પોતાના મોબાઇલમાં કેટલા GB રેમ છે એ કઈ રીતે ચેક કરવું?

મિત્રો, તમને બધાને ખબર જ હશે કે RAM આપણાં મોબાઇલ કે કમ્પ્યુટરની ઝડપમાં ખૂબ વધારો કરે છે. રેમને કારણે આપણે એક સાથે ઘણા બધા કાર્યો કરી શકીએ છે. રેમને કમ્પ્યુટરની મુખ્ય અથવા પ્રાથમિક મેમરી પણ કહેવાય છે.

મિત્રો જો તમને પોતાના મોબાઇલની રેમ વિશે ખબર હોય તો તમે તેને પૂરતું કામ કરાવી શકો.

જેમ કે જો તમારા ફોનમાં રેમ વધારે હોય તો તમે મોબાઇલમાં વધારે કામો ઝડપી એક સાથે કરી શકો અને જો ઓછી રેમ હોય તો તમે પોતાના મોબાઇલમાં વધારે કામો એક સાથે કરાવશો તો તમારો મોબાઇલ ગરમ અને હેંગ થવા માંડશે.

તો ચાલો આ પોસ્ટમાં આપણે જાણીશું કે પોતાના મોબાઇલમાં કેટલા જીબી રેમ છે એ કેવી રીતે જાણી શકાય અથવા પોતાના મોબાઇલની રેમ વિશે કેવી રીતે જાણવું? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ.

પોતાના મોબાઇલમાં કેટલા GB રેમ છે એ કેવી રીતે ચેક કરવું?

મોબાઇલમાં કેટલા જીબી રેમ છે એ કેવી રીતે ચેક કરવું?

મોબાઇલમાં કેટલી રેમ છે એ જાણવા માટે હું તમને 2 રીત બતાવું છુ. જો પહેલી રીત તમારી માટે કારગર સાબિત ન થાય તો બીજી રીત ટ્રાય કરી જોવી.

આ પણ વાંચી શકો છો:- ગૂગલ પ્લેસ્ટોર પરથી એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

રીત નંબર 1

  • સૌપ્રથમ Play Store માથી “Memory Info” નામની એપ ડાઉનલોડ કરો. (ડાઉનલોડ લિન્ક)
  • ત્યાર બાદ આ એપને ખોલો.
  • એપ ખોલ્યા બાદ તમને બતાવી દેશે કે તમારા ફોનમાં કેટલી રેમ છે.મોબાઇલમાં રેમ ચેક કરવાની રીત | Memory Info App in Gujarati
  • Free એટલે કેટલી રેમ હજુ વપરાઇ નથી એટલે વધી છે.
  • Used એટલે કેટલી રેમ વપરાઇ ગઈ છે.
  • Total એટલે તમારા ફોનમાં કુલ રેમ કેટલી છે તેવું બતાવે છે.

 જો આ રીત તમારી માટે કામ ન કરે તો ચાલો આપણે બીજી રીત જાણીએ.

રીત નંબર 2

સૌપ્રથમ તમારે પોતાના મોબાઇલનું મોડેલ નામ જાણવું પડશે અને તેને ગૂગલ પર સર્ચ કરીને જાણવું પડશે કે કેટલી રેમ છે

  • મોડેલ નામ જાણવા માટે તમારે Setting માં જવાનું છે.
  • હવે More Setting માં જવાનું છે.
  • હવે About Phone માં જવાનું છે.
  • હવે Version માં જઈને Model Name અથવા Model Number જોવાનો છે

બધા મોબાઇલમાં આ સ્ટેપ અલગ હોય છે.

જો તમને પોતાના ફોનનું મોડેલ જાણવામાં તકલીફ થતી હોય તો આ એપ “My Device Info – Hardware & Software” ડાઉનલોડ કરો અને તેમાં Model વાળા ઓપ્શનમાં જઈને ચેક કરો કે તમારા ફોનનું મોડેલ કયું છે.

હવે તમારું મોડેલ નામ અથવા મોડેલ નંબર જાણી લીધા બાદ તેને ગૂગલ પર લખો જેમ કે [“Model Name” ram]. મારા મોબાઇલનું મોડેલ નામ Vivo Y51 L છે તો હું આ સર્ચ કરીશ “vivo y51 l ram”

આ સર્ચ કર્યા બાદ તમે પહેલી, બીજી કે ત્રીજી અથવા 5મી વેબસાઇટ પર ક્લિક કરશો તો તમને ખબર પડી જશે કે તમારા ફોનમાં કેટલા જીબી રેમ છે. રેમની સાથે-સાથે તમારા ફોનની બધી જ ડીટેલ તમને જાણવા મળી જશે જેમ કે કેમરો, બેટરી, સ્ક્રીન ઇંચ વગેરે..

આશા છે કે હવે તમને ખબર પડી ગઈ હશે કે તમારા ફોનમાં કેટલા જીબી રેમ છે, તો તમારો કોઈ સવાલ હોય તો જરૂર જણાવજો અને તમને આ બંને રીત કેવી લાગી? તમારી કોઈ મુશ્કેલી હોય તો જરૂર જણાવજો જેથી અમે તમારી મદદ કરી શકીશું.