ફાયરફોક્સ શું છે? | Firefox બ્રાઉઝર વિશે માહિતી.!!

જાણો ફાયરફોક્સ વિશે

ફાયરફોક્સ શું છે?

ફાયરફોક્સ (Firefox) એક વેબ બ્રાઉઝર છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ પર આવેલી અલગ-અલગ વેબસાઇટને ખોલવા માટે થાય છે. જે રીતે ગૂગલ ક્રોમ, માઇક્રોસોફ્ટ એજ જેવા વેબ બ્રાઉઝર છે તે જ રીતે ફાયરફોક્સ પણ એક પ્રાઈવસી માટે વખણાતું વેબ બ્રાઉઝર છે.

ફાયરફોક્સ બ્રાઉઝરને મોઝિલા ફાઉંડેશન (Mozilla Foundation) અને તેની પેટાકંપની મોઝિલા કોર્પોરેશન (Mozilla Corporation) દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ એક ફ્રી અને ઓપન-સોર્સ વેબ બ્રાઉઝર છે જે પોતાનું જ એક Gecko નામનું રેંડરિંગ એંજિન (Gecko Rendering Engine) નો ઉપયોગ વેબ પેજને બતાવવા માટે કરે છે.

ફાયરફોક્સની શરૂઆત કોણે અને ક્યારે થઈ હતી?

ફાયરફોક્સ બ્રાઉઝરનું “વર્ઝન 1.0” નવેમ્બર 9, 2004માં લોન્ચ થયું હતું અને ત્યારથી આજ સુધી ફાયરફોક્સ બ્રાઉઝર ઘણું અપડેટ થયું છે. અત્યારે ફાયરફોક્સનું “વર્ઝન 107.0” ચાલી રહ્યું છે. ફાયરફોક્સની શરૂઆત મોઝિલા ફાઉંડેશન દ્વારા કરવામાં આવી હતી.

ફાયરફોક્સ કયા-કયા ઓપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે?

ફાયરફોક્સ બ્રાઉઝર વિન્ડોઝ, macOS અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે.

ફાયરફોક્સના માલિક કોણ છે?

ફાયરફોક્સ બ્રાઉઝરને મોઝિલા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે અને પૂરું મોઝિલા કોર્પોરેશન એક નોન-પ્રોફિટ સંસ્થા મોઝિલા ફાઉંડેશનની એક પેટાકંપની (Subsidiary) છે.

શું ફાયરફોક્સનો ઉપયોગ મફતમાં થઈ શકે છે?

હા, ફાયરફોક્સ એક મફત અને ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે.

ફાયરફોક્સના ટોપ ફીચર્સ

  • ફાયરફોક્સ બ્રાઉઝર ખૂબ જ ઝડપી છે અને તમારા કમ્પ્યુટરની મેમરી પણ ઓછી ઉપયોગ કરે છે જેનાથી તમે ઝડપી રીતે એક-સાથે તમારા કમ્પ્યુટરમાં વધારે પ્રોગ્રામ ચલાવી શકો.
  • ફાયરફોક્સમાં જો તમને વધારાની સુવિધાઓ જોઈએ તો તમને ઘણા બધા ફાયરફોક્સ એક્સટેન્શન જોવા મળે છે જેના દ્વારા તમારું કામ સરળ થઈ જાય છે.
  • તમને એક પ્રાઇવેટ બ્રાઉઝર પણ જોવા મળે છે જેમાં તમારી કોઈ પણ માહિતી સેવ નથી થતી.
  • ફાયરફોક્સ ઓટોમેટિક ઇન્ટરનેટ પરના 2000 થી વધારેના જાહેરાત ટ્રેકરને બ્લોક કરી દેશે જે તમને ઇન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરતી વખતે જાહેરાતો બતાવવા માટે ટ્રેક કરતાં હોય છે.
  • તમને ફાયરફોક્સમાં પાસવર્ડ મેનેજર પણ મળે છે જેમાં તમે પાસવર્ડને મેનેજ કરી શકો છો.
  • તમે તમારા ફાયરફોક્સ બ્રાઉઝરને કસ્ટમાઇઝ પણ સરળતાથી કરી શકો છો.
  • તમે તમારા ફાયરફોક્સને બ્રાઉઝરને અલગ-અલગ ડિવાઇસમાં સિંક (Sync) કરી શકો છો.
  • તમને બૂકમાર્કિંગનું પણ ફીચર આપવામાં આવે છે.
  • ફાયરફોક્સ ફિંગરપ્રિન્ટર ટ્રેકિંગને પણ બ્લોક કરે છે.
  • ફાયરફોક્સમાં તમે 100થી વધારે ભાષાઓમાં અનુવાદ (Translate) પણ કરી શકો છો.
  • તમને ફાયરફોક્સમાં પિક્ચર-ઇન-પિક્ચર ફીચર પણ આપવામાં આવે છે જેના દ્વારા તમે વિડિયોને બૅકગ્રાઉન્ડમાં નાના આકારમાં બ્રાઉઝિંગ કરતી વખતે ચલાવી શકો છો.

શું ફાયરફોક્સ સુરક્ષિત વેબ બ્રાઉઝર છે?

હા, ફાયરફોક્સ સુરક્ષિત છે કારણ કે તેઓ તમને કોઈ પણ જાહેરાતો પણ નથી બતાવતા અને તમારો ડેટા સુરક્ષિત રાખે છે. તેઓ તમારો ડેટા કોઈ જાહેરાતકર્તા (Advertisers) ને પણ નથી વેચતા.

આ બ્રાઉઝર એક બિન-નફાકારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે જેનો ઉદેશ્ય લોકોને એક સારો અને સુરક્ષિત બ્રાઉઝિંગ અનુભવ આપવાનો છે.

દુનિયામાં ફાયરફોક્સનો ઉપયોગ કેટલા લોકો કરે છે?

પૂરી દુનિયામાં ફાયરફોક્સનો ઉપયોગ દર મહિને 20 કરોડથી વધારે જેટલા લોકો કરે છે અને ભારતમાં તે આંકડો 1 કરોડ જેટલો છે. (Source)

શું ફાયરફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ મોબાઇલમાં થઈ શકે છે?

હા, તમે ફાયરફોક્સ બ્રાઉઝરને પોતાના Android સ્માર્ટફોન માટે ગૂગલ પ્લે દ્વારા અને iOS માટે એપસ્ટોર દ્વારા ઇન્સ્ટોલ કરી શકો છો.

આ લિન્ક દ્વારા તમે ફાયરફોક્સને સ્માર્ટફોન માટે ડાઉનલોડ કરી શકો છો: https://www.mozilla.org/en-US/firefox/browsers/mobile/

મિત્રો આશા છે કે આજે તમને આ ફાયરફોક્સ વેબ બ્રાઉઝર વિશે ઘણી જાણવા જેવી જાણકારી મળી હશે.

અમારી અન્ય પોસ્ટ: