જ્યારે વાત આવે કમ્પ્યુટરની તો આપણાં મગજમાં સૌપ્રથમ મોનીટર, કીબોર્ડ, માઉસ અને સીપીયુ કેબિનેટ તો જરૂર આવે છે અને કમ્પ્યુટરના આ ભાગોને આધાર આપવાનું કામ મધરબોર્ડ (Motherboard) કરે છે. જો કમ્પ્યુટરમાં મધરબોર્ડ ન હોય તો તમે કમ્પ્યુટરમાં માઉસ, કીબોર્ડ કે મોનિટરનો ઉપયોગ પણ ન કરી શકો.
મધરબોર્ડ વગર કમ્પ્યુટર અધૂરું છે કારણ કે તે પ્રોસેસર, રેમ, ગ્રાફિક કાર્ડ વગેરેને કામ કરવા માટે એક આધાર આપે છે, કમ્પ્યુટર માટે મધરબોર્ડ કેટલું જરૂરી છે એ તમને આ પોસ્ટ દ્વારા ચોક્કસ સમજાઈ જશે અને મધરબોર્ડ વગર કમ્પ્યુટરના બધા જ ભાગ કોઈ કામના નથી કારણ કે મધરબોર્ડ જ કમ્પ્યુટરના અલગ-અલગ ભાગોને જોડવાનું કામ કરે છે તેથી મધરબોર્ડને કમ્પ્યુટરનું હબ પણ કહેવાય છે.
તો ચાલો આજે આપણે મધરબોર્ડ વિશે જાણીશું કે આ મધરબોર્ડ શું છે? તે કેવી રીતે કામ કરે છે? વગેરે જાણકારી જાણીશું.

મધરબોર્ડ એટલે શું? – What is Motherboard in Gujarati?
મધરબોર્ડ (Motherboard) કમ્પ્યુટરના તમામ ભાગ જેમ કે કીબોર્ડ, માઉસ, હાર્ડડિસ્ક, રેમ, VGA કેબલ બીજા અન્ય કેબલ વગેરે સાથે જોડાયેલું એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB) છે. મધરબોર્ડને મેન બોર્ડ, લોજિકલ બોર્ડ, સિસ્ટમ બોર્ડ અને સર્કિટ બોર્ડ પણ કહેવાય છે.
મધરબોર્ડ એક એવી શીટ છે જેની ઉપર રેમ, રોમ, પ્રોસેસર, ગ્રાફિક કાર્ડ અને અન્ય ભાગ જોડવામાં આવે છે તેથી મધરબોર્ડને “હબ” પણ કહેવાય છે કારણ કે મધરબોર્ડ સાથે બધા જ ઉપકરણ જોડાયેલા હોય છે. મધરબોર્ડને SMPS દ્વારા પાવર મળે છે અને મધરબોર્ડ તે પાવરને તેની સાથે જોડાયેલા બધા જ ઉપકરણોમાં પહોચાડે છે.
મધરબોર્ડ કેબિનેટની અંદર સ્ક્રૂ દ્વારા સરખી રીતે બેસાડેલું હોય છે, મધરબોર્ડ તમને ડેસ્કટોપ કમ્પ્યુટરની સાથે લેપટોપ, મોબાઇલ અને ટેબલેટમાં પણ જોવા મળે છે.
મધરબોર્ડના પ્રકાર – Types of Motherboard in Gujarati
મધરબોર્ડ મુખ્ય રીતે 2 પ્રકારના હોય છે જેમાં 1. ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ અને 2. નોન-ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ.
ઇન્ટીગ્રેટેડ મધરબોર્ડ
જેમાં અલગ પોર્ટ દ્વારા કમ્પ્યુટરના બધા ઉપકરણોને જોડવામાં આવે છે તેને ઇન્ટીગ્રેટેડ મધરબોર્ડ કહેવામાં આવે છે. અત્યારે તો આ મધરબોર્ડ લેપટોપ અને પીસીમાં ઉપયોગ કરવામાં આવે છે, આ એક એવા પ્રકારનું મધરબોર્ડ છે જેમાં તમે કમ્પ્યુટરનો કોઈ પણ ભાગ સરળતાથી બદલી શકો છો અને અપગ્રેડ પણ કરી શકો છો.
ઉદાહરણ તરીકે જો તમારે પોતાની રેમને 2 GB થી 4 GB કરવી હોય અથવા 4 GB થી 8 GB વધારવી હોય તો તમે તે મધરબોર્ડમાં નવી રેમ લગાવી શકો છો.
નોન-ઇન્ટીગ્રેટેડ મધરબોર્ડ
આ મધરબોર્ડમાં કમ્પ્યુટરના નવા ભાગને જોડવા માટે અલગથી પોર્ટ નથી હોતા તેને નોન-ઇન્ટીગ્રેટેડ મધરબોર્ડ કહેવામાં આવે છે. આ પ્રકારના મધરબોર્ડમાં કમ્પ્યુટરના અલગ અલગ પાર્ટ જેમ કે સીપીયુ, રેમ, ડ્રાઈવ વગેરેને સોલ્ડર કરીને જોડવામાં આવે છે. આ મધરબોર્ડમાં તમે કમ્પ્યુટરના પાર્ટ્સને સરળતાથી બદલી નથી શકતા અને અપગ્રેડ પણ નથી કરી શકતા.
આવા મધરબોર્ડ તમને મોબાઇલ અને ટેબલેટ જેવા ડિવાઇસમાં જોવા મળે છે અને મોબાઇલ અને ટેબલેટ પણ એક પ્રકારનું કમ્પ્યુટર છે.
ઉદાહરણ તરીકે તમે મોબાઇલમાં જાતે રેમ નથી વધારી શકતા અને તેમાં કોઈ ફેરફાર પણ નથી કરી શકતા એટલે આમાં બધુ જ ફિક્સ હોય છે જ્યારે તમે કમ્પ્યુટર અને લેપટોપના મધરબોર્ડમાં તમે રેમ બદલી શકો છો અને તેવા અમુક ફેરફાર પણ કરી શકો છો.
મધરબોર્ડના કાર્ય
મધરબોર્ડના મુખ્ય કાર્ય નીચે પ્રમાણે છે:
- મધરબોર્ડ કમ્પ્યુટર ઉપકરણોને પાવર સપ્લાય આપવાનું કામ કરે છે અને તેના બધા પાર્ટ્સને મેનેજ કરવાનું કામ પણ કરે છે.
- મધરબોર્ડ કમ્પ્યુટરના બધા પાર્ટ્સ વચ્ચે કમ્યુનિકેશન કરાવે છે.
- મધરબોર્ડ કમ્પ્યુટરના BIOS સેટિંગને સુરક્ષિત રાખે છે જેનાથી કમ્પ્યુટરને ચાલુ થવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય.
- મધરબોર્ડમાં એક્સપેંશન સ્લોટ હોય છે તેના દ્વારા તમે તેમાં અલગ કાર્ડ લગાવી શકો છો.
- મધરબોર્ડ કમ્પ્યુટરની કરોડરજ્જુ છે.
નિષ્કર્ષ
આજે આપણે મધરબોર્ડ વિશે જાણવા જેવી જાણકારી જાણી જેમાં મધરબોર્ડ શું છે? તેના પ્રકાર અને કાર્ય. મધરબોર્ડ કેમ જરૂરી છે તે આ જાણ્યા બાદ તમને જરૂર ખબર પડી હશે કે મધરબોર્ડ એક હબ છે જેની સાથે જ બધા કેબલ જોડાયેલા હોય છે અને તેના ભાગ પણ, તો આ જાણકારીને પોતાના મિત્રોને ફોરવર્ડ કરો જેથી તેમણે પણ શીખવા મળે.
અમારી અન્ય પોસ્ટ:-
મધરબોર્ડને સાફ કરવું પડે છે?
હા તમે દર મહિને અથવા અડધા મહિને તમારા કેબિનેટને ખોલીને એક કોરા કાપડથી મધરબોર્ડને સાફ કરી શકો છો…!!