માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટર શું છે? | માઇક્રોસોફ્ટનું ડિજિટલ માર્કેટિંગ ટૂલ

જો તમે એક ડિજિટલ માર્કેટર છો તો આજની આ પોસ્ટ તમારા માટે જ છે અને જો તમે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક જ કન્ટેન્ટ પબ્લિશ કરો છો તો પણ આજની આ પોસ્ટ તમને ઉપયોગી થશે.

આજે આપણે એક માઇક્રોસોફ્ટના એવા ટૂલ વિશે વાત કરવાના છીએ જેનું નામ “માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટર” છે. આ ટૂલ સોશિયલ મીડિયા અને ડિજિટલ જાહેરાતોમાં તમારી ખૂબ જ મદદ કરશે.

માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટર

માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટર શું છે? – What is Microsoft Digital Marketing Center?

માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટર એક માઇક્રોસોફ્ટનું પ્લૅટફૉર્મ છે જેના દ્વારા તમે તમારા અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટને એક જ જગ્યાએથી મેનેજ કરી શકો છો અને ઓનલાઇન ગૂગલ, ફેસબુક અને માઇક્રોસોફ્ટમાં જાહેરાતો પણ ચલાવી શકો છો.

માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટરને કારણે તમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન અને ટ્વિટરને ખોલવાની જરૂર નથી પડતી.

તમે બસ એક જ વખત આ બધા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને તમારા ડિજિટલ માર્કેટિંગ સેન્ટરના એકાઉન્ટ સાથે કનેક્ટ કરીને બધુ જ કન્ટેન્ટ માઇક્રોસોફ્ટના ડિજિટલ માર્કેટિંગ સેન્ટર દ્વારા આ બધા પ્લૅટફૉર્મ પર એક સાથે પબ્લિશ કરી શકો છો.

તમે એક જ જગ્યાએ થી અલગ-અલગ જાહેરાત પ્લૅટફૉર્મ પર પણ જાહેરાતો પોતાની ચલાવી શકો છો.

માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટરના ફીચર્સ – Features of Microsoft Digital Marketing Center

Digital Marketing Managing

  • તમે એક જ પ્લૅટફૉર્મ દ્વારા બધા જ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને મેનેજ કરી શકો છો અને એ પણ મફતમાં!
  • તમે વ્યવસાય માટે એક વેબસાઇટ પણ બનાવી શકો છો.
  • એક જ પ્લૅટફૉર્મ દ્વારા ગૂગલ, ફેસબુક અને માઇક્રોસોફ્ટમાં જાહેરાતો ચલાવી શકો છો.
  • જાહેરાતોમાં ઘણા કામોને તમે AI દ્વારા ઓટોમેટ કરી શકો છો.
  • તમને રિપોર્ટ્સ પણ જોવા મળે છે.
  • તમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મમાં આવતા કમેંટ્સ અને મેસેજને પણ એક જ જગ્યાએથી મેનેજ કરી શકો છો.
  • તમે તમારા કન્ટેન્ટને Schedule પણ કરી શકો છો.

માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટરનો ઉપયોગ કેમ કરવો જોઈએ? – Why you should use Microsoft Digital Marketing Center?

Digital Marketing Data

કારણ કે તમારે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જવાની જરૂરત નથી હોતી અને અલગ-અલગ જાહેરાતોના પ્લૅટફૉર્મ પર પણ જવાની જરૂર નથી હોતી.

તમે બધુ જ એક જગ્યા પરથી હેન્ડલ કરી શકો છો અને આ કારણે જ તમારે માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટરનો ઉપયોગ કરવો જોઈએ.

તમને જાહેરાતો ચલાવતી વખતે AI દ્વારા પણ ઘણી મદદ મળે છે.

શું માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેન્ટર મફત છે? – Is Microsoft Digital Marketing Center free?

Social Media Marketing

હા, સોશિયલ મીડિયા એકાઉન્ટને તમે મફતમાં મેનેજ કરી શકો છો પણ જ્યારે તમારે જાહેરાત ચલાવવી હોય તો તમારે ફક્ત જાહેરાતનો ખર્ચો આપવો પડે છે.

માઇક્રોસોફ્ટ ડિજિટલ માર્કેટિંગ સેંટરનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો? – How can you use Microsoft Digital Marketing Center?

તમે માઇક્રોસોફ્ટની મુખ્ય વેબસાઇટ પર જઈને આ ટૂલનો ઉપયોગ કરી શકો છો: https://www.microsoft.com/en-us/digital-marketing-center

મિત્રો આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે. તમે અમારી દર નવી પોસ્ટ અમારા વોટ્સએપ ગ્રુપમાં મેળવી શકો છો.

અમારી અન્ય પોસ્ટ: