મલ્ટીમીડિયા (Multimedia) શબ્દ સાભડીને તમારા મનમાં મીડિયા શબ્દનું ચિત્ર આવ્યું હશે પણ હું તમને જણાવી દઉં કે મલ્ટીમીડિયા શબ્દ કમ્યુનિકેશન સાથે જોડાયેલો શબ્દ છે, મલ્ટીમીડિયાનો ઉપયોગ સંચાર એટલે કમ્યુનિકેશન કરવા માટે થાય છે
ચાલો આજે આપણે મલ્ટીમીડિયા વિશે જાણકારી જાણવાના છીએ અને મલ્ટીમીડિયા એટલે શું? એને પણ સરળ રીતે સમજીશું.
મલ્ટીમીડિયા શું છે? – Multimedia in Gujarati
મલ્ટીમીડિયાનો સરળ અર્થ સમજવું હોય તો આ બે શબ્દને છૂટા પાડીને સમજવા પડે જેમ કે મલ્ટી અને મીડિયા. એમ મલ્ટીમીડિયા શબ્દ 2 શબ્દોથી બનેલો છે જેમાં મલ્ટિપલ અને મીડિયા છે.
મલ્ટિપલ એટલે એક કરતાં વધારે અથવા એકથી વધારે અને મીડિયા એટલે માધ્યમ. મે તમને આગળ જ જણાવ્યુ કે મલ્ટીમીડિયાનો ઉપયોગ કમ્યુનિકેશન કરવા માટે થાય છે તેથી મલ્ટીમીડિયાનો સરળ પરિચય “એક કરતાં વધારે માધ્યમ જેનાથી આપણે કમ્યુનિકેશન કરી શકીએ છે.”
માણસ એક બીજા સાથે વાત-ચિત કરે અને પોતાના ભાવ અને વિચાર રજૂ કરે, એક બીજાની વાતમાં રસ ધરાવે અને પોતાનો અભિપ્રાય જણાવે તો તેને કમ્યુનિકેશન કહેવાય છે અને મલ્ટીમીડિયા આ કમ્યુનિકેશન કરવા માટે વપરાય છે.
કમ્યુનિકેશન માટે અલગ-અલગ રસ્તા જેને મલ્ટીમીડિયા કહેવાય છે.
ઉદાહરણ તરીકે કમ્પ્યુટર, ટીવી, રેડિયો, ટેલિફોન આ સાધનો છે જેના દ્વારા આપણે કમ્યુનિકેશન કરી શકીએ છે અને આ સાધનોમાં અલગ-અલગ રસ્તા હોય છે જેમાં લખાણ, ફોટા, વિડિયો, ઓડિઓ કે એનિમેશન દ્વારા આપણે પોતાના વિચારો આ સાધનો દ્વારા રજૂ કરી શકીએ છે.
- જેમ કે આપણે મોબાઇલ દ્વારા અન્ય લોકોના ઓડિઓ સાંભડી શકીએ અને પોતાનો ઓડિઓ રેકોર્ડ કરીને બધાને વોટ્સએપ દ્વારા મોકલીને સંભડાવી શકીએ.
- મોબાઇલમાં આપણે યૂટ્યૂબ પર અન્ય લોકોના વિડિયો જોઈ શકીએ અને પોતાના વિડિયો બીજાને પણ બતાવી શકીએ.
- મોબાઇલમાં આપણે ચેટિંગ કરીને લખાણ દ્વારા વાત-ચિત કરતાં હોઈએ છીએ.
- આપણે એનિમેશન દ્વારા કોઈ કાર્ટૂન જોઈએ છે અને એમાં કઈક શીખ હોય કે મનોરંજન છે તો તેનો આનંદ માણીએ છીએ.
- આપણે મોબાઇલના કેમેરા દ્વારા ફોટા પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરીએ છીએ અને તેની નીચે લોકો તમારા ફોટા વિશે કમેંટ પણ કરે છે તો આ કમ્યુનિકેશનનું સૌથી સરળ ઉદાહરણ છે.
આવી રીતે કમ્યુનિકેશન કરવાના અલગ-અલગ માધ્યમને મલ્ટીમીડિયા કહેવાય છે.
મિત્રો મલ્ટીમીડિયા વિશે તમને આ થોડી માહિતી દ્વારા જરૂર સમજણ પડી હશે કે આ મલ્ટીમીડિયા શું છે. તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમને પણ મલ્ટીમીડિયા વિશે જાણકારી જાણવા મળે.
- અમારી અન્ય પોસ્ટ: