અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકો પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલની ડેકોરેશન કરવા માટે અલગ-અલગ ફોટા એડિટ કરીને પ્રોફાઇલ ફોટો બનાવે છે અને તેને વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટમાં ડીપી તરીકે લગાવે છે.
આ પોસ્ટમાં આપણે કાર્ટૂન પ્રોફાઇલ ફોટો બનાવતા શિખીશું અને ખૂબ સરળ રીતથી જાણીશું કે મોબાઇલમાં પોતાના ફોટાનું કાર્ટૂન ફોટો કેવી રીતે બનાવવો? સ્ક્રીનશોટ સાથે તમને આ રીત જાણવા મળશે.
પોતાના ફોટાને કાર્ટૂન ફોટામાં કેવી રીતે બનાવવું?
2. એપ ખોલ્યા બાદ સૌપ્રથમ તમારે 4 વખત Continue બટન દબાવવાનું છે.
3. હવે તમારી સામે Pro Version નો ઓપ્શન આવશે, આ એપના પ્રો વર્ઝનમાં તમને વધારે ક્વોલિટીના ફોટા સેવ કરવાનો ઓપ્શન મળશે, એપમાં જાહેરાત જોવા નહીં મળે, ફોટો સેવ કરતી વખતે વોટરમાર્ક જોવા નહીં મળે અને દર અઠવાડિયે કઈક ને કઈક નવી સામગ્રી જોવા મળશે.
તમે કોઈ પણ વર્ઝન વાપરી શકો છો, પ્રો વર્ઝન માટે તમારે પૈસા ખર્ચ કરવા પડશે. જો તમારે ફ્રી વર્ઝન વાપરવું હોય તો ડાબી બાજુ ઉપર Close આપેલું છે, તે બટન દબાવો.
4. હવે તમારી સામે ફોટાઓની લિસ્ટ આવી જશે, સાથે Camera અને Gallery નો પણ ઓપ્શન આવશે, તમારે જે ફોટોને કાર્ટૂનમાં બદલવો છે તેને ગેલેરીમાથી સિલેક્ટ કરો.
5. ફોટો સિલેક્ટ કર્યા બાદ OK દબાવો.
6. આ પ્રોસેસ કરતાં તમારી સામે ઘણી જાહેરાતો આવી શકે છે, તેને જોઈને આગળ વધવાનો ઓપ્શન પણ મળશે એટલે જાહેરાત તમને દેખાય તો ખૂણામાં બંધ કરવાનો કે આગળ વધવાનો ઓપ્શન તમને દેખાશે.
7. તમને નીચે બોક્સમાં ઘણી બધી ડિઝાઇન જોવા મળશે અને તે ડિઝાઇનની ઉપર કલર પણ જોવા મળશે. તમે અલગ-અલગ ડિઝાઇન પર ક્લિક કરીને અને તમને ગમતો કલર પસંદ કરીને Apply કરો.
તમારે પોતાના ફોટાને જેવી રીતે કાર્ટૂન બનાવવો છે એ પ્રમાણે તમે શાંતિથી બનાવી શકો છો અને પછી Apply બટન દબાવો.
8. હવે તમારો ફોટો આઉટપુટ રૂપે તમારી સામે દેખાશે અને ડાબી બાજુ નીચે ખૂણામાં આપેલું Save બટન દબાવો એટલે તમારો ફોટો મોબાઇલની ગેલેરીમાં સેવ થઈ જશે.
આવી રીતે તમે આ Toon Appની મદદથી પોતાના ફોટોને કાર્ટૂનમાં બદલી શકો છો અને તેને સેવ કરીને પોતાના અન્ય સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં DP તરીકે લગાવી શકો છો.
જો તમારો મિત્ર તમને પૂછે કે “આ કાર્ટૂન ફોટો તુ એ કેવી રીતે બનાવ્યો?” તો તેને પણ આ પોસ્ટ શેર કરજો જેથી એ પણ આ કાર્ટૂન ફોટો બનાવી શકે.
20.59368478.96288
Waah!
😃 🙏🙏 Thanks