મિત્રો આપણે બધા સિમ કાર્ડ નામથી પરિચિત છીએ અને તેનો ઉપયોગ શુ હોય છે તે પણ બધાને ખબર છે. સિમકાર્ડની ટેકનોલોજી ઘણી જૂની છે. હવે આ ટેકનોલોજીને અપડેટ કરીને eSIM ટેકનોલોજી આવવા જઈ રહી છે તો ચાલો જાણીએ આ નવી ટેકનોલોજી વિશે.
eSIM એટલે શું? – What is eSIM in Gujarati?
eSIM એટલે “Embedded Subscriber Identification Module ગુજરાતીમાં ઉચ્ચારણ “એમ્બેડેડ સબસ્ક્રાઇબર આઇડેન્ટિફિકેશન મોડ્યુલ“.
eSIM એક એવું સિમ છે જે સ્માર્ટફોન અથવા આઈફોનના હાર્ડવેરમાં અગાવથી જ એમ્બેડ કરવામાં આવે છે. eSIM એક વર્ચ્યુઅલ કાર્ડ છે. 2016માં સૌથી પહેલા સેમસંગ કંપનીની એક સ્માર્ટ વોચ “Samsung Gear S2” માં સૌથી પહેલા eSIM લગાવવામાં આવ્યું હતું.
ભારતમાં એરટેલ, જીઓ અને વિ, આ ત્રણ ટેલિકોમ કંપનીઓ સ્માર્ટફોનમાં eSIM નો સપોર્ટ આપે છે.
એપલ, ગૂગલ પિક્સેલ, મોટોરોલા જેવી કંપની છે જેને eSIM ટેકનોલોજીને માર્કેટમાં લોન્ચ કરી, આ વાતને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં હવે બીજી ઘણી બધી કંપની લેટેસ્ટ સ્માર્ટફોનની અંદર આ ટેકનોલોજીને આગળ વધારવા માટેના તમામ પ્રયત્ન કરી રહી છે.
આપણે સિમકાર્ડને એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ પણ આ eSIMને મોબાઈલમાંથી કાઢી શકતા નથી. મતલબ eSIM સ્માર્ટફોનની અંદર જ ફિટ રહેશે, તમે એને સિમ કાર્ડની જેમ બહાર નહીં કાઢી શકો.
eSIM ના ફાયદા કયા કયા છે?
- અત્યાર સુધી આપણે બધા મોબાઈલની ચોરી થવી આ સમસ્યા જોતા આવ્યા છીએ. મોબાઈલની ચોરી થયા પછી ચોર સિમ કાર્ડને કાઢીને ફેંકી દેતા હોય છે. પણ આ eSIM મોબાઈલની અંદર હાર્ડવેરમાં એસેમ્બલ કરવામાં આવે છે. જેના લીધે ચોર સિમકાર્ડને કાઢી શકતા નથી અને આ eSIM ને લીધે મોબાઈલને ટ્રેક કરી શકાય છે.
- eSIM સાદા સિમ કાર્ડની જેમ ખરાબ થતું નથી અને તમારે દુકાનમાંથી ખરીદી કરવાની જરૂર પડતી નથી. જે કંપનીનું eSIM છે તે કંપની જ તેને રિમોટલી ચાલુ અને બંધ કરે છે. જો તમારે eSIMને બદલવું છે તો તમે કંપની પાસે eSIM ચાલુ કરીને ઉપયોગ કરી શકો છો.
- eSIMને લીધે મોબાઈલમાં સિમ કાર્ડની ટ્રે દુર થઇ જશે જેનાથી મોબાઈલ બનાવતી કંપનીની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સરળ થઈ જશે.
- સાદા સિમ કાર્ડને સ્માર્ટફોનની અંદર નાખવા માટે એક ખાસ પ્રકારની પિનની જરૂર પડે છે. જો આપણે આ પિન મોબાઇલની અંદર સરખી રીતે ના નાખીએ તો મોબાઇલની ટ્રે બહાર નથી આવતી આવી સમસ્યા eSIMને લીધે દુર થઇ જાય છે.
- મોબાઇલની અંદર બહારથી જેટલા પણ સ્લોટ આપ્યા હોય તેના લીધે અંદર ધુળ જવાની શક્યતા રહેલી હોય છે. તો આ સિમ કાર્ડનો સ્લોટ જો દુર થઇ જાય તો મોબાઇલની અંદર ધુળ નહીં જાય.
eSIMના ગેરફાયદા કયા કયા છે?
- eSIM ટેકનોલોજી નવી છે અને મોંઘી હોવાથી આપણે સરળતાથી અત્યારે આનો ઉપયોગ કરી શકતા નથી. આ ટેકનોલોજી મોંઘા સ્માર્ટફોનની અંદર આપેલી હોય છે.
- આપણા ઘરમાં ફેમિલી મેમ્બર વચ્ચે ક્યારેક મોબાઈલને બદલવાની જરૂર પડે છે તો આ પરિસ્થિતિમાં બધા પાસે eSIM કાર્ડ વાળો મોબાઈલ હોય તો સરળતાથી બદલી શકતા નથી.
ભારતમાં eSIM ક્યાં મળે છે?
અત્યારે હજુ આ ટેકનોલોજી નવી હોવાથી અમુક કંપની જેમ કે આઈફોન, ગૂગલ પિક્સેલ, સેમસંગ વગેરે દ્વારા એના લેટેસ્ટ અને મોંઘા ફોનમાં eSIM લોન્ચ કરવામાં આવી છે.
ભારતમાં માત્ર એરટેલ, વિઆઈ, જીઓ આ ત્રણ કંપની જ એવી છે જે eSIMને સપોર્ટ કરે છે.
તમારે પોતાના સ્માર્ટફોનમાં ચેક કરવું પડશે કે તેમાં eSIM સપોર્ટ છે કે નહીં અને પછી તમે તેમાં eSIM એક્ટિવેટ પણ કરાવી શકો છો.
સ્માર્ટફોનની અંદર eSIM સપોર્ટ કરે છે કે નથી કરતું તે આ રીતે ચેક કરો:

- તમારા સ્માર્ટફોનના કોલ ડાયલર ખોલો.
- તેમાં *#06# ડાયલ કરો.
- આનાથી તમારા ફોનમાં IMEI નંબર બતાવશે અને જો તમારા સ્માર્ટફોનમાં eSIM હશે તો તમને EID નંબર પણ બતાવશે.
eSIM ટેકનોલોજી આવશે તો શું સાદા સિમ કાર્ડ મળતા બંધ થઈ જશે?
એમ તો આ ટેક્નોલોજી ખરેખર ફાયદો આપશે કે નુકસાન એ વધારે વપરાશ દ્વારા આપણને જાણવા મળશે અને એના દ્વારા જ જો કંપનીઓને પણ eSIM દ્વારા ફાયદો થતો હોય અને જો એમના ગ્રાહકોને પણ ફાયદો થતો હોય તો eSIM ટેક્નોલોજી વધશે.
હાલ આપણે એવું નહીં કહી શકીએ કે સાદા સિમકાર્ડ સંપૂર્ણ મળતા બંધ થઈ જશે કારણ કે પૂરી દુનિયામાં અથવા આપણાં ભારતમાં ઘણા લોકો છે જેમની પાસે હજુ સ્માર્ટફોન નથી તો તેઓ સિમ કાર્ડનો જ ઉપયોગ કરશે કારણ કે સિમ કાર્ડની પ્રોસેસ સરળ હોય છે.
પણ આપણે જોઈએ કે આવતા 5-10 વર્ષમાં ટેક્નોલોજી હજુ ક્યાં સુધી પહોચશે.
મિત્રો આશા રાખું છું કે eSIM ટેકનોલોજી વિશે તમને સરળ જાણકારી મળી હશે. તમારો ધન્યવાદ.
અન્ય પોસ્ટ પણ વાંચો: