માઇક્રોસોફ્ટ બિંગ એક વેબ સર્ચ એંજિન છે જેનો માલિક માઇક્રોસોફ્ટ કંપની છે. આજે આપણે 10 અવનવી જાણકારી માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એંજિન વિશે જાણીશું જેમાં તમને કઈક નવું જાણવા મળશે.
માઇક્રોસોફ્ટ બિંગ વિશે 10 રસપ્રદ જાણકારી
- માઇક્રોસોફ્ટ બિંગ જે બિંગ તરીકે પણ જાણીતું છે. માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એંજિનને 3 જૂન 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
- માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એંજિનની ઉત્પત્તિ માઇક્રોસોફ્ટ કંપનીના જૂના સર્ચ એંજિન દ્વારા થઈ છે જેમાં MSN Search, Windows Live Search અને પછી Live Search છે.
- માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એંજિનમાં તમે વેબ, ફોટા, વિડિયો, નકશા જેવી વગેરે સામગ્રી શોધી શકો છો.
- Bing સર્ચ એંજિન Live Search ની જગ્યા લેશે તેવું માઇક્રોસોફ્ટના જૂના CEO સ્ટીવ બાલમર (Steve Ballmer) દ્વારા 28 મે 2009માં એક કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું.
- જુલાઈ 2009માં માઇક્રોસોફ્ટ અને યાહૂ વચ્ચે એક સોદો થયો હતો જેમાં બિંગ સર્ચ એંજિનના પરિણામ યાહૂ સર્ચમાં પણ બતાવવામાં આવશે.
- ઓક્ટોમ્બર 2018માં માઇક્રોસોફ્ટનું બિંગ સર્ચ એંજિન ગૂગલ અને બાઇડુ પછી ત્રીજા નંબરનું સૌથી મોટું સર્ચ એંજિન હતું.
- માઇક્રોસોફ્ટએ સૌપ્રથમ MSN સર્ચ 1998માં બનાવ્યું હતું.
- માઇક્રોસોફ્ટએ 2006માં સર્ચ એંજિન લોન્ચ કર્યું હતું જેને MSN સર્ચ સાથે બદલવામાં આવ્યું હતું અને તેનું નામ Windows Live Search હતું પણ પછી 2007માં તેને Live Search નામ રાખવામાં આવ્યું હતું.
- જ્યારે બિંગ સર્ચ એંજિન માઇક્રોસોફ્ટના કર્મચારીઓ દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેનું કોડનેમ કુમો (Kumo) હતું જે શબ્દ જાપાનીઝ શબ્દમાંથી આવ્યો હતો.
- Windows 8.1 માં બિંગ “સ્માર્ટ સર્ચ” ને જોડવામાં આવ્યું હતું જે સ્ટાર્ટ બટનમાં જે ક્વેરી સર્ચ થાય તો તેને પ્રોસેસ કરવાનું કામ કરે છે.
તો મિત્રો આશા છે કે તમને માઇક્રોસોફ્ટ બિંગ સર્ચ એંજિન વિશે નવી રસપ્રદ માહિતી મળી હશે, તમારા મિત્રો સુધી પણ આ જાણકારી પહોચાડજો જેથી તેમને પણ તમારી જેમ નવું જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:
Thank you for your post. I really enjoyed reading it, especially because it addressed my issue. It helped me a lot and I hope it will also help others.
Thank you so much for your lovely comment! glad to know! 🙏❤️❤️