અત્યારના સમયમાં વિડિયો જોવાનું કોને નથી ગમતું. અત્યારે બધા જ ટોપ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ જેમાં યૂટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર લોકો વધારે વિડિયો જોવાનું પસંદ કરે છે પણ શુ તમે કોઈ દિવસ પોડકાસ્ટ (Podcast) સાંભળ્યા છે? નથી સાંભળ્યા ને, તો ચિંતા કરવાની જરૂર નથી.
આજે આપણે પોડકાસ્ટ વિશે જાણીશું જેમાં પોડકાસ્ટ એટલે શુ? અને પોડકાસ્ટ માટેના બેસ્ટ પ્લૅટફૉર્મના નામ પણ જાણીશું.
પોડકાસ્ટ એટલે શુ? – What is Podcast in Gujarati?
પોડકાસ્ટ એટલે ડિજિટલ ઓડિઓની એક એપિસોડિક સિરીઝ હોય છે જેને ફક્ત આપણે સાંભળી શકીએ છીએ. પોડકાસ્ટ એક પ્રકારનો ઓડિઓ હોય છે જેને આપણે અલગ-અલગ પ્લૅટફૉર્મ પરથી સાંભળી શકીએ છીએ.
જેમ આપણે વિડિયો જોઈએ છીએ તેમ પોડકાસ્ટ એક પ્રકારનો ઓડિઓ હોય છે જેમાં વિડિયો જેવી સામગ્રી હોય છે પણ તે માત્ર સાંભળવા હેતુ બનાવવામાં આવે છે.
પોડકાસ્ટને માત્ર સાંભળી શકાય છે તેને લીધે અત્યારે પોડકાસ્ટમાં ઓડિઓ બૂક, ભૂતિયા, કોમેડી, વાર્તા, કરેંટ અફેર વગેરે જેવુ કન્ટેન્ટ ઓડિઓ દ્વારા પોડકાસ્ટના રૂપે સાંભળવા મળે છે.
પોડકાસ્ટને મોટા ભાગે એપિસોડ બનાવીને પબ્લિશ કરવામાં આવે છે જેમાં તમે સ્ટેપ બાય સ્ટેપ એપિસોડ સાંભળી શકો છો.
પોડકાસ્ટ 2 વ્યક્તિઓની વાત-ચિત પણ હોય છે જેમાં 1 વ્યક્તિ હોસ્ટ હોય છે અને બીજો વ્યક્તિ મહેમાન (ગેસ્ટ) હોય છે.
તો ચાલો હવે આપણે પોડકાસ્ટ સાંભળવા માટે બેસ્ટ પ્લૅટફૉર્મના નામ જાણીએ.
પોડકાસ્ટ સાંભળવા માટે બેસ્ટ પ્લૅટફૉર્મ – Best Podcast Platforms in Gujarati
મિત્રો હું તમને નીચે ઘણા પોડકાસ્ટ સાંભળવા માટેના પ્લૅટફૉર્મ જણાવી રહ્યો છુ.
મિત્રો ઉપર પ્રમાણે ઘણા બધા પોડકાસ્ટ સાંભળવા માટેના પ્લૅટફૉર્મ છે જેને તમે તમારા કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલમાં તેમની એપ કે વેબસાઇટ પરથી સાંભળી શકો છો.
આશા છે કે આ પોસ્ટમાં તમને કઈક નવું જાણવા મળ્યું હશે. તમને કયું પોડકાસ્ટ પ્લૅટફૉર્મ ગમે છે? તમારા વિચાર જરૂર જણાવજો અને તમારા મિત્રોને પણ આ પોસ્ટ ફોરવર્ડ કરો જેથી તમારા મિત્રોને પણ પોડકાસ્ટ વિશે જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: