પ્લેસ્ટોર પર ટેલિગ્રામ એપ 1 અબજ (1B+) વખત ડાઉનલોડ થઈ

પ્લેસ્ટોર પર ટેલિગ્રામ એપ 1 અબજ વખત ડાઉનલોડ થઈ

મિત્રો ટેલિગ્રામ એક મેસેંજિંગ એપ છે જે વોટ્સએપની જેમ જ કાર્ય કરે છે પણ વોટ્સએપથી પણ વધારે હટકે ફીચર્સ આ એપમાં આપણને જોવા મળે છે.

ટેલિગ્રામ એપ કોઈ માટે એક મોટી લાઈબ્રેરી છે અને કોઈ માટે અન્ય મટિરિયલનો ખજાનો છે કારણ કે અહી ભણવા, મનોરંજન અને અન્ય ઘણી વસ્તુનું મટિરિયલ તમને જોવા મળે છે.

2021ની શરૂઆતમાં વોટ્સએપની સામે ગોપનીયતાની નવી નીતિ માટે અવાજ ઉઠ્યા હતા અને વોટ્સએપની તે સમસ્યાને કારણે લોકો 2021ની શરૂઆતમાં ટેલિગ્રામ અને સિગ્નલ એપનો ખૂબ જ જોર-શોરથી ઉપયોગ કરવા માંડ્યા હતા.

આ કારણે 2021ની શરૂઆતમાં ટેલિગ્રામ એપના 500 મિલ્યન યુઝર થઈ ગયા હતા.

તમને ખબર હશે કે આ મહિનામાં ફેસબુક અને તેની સાથેના બધા પ્લૅટફૉર્મ જેમ કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ખૂબ લાંબા માટે બંધ રહ્યા હતા અને તેને કારણે ઘણા યુઝર હેરાન થઈ ગયા હતા.

આ સમસ્યાને કારણે લોકોને સમજણ પડી કે કોઈ એક જ પ્લૅટફૉર્મ પર નિર્ભર રહેવું ન જોઈએ અને વોટ્સએપના યુઝર ટેલિગ્રામ તરફ વળી રહ્યા હતા.

આ કારણને લીધે ગૂગલ પ્લેસ્ટોર પર હમણાં જ ટેલિગ્રામ એપ 1 બિલ્યન (અબજ) થી પણ વધારે વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.

ટેલિગ્રામના CEO એ નવા 70 મિલ્યન યુઝરનું સ્વાગત કર્યું
Image Source

ટેલિગ્રામના સી.ઇ.ઓ. Pavel Durov એ પણ જણાવ્યુ કે “અમે 70 મિલ્યન નવા યુઝરનું સ્વાગત કરીએ છીએ.

હવે ગૂગલ પ્લેસ્ટોર પર તો આપણને દેખાય છે કે ટેલિગ્રામ 1 બિલ્યન વખત ડાઉનલોડ થઈ છે પણ તેનો અર્થ એ નથી કે ટેલિગ્રામના યુઝર પણ 1 બિલ્યન હશે અથવા રોજીંદી રીતે 1 બિલ્યન લોકો ટેલિગ્રામનો ઉપયોગ રોજ કરે છે.

ગૂગલ પ્લેસ્ટોર પર એપ કેટલી વખત ડાઉનલોડ થઈ એ બતાવે છે, તેમાં એવું નથી બતાવતા કે તે એપના કેટલા યુઝર છે.

આશા છે કે તમને આના વિશે બરાબર રીતે સમજણ પડી હશે, તમારા મિત્રોને પણ જણાવી દો કે ટેલિગ્રામ એપ ગૂગલ પ્લેસ્ટોર પર 1 બિલ્યન વખત ડાઉનલોડ થઈ છે અને આ માહિતી શેર કરજો.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

ટેલિગ્રામને લગતી અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-