ફ્લેશ રિમાઇંડર (Flash Reminder) એટલે શું?

મિત્રો તમે તમારા સ્માર્ટફોનના સેટિંગમાં જરૂર એક ફ્લેશ રિમાઇંડર (Flash Reminder) નામનો ઓપ્શન જોયો હશે, આજે આપણે જાણીશું કે આ ઓપ્શન શું હોય છે અને શેના માટે ઉપયોગી છે તો ચાલો જાણીએ.

ફ્લેશ રિમાઇંડર (Flash Reminder) એટલે શું?

ફ્લેશ રિમાઇંડર એટલે શું? – What is Flash Reminder?

અહી “ફ્લેશ રિમાઇંડર” માં “ફ્લેશ” એટલે તમારા સ્માર્ટફોનની પાછળની બાજુ આવેલી ફ્લેશ લાઇટ અને “રિમાઇંડર” એટલે યાદ કરાવવું.

“ફ્લેશ રિમાઇંડર” નો પૂરો અર્થ ફ્લેશ લાઇટ દ્વારા તમને યાદ કરાવવું.

આ તમારા સ્માર્ટફોનમાં આ એક ફીચર હોય છે, જો આ ફીચર ચાલુ કરશો તો તમને જ્યારે કોઈ નોટિફિકેશન અથવા સામેથી કોલ આવશે (Incoming Call) ત્યારે અવાજ સાથે તમારા સ્માર્ટફોનની ફ્લેશ લાઇટ પણ ઝબકશે.

આનાથી તમને ખબર પડી જશે કે કોઈ નોટિફિકેશન અથવા કોલ આવ્યો છે.

સ્માર્ટફોનમાં ફ્લેશ રિમાઇંડર ચાલુ કરવાના ફાયદા – Benefits of Flash Reminder

  • જો તમારો સ્માર્ટફોન અંધારામાં નીચે રોડ પર પડી ગયો હોય તો તેમાં કોલ કરવાથી તે ફોન દૂરથી પણ દેખાઈ શકે છે કારણ કે તેની પાછળની ફ્લેશ લાઇટ જલ્દી ઝબકતી હોય છે.
  • જો તમે ખિસ્સામાં ફોન મૂક્યો હોય અને ફોન સાઈલેંટમાં હોય તો ફ્લેશ લાઇટ ચાલુ – બંધ થતી દેખાવાથી તમને ખબર પડી જશે કે ફોનમાં કોલ આવે છે.
  • જો તમે ઇચ્છતા હોય કે લોકોની નજર તમારા પર આવે અથવા તમારા સ્માર્ટફોન પર નજર આવે તો તમે આ ઓપ્શનને ચાલુ કરી શકો છો જેથી જ્યારે કોલ આવશે ત્યારે ફ્લેશ લાઇટ જલ્દી ઝબકશે અને લોકો તમારા તરફ આકર્ષિત પણ થઈ શકશે.

મિત્રો આ હતા ફાયદા, આ ફીચરને તમે તમારા સ્માર્ટફોનના સેટિંગમાં જઈને અથવા કોઈ એવી મોબાઇલ એપ ડાઉનલોડ કરીને ફીચરનો ઉપયોગ સરળતાથી ચાલુ કરી શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: