ભારત પે એટલે શું? જાણો BharatPe વિશે..!!

મિત્રો તમે ગૂગલ પે (Google Pay) અને ફોન પે (PhonePe) જેવી વગેરે ઓનલાઇન પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કર્યો હશે, તમે શોપિંગ કરતી વખતે ઘણી વખત QR કોડ સ્કેન કરીને પણ પૈસા ચુકવ્યા હશે.

તમે દુકાનોમાં જોયું હશે કે દુકાનદાર એક સાથે ઘણા બધા અલગ-અલગ કંપનીના QR કોડ લગાવે છે જેમ કે Paytm, Google Pay, PhonePe વગેરે પણ દુકાનદારોને આટલી અલગ-અલગ કંપનીના QR કોડ ન લગાવવા હોય તો તેના માટે BharatPe (ભારત પે) કંપની ઉભરીને આવી છે.

આજે આપણે ભારત પે વિશે જાણીશું કે આ ભારત પે શું છે? તેની શરૂઆત, તેની સર્વિસ વિશે વગેરે અલગ-અલગ માહિતી તમને જાણવા મળશે.

BharatPe શું છે? જાણો માહિતી

ભારત પે (BharatPe) એટલે શું?

ભારત પે એક ફિનટેક (Fintech) કંપની છે જે ભારતના વેપારીઓને ગ્રાહકો પાસેથી ઓનલાઇન પૈસા લેવા માટે સુવિધા પ્રદાન કરે છે.

દુકાનદારોએ અલગ-અલગ કંપનીઓ જેમ કે PhonePe, Google Pay, Paytm વગેરેના QR કોડ ન લગાવવા પડે તે માટે BharatPe પોતાનું એક જ QR કોડ દુકાનદારોને પોતાની દુકાનની બહાર લગાવવા આપે છે જેનાથી આ એક જ QR કોડ દ્વારા બધા પ્રકારના UPI ટ્રાન્ઝેક્શનને સ્વીકારે છે.

BharatPe ના એક જ QR કોડ દ્વારા દુકાનદાર ગ્રાહકો પાસેથી કોઈ પણ અન્ય કંપની જેમ કે PhonePe, Google Pay અથવા Paytm વગેરેની સર્વિસ દ્વારા પણ ઓનલાઇન પૈસા સ્વીકારી શકે છે.

દુકાનદાર પાસે BharatPe ની મોબાઇલ એપ હોય છે જેમાં તેનું બેન્ક એકાઉન્ટ લિન્ક હોય છે, જેમ QR કોડ દ્વારા પૈસા ગ્રાહકના BharatPe એકાઉન્ટમાં આવે છે ત્યારે ગ્રાહક તે પૈસાને પોતાના બેન્ક એકાઉન્ટમાં સરળતાથી લઈ શકે છે.

ભારત પે QR કોડની સાથે સાથે વેપારીઓને લોન પણ આપે છે, જેમાં તેઓ ઓછા વ્યાજ સાથે પૈસા વસૂલ કરે છે અને તે કરવા માટે QR કોડમાથી ગ્રાહકો દ્વારા દુકાનદાર પાસે જે પૈસા આવે તેમાથી થોડા-થોડા કરીને ચાર્જ કાપતા હોય છે.

ભારત પેમાં QR કોડ દ્વારા જે પણ પેમેન્ટ દુકાનદારને મળે છે તેમાં ભારત પે કોઈ પણ ચાર્જ વસૂલ નથી કરતી, એટલે આ સર્વિસ મફત છે.


ભારત પે ની શરૂઆત

ભારત પેની શરૂઆત 20 માર્ચ 2018 ના વર્ષમાં કરવામાં આવી હતી અને આ કંપનીના Founder છે અશનીર ગ્રોવર (Ashneer Grover) અને શાશ્વત નાકરાણી (Shashvat Nakrani) છે. ભારત પે કંપનીનું મુખ્ય મથક ન્યુ દિલ્લીમાં આવેલું છે.

આમાંથી અશનીર ગ્રોવર Shark Tank India શો પર ઇન્વેસ્ટર અથવા જજ તરીકે પણ છે, જો તમે શાર્ક ટેન્ક ઈન્ડિયા જોવો છો તો તમને જરૂર ખ્યાલ હશે.

ભારત પે એપ્લિકેશનમાં સુવિધા કઈ કઈ છે?

QR કોડ

ભારત પે એપ્લિકેશનમાં ભારત મર્ચન્ટની સુવિધા છે. જેમાં ઓફલાઈન બિઝનેસ કરતા વેપારીઓને UPI દ્વારા અલગ-અલગ એપ્લિકેશનમાંથી ભૂગતાન મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

હંમેશા UPI પેમેન્ટ QR કોડ સ્કેન કરીને પછી ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. ભારત પે ઘણી બધી એપ્લિકેશન સપોર્ટ કરે તેવો એક જ QR કોડ બનાવામાં આવ્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે “Ek Bharat Ek QR”  આ એક જ QR કોડ તમામ UPI પેમેન્ટને સપોર્ટ કરે છે.

આ QR કોડને તમે તમારા સરનામાં પર ઓર્ડર કરી શકો છો જેમાં તમારી બિઝનેસ માહિતી ભરવાની રહેશે. 

ત્યારબાદ તમારા સરનામાં પર થોડાક દિવસોની અંદર QR કોડ આવી જશે.

સરળ લોન

ભારત પે એપ્લિકેશનની મદદ થી તમે 7 લાખ સુધી કોઈ પણ પ્રકારના પેપર વર્ક વગર તમે લોન લઈ શકો છો.

આના માટે તમારી પાસે આધાર કાર્ડ અને પાનકાર્ડ હોવું જરૂરી છે. આ બને કાર્ડ સાથે તમારો એક સરખો જ મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જોઈએ અને ભારત પે એપ્લિકેશનમાં પણ એ સેમ જ નંબરથી એકાઉન્ટ હોવું જોઈએ.

ત્યારબાદ તમારે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી નાખીને પછી સબમિટ કરી દેવાનું છે. થોડાક દિવસોમાં તમારા લોનના પૈસા સીધા તમારા એકાઉન્ટમાં આવી જશે.

યાદ રાખો કે લોન માટેનું રજીસ્ટ્રેશન બધી માહિતી મેળવી લીધા પછી જ કરવું.

સ્વાઈપ મશીન 

ભારત પે સ્વાઈપ મશીન ભારતનું ઝીરો કોસ્ટ મશીન છે. આ મશીનની અંદર માસ્ટર કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, રૂપે કાર્ડ, વગેરેથી સ્વાઈપ સરળતાથી કરી શકાય છે. આ મશીનને લેવા માટે તમારે રજીસ્ટ્રેશન કરીને ઓર્ડર કરવાનું હોય છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.1 લાખ જેટલા વેપારી આ ભારત સ્વાઈપ મશીનનો ઉપયોગ કરે છે.

આવી ઘણી સુવિધાઓ તમને BharatPe મોબાઇલ એપમાં જોવા મળે છે.

ભારત પે એપ્લિકેશનના ફાયદા કયા કયા છે?

  • QR કોડ દ્વારા પેમેન્ટ મેળવવું એકદમ ફ્રી અને સરળ છે.
  • સરળ લોનની પદ્ધતિ છે જેમાં કોઈ પણ જાતના પેપર વર્ક કરવાની જરૂર પડતી નથી.
  • આ એપની મદદથી તમે સુરક્ષિત બિલ પેમેન્ટ અને રિચાર્જ કરી શકો છો.
  • ભારત પે એપ્લિકેશન દ્વારા તમે કોઈ પણ જાતના ભાડા વગર સ્વાઈપ મશીન ઉપયોગ કરી શકો છો અને એ પણ કોઈ ટ્રાજેક્શન ફિ વગર. (તમારે માત્ર એક જ વખત ડિપોઝિટ ફી ભરવી પડશે જે 5-6 હજાર રૂપિયા જેટલી હશે.)
  • એક દિવસમાં તમે અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
  • 24 કલાક અને 7 દિવસ કામ કરે છે.

તો મિત્રો જો તમને આ ભારત પે વિશેની જાણકારી પસંદ આવી હોય તો નાના વેપારી અને ઓફલાઈન બિઝનેસ કરતા વેપારી સુધી આ જાણકારી શેયર કરો જેથી કરીને એમને આ ભારત પે એપની બધી સુવિધાનો લાભ મળે.

તમારો ખૂબ આભાર..!!

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: