ફાયરફોક્સ બ્રાઉઝર વિશે રસપ્રદ જાણકારી

ફાયરફોક્સ (Firefox) એક ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર છે જે આપણને વેબ બ્રાઉઝિંગ કરવામાં ખૂબ જ મદદ કરે છે. ઇન્ટરનેટ પર જેટલી પણ વેબસાઇટ છે તેને આપણે એક વેબ બ્રાઉઝરની મદદથી ખોલીએ છીએ.

જેમ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે ફાયરફોક્સ એક વેબ બ્રાઉઝર છે. ફાયરફોક્સ વેબ બ્રાઉઝરની શરૂઆત 2002માં થઈ હતી.

આજે આપણે આ ફાયરફોક્સ બ્રાઉઝર વિશે એવી રસપ્રદ જાણકારી અને સરસ મજાની માહિતી જાણીશું જે તમારા માટે કઈક નવું હશે.

ફાયરફોક્સ બ્રાઉઝર વિશે રસપ્રદ જાણકારી

ફાયરફોક્સ બ્રાઉઝર વિશે અવનવા તથ્યો

 • ફાયરફોક્સ એક માત્ર એવું વેબ બ્રાઉઝર છે જેને બિન નફાકારક સંસ્થા Mozilla દ્વારા બનાવવામાં આવ્યું છે.
 • ફાયરફોક્સ બ્રાઉઝર વેબ પેજને બતાવવા માટે Gecko rendering engine નો ઉપયોગ કરે છે.
 • ફાયરફોક્સ એવું પ્રથમ વેબ બ્રાઉઝર હતું જેને પોતાના બ્રાઉઝરમાં Add-ons પ્રસ્તુત કર્યા હતા જેનાથી તમે તમારા ફાયરફોક્સ બ્રાઉઝરમાં નવા-નવા ફીચર્સ, વિવિધતા અને નવી સુવિધાઓ ઉમેરી શકો છો.
 • ફાયરફોક્સમાં જ્યારથી Add-ons ની સુવિધા ઉપલબ્ધ થઈ ત્યારથી તે 4 અબજ વખત ડાઉનલોડ થઈ ચૂક્યા છે.
 • ફાયરફોક્સનું ડેવલોપર એડિશન એવું પ્રથમ બ્રાઉઝર છે જે માત્ર ડેવલોપર માટે જ બનાવવામાં આવ્યું છે.
 • ફાયરફોક્સ બ્રાઉઝર માત્ર Windows, Mac અને Linux માટે નથી ઉપલબ્ધ પણ તે Android અને iOS માટે પણ ઉપલબ્ધ છે.
 • ફાયરફોક્સ બ્રાઉઝર WebGL દ્વારા ડેસ્કટોપ અને મોબાઇલમાં બ્રાઉઝરની અંદર 3D ગેમિંગ લાવનાર પ્રથમ બ્રાઉઝર હતું. આ ટેક્નોલોજી અત્યારે મોટા ભાગના વેબ બ્રાઉઝરએ અપનાવી છે.
 • ખાનગી બ્રાઉઝિંગ માટે જાણીતું Tor બ્રાઉઝરને ફાયરફોક્સના કોરમાથી બનાવવામાં આવ્યું છે.
 • ફાયરફોક્સ બ્રાઉઝરમાં પોતાની પ્રાઇવસી છુપાવવા માટે ઘણા એવા ફીચર્સ છે જે યુઝર માટે ફાયદાકારક હોય છે.
 • ફાયરફોક્સ એવું પ્રથમ વેબ બ્રાઉઝર છે જેને એડ બ્લોકર ફીચર લાવ્યું હતું.
 • ફાયરફોક્સ એ માત્ર એક વેબ બ્રાઉઝર નથી પણ તેમને પોતાનું Firefox OS મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ પણ બનાવ્યું હતું પણ તે નિષ્ફળ થયું હતું.
 • ફાયરફોક્સ બ્રાઉઝરનું નામ લોકપ્રિય વેબ બ્રાઉઝરની શ્રેણીમાં આવે છે.

મિત્રો આશા છે કે તમને Firefox બ્રાઉઝર વિશે ઘણી રસપ્રદ જાણકારી જાણવા મળી હશે, આ માહિતીને જરૂર પોતાના મિત્રો સાથે શેયર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-