ફેસબુક શું છે? ફેસબુકનો ઇતિહાસ વગેરે જાણો

જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો ફેસબુક નામ સૌથી પહેલા મગજમાં આવે છે કારણ કે અત્યારના સમયમાં ફેસબુક ખૂબ જ વિશાળ અને મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે જેની પાસે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પણ છે.

ફેસબુકની લોકપ્રિયતાનો અંદાજો આપણે તેના યુઝરના આકડા જોઈને જ લગાવી શકીએ છીએ, આજે આપણે આ ફેસબુક વિશે જ વાત કરવાના છીએ કે આ ફેસબુક શું છે? ફેસબુકનો ઇતિહાસ શું છે? ફેસબુક વિશે ઘણી બધી જાણકારી તમને જાણવા મળશે.

ફેસબુક શું છે? – What is Facebook in Gujarati?

ફેસબુક એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જ્યાં ઇન્ટરનેટ યુઝર પોતાનું અકાઉંટ અથવા પ્રોફાઇલ બનાવી શકે છે અને તે પ્રોફાઇલમાં પોતાનો ફોટો, કવર ફોટો, પરિચય વગેરે ઉમેરી શકે છે અને વિડિયો પણ અપલોડ કરી શકે છે. ફેસબુકમાં લોકો એક બીજાના Friend એટલે મિત્ર બનીને જોડાઈ શકે છે અને એક બીજાના ફોટાને લાઈક પણ કરી શકે છે.

ફેસબુક એક સોશિયલ નેટવર્કિંગ સર્વિસ છે જેના મહિનાના 2.8 બિલ્યનથી પણ વધારે એક્ટિવ યુઝર છે.  ફેસબુક પર યુઝર ફોટા અને વિડિયો પણ શેર કરી શકે છે અને તે વિડિયો તેમના Friends ની ફીડમાં જાય છે અને તેઓ તે ફોટા કે વિડિયોને પસંદ કરે તો યુઝરને તેની જાણ થાય છે કે કોને તેના ફોટા કે વિડિયોને પસંદ કર્યું.

ફેસબુકને તમે તમારા ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ અને ટેબલેટ જેવા વગેરે ડિવાઇસમાં વાપરી શકો છો. પોતાના મિત્રો સાથે અને સગા સબંધીઓ સાથે ઓનલાઇન જોડાવા માટે ફેસબુક ખૂબ જ ઉપયોગી પ્લેટફોર્મ છે. ફેસબુકમાં તમે સ્ટોરી પણ પોસ્ટ કરી શકો છો જે 24 કલાક માટે ઉપલબ્ધ રહે છે અને પછી તે ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે.

ફેસબુકનો ઇતિહાસ – History of Facebook in Gujarati

જે સમયે ઇન્ટરનેટ ખૂજ ઝડપથી પૂરી દુનિયામાં ફેલાતું હતું અને તે સમય એક જ મુખ્ય સમસ્યા હતી કે ઇન્ટરનેટ પર લોકો એક સાથે કેવી રીતે જોડાઈ શકે? ઇન્ટરનેટ પર કોને કેવી રીતે ઓળખવા એ ખૂબ જ મોટી સમસ્યા હતી અને તે વખતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલા વિકસિત પણ ન હતા.

ફેસબુકની શરૂઆત

ફેસબુકની શરૂઆત 2004માં Mark Zuckerberg (માર્ક ઝકરબર્ગ) દ્વારા હાર્વર્ડ કોલેજમાં તેના મિત્રો સાથે થઈ હતી જેમાં Eduardo Saverin, Andrew McCollum, Dustin Moskovitz અને Chris Hughes સાથે હતા.

શરૂઆતમાં ફેસબુકનું નામ ધ ફેસબુક (Thefacebook) હતું પણ પછી 2005માં તેનું નામ ખાલી ફેસબુક (facebook) રાખવામાં આવ્યું.

શરૂઆતમાં માર્ક ઝકરબર્ગએ 2003માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફેશમેશ (Facemash) નામની વેબસાઇટ બનાવી હતી જેમાં 2 વ્યક્તિઓની તુલના કરવામાં આવી હતી કે કયો વ્યક્તિ Hot (હોટ) અને કયો વ્યક્તિ Not (નોટ) છે, આમાં જેટલા લોકોની તુલના કરવામાં આવી હતી તેનો ડેટા હાર્વર્ડ કોલેજમાથી જ લેવામાં આવ્યો હતો તેના લીધે આ સાઇટને બંધ કરવામાં આવી હતી કારણ કે અહી કોઈ પરવાનગી લેવામાં ન આવી હતી.

એક તથ્ય તો જાણવા જેવુ છે કે ફેશમેશ સાઇટમાં પહેલા જ 4 કલાકમાં 450 મુલાકાતીઓ (Visitor) અને 22,000 જેટલા ફોટા દ્રશ્યો (VIews) થઈ ગયા હતા.

પછી માર્ક ઝકરબર્ગએ તેના કોલેજમાં અમુક સાહેબો સાથે વાત કરી હતી કે આપડે કોલેજના વિધ્યાર્થીઓ માટે એવું પ્લેટફોર્મ બનાવવું જોઈએ જેનાથી લોકો એક બીજાને ઓળખી શકે પણ તે સાહેબોએ કહ્યું હતું કે આવું પ્લેટફોર્મ અમે બનાવી રહ્યા છે જેને હજુ વર્ષ લાગી શકે છે પણ માર્ક ઝકરબર્ગએ થોડા જ અઠવાડિયામાં આવું પ્લેટફોર્મ તૈયાર કરી દીધું હતું જે હાર્વર્ડ કોલેજના વિધ્યાર્થીઓ માટે હતું.

પછી 2006માં માર્ક ઝકરબર્ગએ ફેસબુકને બધા જ લોકો માટે ખોલી દીધું અને જેમની ઉંમર 13 વર્ષથી ઉપર છે તેઓ ફેસબુક પર અકાઉંટ બનાવીને તેને વાપરી શકે છે.

આવી રીતે ફેસબુકનો વિકાસ થતો જ રહ્યો અને ફેસબુકએ 2012માં ઇન્સ્ટાગ્રામને પણ ખરીદી લીધું હતું અને તે 1 બિલ્યન ડોલરમાં હતું પછી 2014માં ફેસબુકએ વોટ્સએપને 19 બિલ્યન ડોલરમાં ખરીદી લીધું હતું. અત્યારે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પણ ખૂબ જ મોટા પ્લેટફોર્મ બની ગયા છે.

ફેસબુકના ટોપ ફીચર્સ

ફેસબુકના ફીચર્સની વાત કરીએ તો ફેસબુકમાં તમને ઘણા બધા ફીચર્સ મળે છે જેને આપણે નીચે જાણીશું.

  • ફેસબુકમાં તમને Watch (વોચ) ફીચર મળે છે જેના દ્વારા તમે વિડિયો જોઈ શકો છો અને આ ફીચર સ્પેશલ વિડિયો માટે જ આપવામાં આવેલું છે.
  • ફેસબુકમાં તમે કોઈના પણ ફોટા કે વિડિયોને લાઈક બટન દ્વારા પસંદ કરી શકો છો.
  • ફેસબુકમાં તમને ગ્રુપ પણ જોવા મળે છે જેમાં તમે પોતાના રસ પ્રમાણેના ગ્રુપમાં જોડાઈ શકો છો.
  • ફેસબુકમાં તમને અલગ-અલગ ગેમ પણ રમવા મળે છે જેનો તમે આનંદ ઉઠાવી શકો છો.
  • ફેસબુકમાં તમે પોતાના મનપસંદ લોકોના પેજ પણ ફોલો કરી શકો છો જેથી તેમની પોસ્ટ તમારા ફીડમાં આવશે અને તમે તેમની સાથે જોડાઈ રહેશો.
  • તમે તમારા મિત્રોના ફોટો કે વિડિયોને તમારી પ્રોફાઇલ કે તમારા ગ્રુપમાં શેર કરી શકો છો.
  • ફેસબુકમાં તમે તમારા મિત્રોની સ્ટોરી પણ જોઈ શકો છો અને તમે તમારી સ્ટોરી પણ અપલોડ કરી શકો છો જે 24 કલાક માટે ઉપલબ્ધ રહે છે.
  • તમે કોઈ ઈવેન્ટ પણ ફેસબુકમાં બનાવી શકો છો જેનું ફીચર તમને આપવામાં આવે છે.
  • જો તમારો કોઈ ધંધો છે તો તમે ફેસબુક પર પોતાની જાહેરાતો પણ ઓછા ખર્ચામાં ચલાવી શકો છો.
  • તમે ફેસબુક પર રૂમ પણ બનાવી શકો છો જેમાં તમારા મિત્રો કે સગા-સબંધીઓને આમંત્રણ આપી શકો છો.

ફેસબુકની અસર

ફેસબુકની અસર દુનિયા પર જોવા જઈએ તો ખૂબ મોટી છે કારણ કે પૂરા ઇન્ટરનેટના અડધા કે તેનાથી પણ વધારે યુઝર ફેસબુક અને તેની સાથે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરે છે. ફેસબુકને લીધે દુનિયા વધારે નજીક આવી છે.

અત્યારે તમને ભાગ્યે કોઈ એવો ઇન્ટરનેટ યુઝર જોવા મળશે કે જેને ફેસબુકનું નામ ન સાંભળ્યુ હોય કારણ કે ફેસબુક ખૂબ પહેલાથી જ લોકપ્રિય છે અને જે લોકો ખૂબ પહેલાથી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તો તેમણે બધાએ જ ફેસબુકનો ઉપયોગ કર્યો હશે અને અત્યારે ઇન્સ્ટાગ્રામ તેની પછી ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.

ફેસબૂકને લીધે દુનિયા વધારે નજીક આવી છે. માર્ક ઝકરબર્ગ અત્યારે સૌથી યુવા અબજોપતિ છે જેમની ઉંમર અત્યારે 37 વર્ષ છે.

તો આશા છે કે મિત્રો તમને ફેસબુક વિશે આજે ઘણું જાણવા મળ્યું હશે, ફેસબુક વિશે તમારો વિચાર જરૂર જણાવજો, તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી બધાને આજે કઈક નવું જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-