મિત્રો આજના સમયમાં પોર્ટેબલ ડિવાઇસ ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે તો આજે આપણે પોર્ટેબલ ડિવાઇસ વિશે વાત કરીશું કે આ પોર્ટેબલ ડિવાઇસ શું હોય છે? તો ચાલો જાણીએ Portable Device વિશે જાણકારી.
પોર્ટેબલ ડિવાઇસ એટલે શું?
પોર્ટેબલ ડિવાઇસ એટલે એક એવું ડિવાઇસ જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો, પોર્ટેબલ ડિવાઇસને તમે પોતાના હાથમાં પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પકડીને લઈ જઈ શકો.
પોર્ટેબલ ડિવાઇસનો ઉપયોગ તમે સરળતાથી કરી શકો છો કારણ કે તે બેટરીથી ચાલે છે એટલે તમારે તેને એક વખત ચાર્જિંગ કરવું પડે છે ત્યારબાદ તમે તેને કોઈ પણ જગ્યાએ વાપરી શકો છો, પછી જ્યારે તેની બેટરી પૂરી થઈ જાય છે એટલે ચાર્જિંગ પૂરું થઈ જાય તો તેને તમારે ફરી ચાર્જિંગ કરવું પડે છે.
છેલ્લા 15-20 વર્ષથી પોર્ટેબલ ડિવાઇસનું ચલણ વધ્યું છે તેને કારણે ડેસ્કટોપ કમ્પ્યુટર કરતાં લેપટોપ અને મોબાઇલનો ઉપયોગ કરવું લોકોને વધારે ગમે છે કારણ કે લેપટોપ અને મોબાઇલ બંને પોર્ટેબલ ડિવાઇસ છે જેને તમારે એક વખત ચાર્જિંગ કરવાનું હોય છે અને પછી હાથમાં લઈને તમે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો.
પોર્ટેબલ ડિવાઇસમાં પોર્ટેબલ હાર્ડ ડ્રાઇવ, પાવરબેન્ક, પેન ડ્રાઇવ વગેરે જેવા ડિવાઇસ પણ આવે છે.
તો મિત્રો આશા છે કે તમને આજે પોર્ટેબલ ડિવાઇસ વિશે સરળ ભાષામાં જાણકારી મળી હશે, તમારા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો જેથી તેમણે પણ કઈક નવું જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-