મિત્રો, આજની પોસ્ટમાં આપણે જાણીશું કે ફેસબુકમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય? (How To Enable Facebook Dark Mode in Gujarati?) ફેસબુકમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત વિશે આપણે વાત કરીશું અને તમને સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રીનશોટ સાથે સમજાવીશું.
જ્યારે તમે ફેસબુકને મોડી રાત સુધી વાપર્યા કરો છો ત્યારે તમારી આંખને વધારે નુકસાન પહોચે છે અને એક ધાર્યું ફેસબુક પર ફોટા કે વિડિયો જોવાથી તમારી આંખમાં દુખાવો થાય છે. તેને કારણે ફેસબુક કંપનીએ તમને ફેસબુકમાં ડાર્ક મોડ (Dark Mode) ફીચર આપેલું છે.
તમે જોયું હશે કે ફેસબુક એપ જ્યારે આપણે ખોલીએ છે ત્યારે તમને સફેદ કલરનું ઇન્ટરફેસ દેખાય છે પણ જ્યારે તમે ફેસબુકમાં ડાર્ક મોડ ફીચરને ચાલુ કરશો તો તમારું ફેસબુકનું વાતાવરણ કાળા કલરનું થઈ જશે, એટ્લે તમારી ફેસબુકની થીમ કાળા કલરની થઈ જશે.
ડાર્ક મોડ ચાલુ કરીને ફેસબુક વાપરશો તો આંખને નુકસાન ઓછું થશે અને તેની સાથે મોબાઇલની બેટરી પણ બચશે.
જો તમે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં ફેસબુક વાપરો છો અને Android ફોનમાં ફેસબુક વાપરો છો તો તમને અહી સ્ક્રીનશોટ પ્રમાણે બતાવવામાં આવશે કે ફેસબુકમાં ડાર્ક મોડ કઈ રીતે ચાલુ કરાય.
Android ફોનમાં ફેસબુક પર ડાર્કમોડ ચાલુ કરવાની રીત:-
ફેસબુકના વધારે યુઝર Android ફોન પર જ ફેસબુક એપને વાપરે છે. Android ફોનમાં ફેસબુક એપ વાપરવું ખૂબ સહેલું પડે છે. તમારે ખાલી આ ફેસબુક એપને અપડેટ કરી લેવાનું છે. (ફેસબુક એપ ડાઉનલોડ કરો)
- સૌથી પહેલા ફેસબુક એપ ખોલો અને તેમાં ખૂણામાં જમણી બાજુ ઉપર 3 આડી લીટી પર ક્લિક કરો.
- હવે સ્ક્રીનને આંગળી વળે નીચેથી ઉપર ખસેડો અને Setting & Privacy પર ક્લિક કરો.
- હવે તમે Dark Mode પર ક્લિક કરો.
- Dark Mode પર ક્લિક કર્યા બાદ, હવે તેને On પર સિલેક્ટ કરો અને હવે તમારું ડાર્ક મોડ ચાલુ થઈ જશે.
- હવે તમે ફેસબુક એપને વાપરો અને તમારી સ્ક્રીન કાળી થઈ ગઈ હશે.
જો તમને ફેસબુક એપમાં ડાર્ક મોડ ચાલુ કરતી વખતે કોઈ મુશ્કેલી હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.
જો હવે તમારી ફેસબુક એપમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવતી હોય તો તમે ફેસબુકમાં ફીડબેક આપી શકો છો, તમે એપને અપડેટ પણ કર્યા કરો જેથી તમારી કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ દૂર થઈ જશે.
આ પણ વાંચો:- ઇન્સ્ટાગ્રામમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?
કમ્પ્યુટરમાં ફેસબુક પર ડાર્કમોડ ચાલુ કરવાની રીત:-
જ્યારે તમે કમ્પ્યુટરમાં ફેસબુક વાપરતા હશો તો તેમાં તમે કોઈના કોઈ બ્રાઉઝરમાં જ facebook.com પર જઈને ફેસબુક વાપરતા હશો. તમારી માટે આગળના પગલાં ખૂબ સહેલા છે. આ સ્ટેપ પૂરા કરશો એટલે કમ્પ્યુટરમાં જ ફેસબુકમાં ડાર્ક મોડ ચાલુ થઈ જશે.
- સૌથી પહેલા તમે કમ્પ્યુટરના કોઈ પણ બ્રાઉઝરમાં જઈને www.facebook.com વેબસાઇટ પર પહોચી જાવો.
- ફેસબુકની વેબસાઇટમાં જમણી બાજુ ખૂણામાં ઉપર એક Account માટેનું બટન દેખાશે, તો તેની ઉપર ક્લિક કરવું.
- હવે તમારે Display Preferences પર ક્લિક કરવાનું છે.
- હવે તમારે Dark Mode વાળા ઓપ્શનમાં On બટન દબાવવાનું છે.
- હવે કમ્પ્યુટરના ફેસબુકમાં પણ ડાર્ક મોડ ચાલુ થઈ જશે.
આશા છે કે તમને આ પોસ્ટ દ્વારા મદદ થઈ હશે. જો તમને ફેસબુકમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત ખબર પડી ગઈ હોય તો તમે પોસ્ટને શેર કરી શકો છો. અમારી નવી પોસ્ટ વાંચી શકો છો.આ પણ વાંચો:- યૂટ્યૂબમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવું?