બ્રાન્ડ એડવોકેટ એટલે શું?

બ્રાન્ડ એડવોકેટ એટલે શું?

બ્રાન્ડ એડવોકેટ એટલે એવા લોકો જે કોઈ બ્રાન્ડનું પ્રમોશન અથવા માર્કેટિંગ કોઈ પણ પૈસા લીધા વગર અથવા કહ્યા વગર કરે છે.

બ્રાન્ડ એડવોકેટ કોઈ કંપનીના ગ્રાહકો પણ હોય શકે છે જેમને તે કંપનીનું પ્રોડક્ટ અથવા કોઈ સર્વિસ ગમી હોય તો તેઓ તે પ્રોડક્ટ કે સર્વિસના અનુભવને બીજા સાથે શેર કરે અને બીજા લોકો પણ તે જ કંપની પાસેથી પ્રોડક્ટ અને સર્વિસ ખરીદતા થઈ જાય છે.

ઉદાહરણ તરીકે આજના સમયમાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર જ અલગ-અલગ બ્રાન્ડના પ્રોડક્ટ કે સર્વિસ વિશે ચર્ચાઓ કરતાં હોય છે.

જે લોકોને સારો અનુભવ મળ્યો હશે તો તેઓ તે કંપનીની સારી વાતો કરશે અને આનાથી કંપનીનું પણ માર્કેટિંગ ઓટોમેટિક થશે અને ફાયદો થશે.

યુટ્યુબમાં પણ ઘણા લોકો પૈસા લઈને કોઈ પ્રોડક્ટ વિશે વાતો કરતાં હોય છે અને ઘણા લોકો પૈસા વગર જ તે પ્રોડક્ટને પ્રમોટ કરતાં હોય છે.

આ બ્રાન્ડ એડવોકેટ એવા ગ્રાહકો હોય છે જેમને તે કંપની વિશે વાતો કરવામાં પણ ગર્વ અનુભવાતો હોય છે.

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે.

આભાર.

અમારી અન્ય પોસ્ટ: