ફેસબુક કેવી રીતે ડાઉનલોડ કરવું? (ફેસબુક ડાઉનલોડ)

મિત્રો આજના સમયમાં ફેસબુક ખૂબ મોટું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે. ફેસબુક પર લોકો અકાઉંટ બનાવે છે અને એક બીજા સાથે લોકો જોડાય છે. ફેસબુક પર લોકો પોતાની ખુશી શેર કરતાં હોય છે.

ઘણા લોકો સર્ચ કરતાં હોય છે કે ફેસબુક ડાઉનલોડ ક્યાથી કરવું? કે ફેસબુક કેવી રીતે ડાઉનલોડ કરવું? તો હું તમને એનો સીધો જ રસ્તો બતાવવાનો છુ.

ફેસબુક ડાઉનલોડ કરવું ખૂબ સહેલું છે. ચાલો હું તમને રીત બતાવું છુ કે તમે ફેસબુક કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો.

ફેસબુક કેવી રીતે ડાઉનલોડ કરવું?

જો તમારે Android મોબાઇલ માટે ફેસબુક ડાઉનલોડ કરવું હોય કે Ios કે કમ્પ્યુટર માટે, હું તમને બધી જ રીત બતાવીશ જેથી તમે તમારા ડિવાઇસમાં ફેસબુક ડાઉનલોડ કરી શકો છો.

ફેસબુક ડાઉનલોડ કરવાની રીત:-

Android માટે ફેસબુક:-

જો તમારી પાસે Android મોબાઇલ હોય તો તમારા મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર હશે અને તમે ત્યાથી સહેલાઇથી ફેસબુક ડાઉનલોડ કરી શકશો.

જો તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ફેસબુક ન ડાઉનલોડ કરવું હોય તો તમે અહી ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

હું તમને સલાહ આપું છુ કે તમે ફેસબુક ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરો કારણ કે થર્ડ પાટી જગ્યાથી એપ ડાઉનલોડ કરવાથી મોબાઇલમાં વાઇરસ આવી શકે છે.

Ios માટે ફેસબુક:-

જો તમારી પાસે આઇફોન છે તો તમે આઇફોનના એપસ્ટોર પરથી ફેસબુક એપને ડાઉનલોડ કરી શકો છે. ત્યાં તમને વાઇરસ વગરની એપ મળે છે.

કમ્પ્યુટર માટે ફેસબુક:-

જો તમારી પાસે કમ્પ્યુટર કે લેપટોપ છે તો તમારે એમાં ફેસબુક ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમે કમ્પ્યુટરના કોઈ પણ બ્રાઉજરમાં ફેસબુક વાપરી શકો છો.

તમારે ખાલી facebook.com URL માં લખવાનું છે અને તમારે તેમાં પોતાનું અકાઉંટ બનાવીને કે તમારું જૂનું અકાઉંટ સાઇન ઇન કરીને ફેસબુક વાપરી શકાય છે.

તમે ફેસબુકને ગૂગલ પ્લેસ્ટોર કે એપસ્ટોર સિવાય બીજી કોઈ પણ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરશો નહીં કારણ કે બીજી વેબસાઇટ પર ફેસબુક એપમાં વાઇરસ પણ હોય શકે છે અને તેમાં તમારો મોબાઇલ ફોન બગડી શકે છે.

હવે જો તમે ફેસબુક ડાઉનલોડ કરી દીધું હોય તો તમે તેમાં અકાઉંટ બનાવીને કે તમારું જૂનું અકાઉંટ લૉગ ઇન કરીને વાપરી શકો છો.

હું તમને આવતી પોસ્ટમાં ફેસબુક આઈડી બનાવવાની રીત જરૂર બતાવીશ. જેથી તમે ફેસબુકને આરામથી વાપરી શકો છો.