CCI (Competition Commission of India) ની ઘણી પેનલ્ટી બાદ હવે ગૂગલ પોતાના એન્ડ્રોઇડ સિસ્ટમને ભારત માટે બદલી રહ્યું છે.
એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં તમને ભારતીય યુઝર માટે ઘણા બદલાવો ભવિષ્યમાં જોવા મળશે અને આ એવા બદલાવો છે જેનાથી ઘણા લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે.
ચાલો જાણીએ કયા-કયા બદલાવો એન્ડ્રોઇડમાં થવા જઈ રહ્યા છે.

એન્ડ્રોઇડ ફોન ભારતમાં કેવી રીતે બદલાઈ રહ્યા છીએ? – How Android phones are changing in India?
સ્માર્ટફોન બ્રાન્ડ માટેના બદલાવ
જો આપણે પ્રથમ બદલાવની વાત કરીએ તો આ બદલાવ સ્માર્ટફોન બ્રાન્ડ માટે છે. જ્યારે સ્માર્ટફોન બ્રાન્ડએ ગૂગલની સર્વિસ પોતાના એન્ડ્રોઇડ આધારિત OSમાં ઉપયોગ કરવી હોય તો તેમને ગૂગલની બધી જ સર્વિસ અને એપ્લિકેશન એક સાથે ખરીદવી પડતી હતી.
પણ હવે સ્માર્ટફોન બ્રાન્ડ પોતાની રીતે નક્કી કરી શકશે કે તેમને ગૂગલની કઈ-કઈ એપ્લિકેશન અને સેવાઓ પોતાના સ્માર્ટફોનમાં ઉમેરવી છે અને એ પ્રમાણે સ્માર્ટફોન બ્રાન્ડ તે એપના જ પૈસા ગૂગલને આપશે.
આ રીતે ભવિષ્યમાં યુઝરને વધારાની ગૂગલની એપ્લિકેશન પહેલાથી જ એન્ડ્રોઇડ ફોનમાં જોવા નહીં મળે. તમારા એન્ડ્રોઇડ ફોનનું સ્ટોરેજ પણ સારું મળી રહેશે.
ડિફોલ્ટ સર્ચ એંજિન
હવે એન્ડ્રોઇડ યુઝર પોતાના એન્ડ્રોઇડ ફોનમાં ડિફોલ્ટ સર્ચ એંજિનને સરળતાથી બદલી શકશે જેમ કે બિંગ, યાહૂ વગેરે.
આ રીતે બીજા સર્ચ એંજિનના પણ યુઝર વધશે અને યુઝરને સર્ચ એંજિનના વધારે ઓપ્શન મળશે.
બિલિંગ પાર્ટનર
તમે ગૂગલ પ્લેસ્ટોરમાંથી જ્યારે ખરીદી કરો છો અથવા એપ્લિકેશનની અંદર કોઈ ખરીદી કરો છો તેમાં પહેલા ગૂગલનું પોતાનું પેમેન્ટ બિલિંગ સિસ્ટમ આવતું હતું જેમાં ગૂગલ તેમાંથી 30% પૈસા પોતાની પાસે રાખતું હતું.
ઉદાહરણ તરીકે તમે 100 રૂપિયાની કોઈ એપ ખરીદો તો તેમાંથી 30 રૂપિયા ગૂગલને મળે અને 70 રૂપિયા એપ બનાવનાર ડેવલોપરને મળે છે.
હવે એપ ડેવલોપર પોતાની રીતે બીજું બિલિંગ સિસ્ટમ પણ રાખી શકશે અને 30% કમિશન ગૂગલને નહીં આપવા પડે જેથી યુઝરને પણ હવે પૈસા ઓછા આપવા પડશે.
આ રીતે એપ ડેવલોપરને વધારે છૂટ મળશે અને યુઝરને વધારે પૈસા નહીં ચૂકવવા પડે.
સાઇડ લોડીંગ એપ અપડેટ
હવે તમે જે ગૂગલ પ્લેસ્ટોરના બહારથી કોઈ apk ફાઇલ ડાઉનલોડ કરીને ઉપયોગ કરતાં હતા તો હવે તેને પણ સરળતાથી અપડેટ કરી શકાશે અને આનાથી તમારા એન્ડ્રોઇડ ફોનની સિક્યોરિટી પણ વધશે.
તો મિત્રો ભારતમાં એન્ડ્રોઇડ ફોન આ રીતે કઈક બદલાઈ રહ્યા છે. આ બદલાવો ધીમે-ધીમે તમને જોવા મળશે કારણ કે આ ઘણા મોટા બદલાવો છે.
આશા છે કે તમને આ જાણકારી ગમી હશે. તમારો ખૂબ ધન્યવાદ.
આવી ઉપયોગી પોસ્ટ મેળવવા માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો.
અમારી અન્ય પોસ્ટ: