.
 3. હવે તમારે Get Started પર ક્લિક કરવાનું છે.
 4. હવે જે મોબાઈલથી બાળક નો મોબાઈલ કંટ્રોલ કરવાનો છે તેમાં તમારે Parent સિલેક્ટ કરવાનું છે.
 5. હવે તમારે Next બટન પર ક્લિક કરવાનું છે.
 6. હવે તમારે I’m ready આ બટન પર ક્લિક કરવાનું છે.
 7. હવે તમને પૂછશે કે શું તમારા બાળકનું ગૂગલ એકાઉન્ટ છે? હવે જો ગૂગલ એકાઉન્ટ ના હોય તો તમે જે બીજો મોબાઈલ છોકરાને ઉપયોગ કરવા માટે આપવાના છો તેમાં ગૂગલનું એકાઉન્ટ બનેલું જ હશે એટલે તમારે Yes પર ક્લિક કરવાનું છે.
 8. હવે છેલ્લે આ પેજ આવશે તે તમારે એમ જ રાખવાનું છે કારણ કે હવે તમારે બાળકના મોબાઈલની અંદર સેટિંગ કરવાનું છે. એમાં સેટિંગ પૂરું થયા પછી જ તમારે Done લખેલા બટન પર ક્લિક કરવાનું છે.

હવે આપણે બાળકના મોબાઈલની અંદર સેટિંગ કેવી રીતે કરવું તેના વિશે જાણકારી આપવાના છીએ.

 1. હવે બાળકના મોબાઈલની અંદર તમારે Family Link Child and Teen આ એપને ઈન્સ્ટોલ કરવાની છે. ઈન્સ્ટોલ થયા પછી તેને ખોલવાની છે.
 2. હવે તમારે Next બટન પર ક્લિક કરવાનું છે.
 3. હવે તમારા બાળક અથવા તો જે ઈમેલ આઈડી બાળકના ફોનમાં લૉગિન હોય તો મોબાઈલમાં તે બતાવશે તે તમારે સિલેક્ટ કરવાનું છે.
 4. હવે તમારે Google Family Link એપ વાળા મોબાઈલની અંદર જે Parent માં ઈમેલ આઈડી ઉમેર્યું હતું તે આ Family Link Child and Teen માં લૉગિન કરવાનું રહેશે.
 5. લૉગિન થયા પછી નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે અને જે બાળક વાળા મોબાઈલમાં ઈમેલ આઈડી હોય તેનો પાસવર્ડ એન્ટર કરીને Agree બટન પર ક્લિક કરવાનું છે.
 6. ક્લિક કર્યા પછી હવે તમારે Activate this device admin app પર ક્લિક કરવાનું છે.
 7. હવે સૌથી નીચે બ્લુ માર્ક આવી જાય ત્યાં સુધી રાહ જોવાની છે અને પછી Ok બટન પર ક્લિક કરવાનું છે.
 8. હવે બંને એકાઉન્ટ એક બીજા સાથે લિંક થશે થોડીક પ્રોસેસ થશે. પછી તમારે Next બટન પર ક્લિક કરવાનું છે.

બસ હવે તમારા બને મોબાઈલની એપના સેટિંગ પુરા થઈ ગયા છે હવે તમે Parent મોબાઈલથી Child ના મોબાઈલને પુરી રીતે કંટ્રોલ કરી શકશો.

મિત્રો આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે, જો તમને હજુ આ ન સમજાયું હોય તો તમે જરૂર આ પોસ્ટમાં આપેલો વિડિયો જોવો જેથી તમને વધારે આઇડિયા આવશે.

તમારો ખૂબ આભાર, અમે મળીશું નવી જાણકારી સાથે.

અમારી અન્ય પોસ્ટ: