ભૂલી ગયેલા કમ્પ્યુટર પાસવર્ડને રિસેટ કેવી રીતે કરવું?

મિત્રો જો તમે કમ્પ્યુટર ચાલુ કરો છો અને તમે તમારી સિક્યુરિટી માટે તેમાં લોગીન પાસવર્ડ રાખેલા હોય છે તો ક્યારેક એવું બને કે તમે તે પાસવર્ડને ભૂલી જાવ છો. આવું ત્યારે થાય જ્યારે અમુક લોકો કમ્પ્યુટરનો ઉપયોગ રેગ્યુલર ના કરતા હોય અને ઘણા સમય પછી PC ચાલુ કરે તો તે પાસવર્ડ ભુલાઈ ગયો હોય છે.

આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ પાસવર્ડને રીસેટ કરવાની મેથડ વિશે જાણીશું. આ માહિતી ફક્ત કમ્પ્યુટરનું નોલેજ હોય તેની પાસે તો હોય જ છે પણ આજની આ જાણકારી એવા ઘણા બધા કમ્પ્યુટર યુઝરને કામ લાગશે જેમને કમ્પ્યુટર વિશે કઈક નવું શીખવું છે

computer forget password gujarati


કમ્પ્યુટરમાં પાસવર્ડ રીસેટ કેવી રીતે કરવું?

પાસવર્ડને રીસેટ કરવા માટેની જરૂરિયાત

👉 CD જે ભરેલી ના હોય તેવી મતલબ ખાલી (Blank CD)

👉 Kon-Boot ISO ફાઈલ (ડાઉનલોડ માટે kon-boot.com અથવા www.piotrbania.com/all/kon-boot/)


રીત:-

નોંધ:- મિત્રો આજની પોસ્ટમાં અમે સ્ક્રીનશોટ નથી લગાવ્યા એટલે તમારે આ પગલાંને ધ્યાનથી અનુસરવા પડશે અને સાથે તેની કલ્પના પણ કરવી પડશે જેથી તમને સમજણ પડશે.
  • સૌથી પહેલા તો લેપટોપ અથવા કમ્પ્યુટરમાં તમે CDને એન્ટર કરી દો.
  • તમે Kon-bootને તેમની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લો જે તમને ઉપર બતાવવામાં આવેલી છે. મિત્રો આ એક Paid ટૂલ છે એટલે તેના માટે તમારે પૈસા પણ ખર્ચ કરવા પડી શકે છે.
  • હવે તમારા કમ્પ્યુટરમાં જો વિન્ડોઝ 7 છે તો તેમાં વિન્ડોઝ ડિસ્ક ઇમેજ બર્નર【Windows Disk Image Burner】હશે. તેના દ્વારા તમે આ Kon-Boot ISO ફાઈલ CDમાં બર્ન કરી દો અથવા તમે બીજા કોઈ પણ સોફ્ટવેર જેમ કે નેરો (Nero) દ્વારા પણ બર્ન કરી શકો છો.
  • હવે જ્યારે તમારી CD બર્ન થઈ જાય પછી તેને કમ્પ્યુટરમાંથી Eject કરી દો. હવે તમે તમારા કમ્પ્યુટરના લોગીન પાસવર્ડ ભૂલી ગયા છો અને જો તમે નવા પાસવર્ડ રાખવા માંગો છો તો તે કમ્પ્યુટરમાં તમે બનાવેલી CD એન્ટર કરી દો.
  • હવે કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો અને BIOSના સેટિંગમાં જવાનું રહેશે.
  • BIOSના સેટિંગમાં આવી ગયા પછી તમારે બુટ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમારે CDROM બુટ ડીવાઈસને સિલેક્ટ કરવાનું છે અને એન્ટર દબાવાનું છે.
  • હવે થોડા સમય માટે તમારું કમ્પ્યુટર રિસ્ટાર્ટ થશે અને Kon-Boot તમારા કમ્પ્યુટરના લોગીન પાસવર્ડ ને તોડી નાખશે. હવે તમારી સામે વિન્ડોઝ લોગીન ઓપ્શનની સ્ક્રિન આવી જશે. 
  • હવે તમારે આ કમ્પ્યુટરમાં પાસવર્ડ એન્ટર નથી કરવાના તેની બાજુમાં આપેલા એરા પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારું કમ્પ્યુટર અનલોક થઈ ગયું હશે. 
  • હવે તમારે કમ્પ્યુટરમાંથી CDને દૂર કરી દેવાની છે અને આ CD કોઈપણ કમ્પ્યુટરના લોગીન પાસવર્ડને તોડી શકે છે. 

ચેતવણી: મિત્રો આ જાણકારી માત્ર ને માત્ર નોલેજ વધે અને ક્યારેક પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો મદદ મળે એ હેતુથી આપવામાં આવી છે આનો ખોટો ઉપયોગ હાનિકારક છે અને ગેરકાનૂની છે. તમે આનો ઉપયોગ બીજાના કમ્પ્યુટરને અનલોક કરીને ડેટાને ઍક્સેસ કરવા માટે ના કરી શકો. જો તમે આવું કરો છો તો તેના માટે આ બ્લોગ કે આના લેખક જવાબદાર નથી.

તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી? આ રસપ્રદ માહિતી બીજા જોડે જરૂર શેયર કરજો. આવી જ માહિતી અમે લોકો લઈને આવતા રહીએ છીએ તો આ બ્લોગને ફોલો કરવાનું ના ભુલતા.

  • અમારી અન્ય પોસ્ટ:-

પોતાના મોબાઇલમાં કેટલા GB રેમ છે એ કઈ રીતે જાણવું?

ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ચાલુ કરવું?

વોટ્સએપ પર પોતાના મેસેજને જાડો, ત્રાંસો કે તેના પર આડી લીટી કેવી રીતે કરવી?

લેપટોપ બેટરીને કેવી રીતે કાઢવી અને લગાવવી?

ટેલિગ્રામમાં નાઈટ મોડ કેવી રીતે ચાલુ કરવો?