
આજે આપણે એક ભારતીય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે “શેરચેટ (ShareChat)“. ચાલો જાણીએ શેરચેટ વિશે જાણવા જેવી માહિતી.
- શું તમે જાણો છો કે શેરચેટની શોધ ત્રણ વ્યક્તિ દ્વારા થઈ હતી જેઓ છે અંકુશ સચદેવા (Ankush Sachdeva), ભાનુ પ્રતાપ સિંઘ (Bhanu Pratap Singh) અને ફરીદ અહેસાન (Farid Ahsan).
- શેરચેટનું હેડક્વોર્ટર ભારતના બેંગલોરમાં આવેલું છે.
- શેરચેટ 8 જાન્યુઆરી, 2015માં સંસ્થાપન થયું હતું અને તેની આ એપ ઓક્ટોમ્બર 2015માં શરૂઆતી રિલીઝ થઈ હતી.
- આજના સમયમાં શેરચેટ 15 જેટલી ભારતીય ભાષાઓમાં ઉપલ્બધ છે.
- શેરચેટ પર દર મહિને 18 કરોડ (180 Mn) જેટલા યુઝર એક્ટિવ હોય છે.
- યુઝર શેરચેટ પર લગભગ 31 મિનિટ જેટલો દરરોજ સમય વિતાવે છે.
- શેરચેટ પર દર મહિને 2.5 અબજ (2.5 Bn) જેટલા શેર કરવામાં આવે છે. (શેરચેટનું કન્ટેન્ટ યુઝર દ્વારા બીજા પ્લૅટફૉર્મમાં આટલી વખત શેર થાય છે.)
- શેરચેટમાં 7.5 કરોડથી પણ વધારે દર મહિને યુઝર દ્વારા કન્ટેન્ટ અપલોડ કરવામાં આવે છે.
- શેરચેટમાં 2500થી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે.
- શેરચેટની પેરેંટ કંપનીનું નામ Mohalla Tech Pvt Ltd છે જેમાં શેરચેટ જાન્યુઆરી 2015માં સંસ્થાપન થઈ હતી.
- શેરચેટ એપએ 29 જૂન 2020માં પોતાનું શોર્ટ વિડિયો પ્લૅટફૉર્મ “Moj” લોન્ચ કર્યું હતું જે હાલમાં ભારતનું નંબર 1 શોર્ટ વિડિયો પ્લૅટફૉર્મ છે. તે વખતે ભારત સરકારે Tik Tok ને બેન કર્યું હતું અને આ કારણે Moj એપને ખૂબ જ ફાયદા મળ્યા હતા.
- જ્યારે Tik Tok બેન થવાનું હતું ત્યારે શેરચેટના સ્થાપકોને ખબર પડી ગઈ કે આ એમના માટે એક મોટી તક છે અને પછી એ લોકોએ વિચાર્યું કે આપણે 48 કલાકની અંદર એક Tik Tok જેવી શોર્ટ વિડિયો એપ બનાવીએ અને પછી એમને એ કામ 30 કલાકમાં પૂરું કર્યું અને Moj એપ લોન્ચ કરી, પછી 2 દિવસની અંદર આ એપ પ્લેસ્ટોર પર 50 હજારથી વધારે વખત ડાઉનલોડ થઈ ગઈ હતી.
- આજે શેરચેટનું Moj પ્લૅટફૉર્મ ભારતનું નંબર 1 શોર્ટ વિડિયો પ્લૅટફૉર્મ બની ગયું છે.
તો મિત્રો આશા છે કે આજે તમને શેરચેટ એપ વિશે આ રસપ્રદ માહિતી ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ આ જાણકારી શેર કરો.
અમારી અન્ય પોસ્ટ: