પ્રિન્ટર એટલે શું? – પ્રિન્ટર વિશે માહિતી

મિત્રો આજે આપણે એક એવા ડિવાઇસ વિશે વાત કરીશું જેના દ્વારા આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ સામગ્રીને પ્રિન્ટ કરીએ છીએ અને તે ડિવાઇસનું નામ છે પ્રિન્ટર (Printer)

આજે આપણે પ્રિન્ટર વિશે જાણીશું કે પ્રિન્ટર શું હોય છે? તેની શોધ કોણે કરી અને તેના ઉપયોગ વિશે માહિતી મેળવીશું.

પ્રિન્ટર વિશે જાણકારી

પ્રિન્ટર એટલે શું? – Printer in Gujarati

પ્રિન્ટર એક ઈલેક્ટ્રોનિક હાર્ડવેર આઉટપુટ ડિવાઇસ છે જે કમ્પ્યુટરમાં રહેલા ટેક્સ્ટ અને ગ્રાફિક્સ માહિતીને કાગળમાં છાપવાનું કામ કરે છે, આ એક એવું ડિવાઇસ છે જે કમ્પ્યુટરમાં રહેલી સોફ્ટકોપીને હાર્ડકોપીમાં ફેરવે છે.

કમ્પ્યુટરમાં તમે જે પણ લખો છો તેને તમે પ્રિન્ટરની મદદથી આઉટપુટના સ્વરૂપમાં પ્રિન્ટ કરી શકો છો.

કમ્પ્યુટરમાં સૌથી મહત્વનું આઉટપુટ ડિવાઇસ મોનિટર હોય છે જેમાં તમે આઉટપુટને સોફ્ટકોપી તરીકે જોઈ શકો છો પણ પ્રિન્ટર દ્વારા તમે કમ્પ્યુટરના આઉટપુટને હાર્ડકોપી તરીકે જોઈ શકો છો અને તે આઉટપુટને સ્પર્શ પણ કરી શકો છો.

પ્રિન્ટર દ્વારા દરરોજ અનેકો કામ થતાં હોય છે જેમ કે ફોર્મને પ્રિન્ટ કરવું, ટિકિટ પ્રિન્ટ કરવી, જાહેરાતો છાપવી, સમાચાર પેપરો વગેરે જેવા ઉપયોગ હોય છે.

કમ્પ્યુટરની સાથે પ્રિન્ટર તમને મોટા ભાગની બધી જ સારી સ્કૂલ અને કોલેજો અથવા સંસ્થાઓમાં જોવા મળી જશે કારણ કે દરરોજ ઘણા બધા ફોર્મ અથવા અમુક જરૂરી ડેટાને પ્રિન્ટ કરવા પ્રિન્ટરની જરૂર પડે છે.

પ્રિન્ટરની શોધ કોણે કરી?

સૌપ્રથમ મિકેનિકલ પ્રિન્ટરની ડિઝાઇન 19મી સદીમાં કમ્પ્યુટરના પિતા તરીકે જાણીતા ચાર્લ્સ બેબેજએ પોતાના “Difference Engine” માટે તૈયાર કરી હતી પણ 20મી સદી સુધી તે ડિઝાઇન પૂર્ણ ન થઈ હતી.

1968માં જાપાનની એક કંપની હતી જેનું નામ Epson છે, Epson એ સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક પ્રિન્ટર લોન્ચ કર્યું હતું જેનું નામ EP-101 હતું.

પ્રિન્ટરના ઉપયોગો

પ્રિન્ટરના નાના-નાના ઘણા બધા ઉપયોગ છે જેમ કે રિપોર્ટ બનાવવા, પુસ્તક માટે, પ્રોજેકટ બનાવવા વગેરે જેવા છે પણ અહી નીચે હું તમને મુખ્ય ઉપયોગોના નામો જણાવીશ.

જેમ કે…

  • વ્યક્તિગત ઉપયોગ
  • બિઝનેસ માટે
  • એજ્યુકેશન માટે
  • ગ્રાફિક ડિઝાઇન માટે
  • માર્કેટિંગ અને પ્રમોશન માટે
  • ઈવેન્ટ કે તહેવારો માટે

આવા ઘણા કામો માટે રોજબરોજ પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આશા છે કે આજની આ પોસ્ટ તમને ઉપયોગી થઈ હશે.

તમે આ પોસ્ટ પણ વાંચો:-