પ્રોજેક્ટર એટલે શું?

પ્રોજેક્ટર એક ઈલેક્ટ્રોનિક ડિવાઇસ હોય છે જેના દ્વારા કોઈ એક ફોટા અથવા વિડિયોને મોટા સફેદ પડદા ઉપર અથવા દીવાલ ઉપર બતાવવામાં આવે છે.

પ્રોજેક્ટરમાં લેન્સની મદદથી તે ફોટા કે વિડિયોને વધારે મોટું કરીને દર્શાવવામાં આવે છે.

પ્રોજેક્ટરનો ઉપયોગ શાળાઓમાં, ટ્યુશન ક્લાસરૂમ, કોન્ફરન્સ રૂમ, ઘરના થિયેટર વગેરેમાં થાય છે.

ઘણા પ્રોજેક્ટર એવા હોય છે જે પોર્ટેબલ હોય છે અને ઘણા એવા હોય છે જેને કોઈ એક જગ્યા ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવે છે.