માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વિશે રસપ્રદ જાણકારી

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક ઓપરેટિંગ સિસ્ટમની શ્રેણી છે જે પર્સનલ કમ્પ્યુટર માટેના ઓપરેટિંગ સિસ્ટમ માટે ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં ઘણા ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો વિન્ડોઝ XP, વિન્ડોઝ 7, વિન્ડોઝ 10 વગેરે છે.

આ બધા ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા બનાવવામાં આવે છે જેના સ્થાપક બિલ ગેટ્સ અને પોલ એલન છે.

આજે આપણે માઇક્રોસોફ્ટના વિન્ડોઝ OS વિશે ઘણી જાણવા જેવી રસપ્રદ જાણકારી જાણીશું જેને જાણીને તમને પણ જરૂર આનંદ આવશે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વિશે રસપ્રદ જાણકારી

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વિશે જાણવા જેવી માહિતી

  • માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જે “વિન્ડોઝ” તરીકે પણ ઓળખાય છે જેની શરૂઆત 20 નવેમ્બર 1985માંબિલ ગેટ્સ” અને “પોલ એલન” દ્વારા થઈ હતી.
  • શું તમને ખબર છે કે 2009થી વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8 ના યુનિટનું વેચાણ પૂરા યુરોપના વસ્તી કરતાં પણ વધારે છે.
  • એકદમ શરૂઆતમાં બિલ ગેટ્સ આ ઓપરેટિંગ સિસ્ટમનું નામ “ઇન્ટરફેસ મેનેજર” રાખવાનું વિચારી રહ્યા હતા.
  • આ જાણીને તમને આશ્ચર્ય થશે કે વિન્ડોઝ 1.0 નું સાઇઝ 1 MB થી પણ ઓછું હતું.
  • 1988માં માઇક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી પીસી સોફ્ટવેર કંપની બની ગઈ હતી જેનું સૌથી વધારે વેંચાણ થયું હતું.
  • માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 95માંસ્ટાર્ટ બટન, ટાસ્કબાર અને કલોઝ બટન” રજૂ કર્યા હતા.
  • 25 ઓક્ટોમ્બર 2001માં માઇક્રોસોફ્ટએ Windows XP ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ કર્યું હતું અને આ OS માઇક્રોસોફ્ટના સોફ્ટવેર ડેવલોપમેંટના ઇતિહાસમાં સૌથી વધારે વેંચાતું પ્રોડક્ટ બન્યું હતું.
  • Windows Nashville, Windows Cairio અને Windows Neptune, આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝના લોન્ચ ન થયેલા વર્ઝન છે.
  • વિન્ડોઝ 7 ની સફળતા સાથે માઇક્રોસોફ્ટએ એપલ કંપનીને ગ્રાહકોની સંતુષ્ટિના આધાર પર હરાવી હતી.
  • 2015માં માઇક્રોસોફ્ટએ વિન્ડોઝ 10 સાથે “Cortana” ને લોન્ચ કરી હતી જે ગૂગલ આસિસ્ટન્ટ અને સિરીને જેમ પર્સનલ આસિસ્ટન્ટ છે.
  • શું તમને ખબર છે મિત્રો કે MS-DOS આધારિત વિન્ડોઝ 98 છેલ્લું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હતું.
  • અત્યારે વિન્ડોઝનું લેટેસ્ટ વર્ઝન Windows 10 છે પણ હવે Windows 11, આ 5 ઓક્ટોમ્બર 2021ના રોજ લોન્ચ થશે.
  • પહેલાના સમયમાં મુખ્ય રીતે કીબોર્ડ ઈનપુટ ડિવાઇસ તરીકે હતું પણ માઇક્રોસોફ્ટએ માઉસ પણ રજૂ કર્યું હતું અને લોકો માઉસનો વધારે ઉપયોગ કરે એ માટે માઇક્રોસોફ્ટએ પોતાના OS માં ગેમ્સ પણ રજૂ કરી જેમાં મુખ્ય રીતે માઉસનો ઉપયોગ થતો હતો.
  • Windows 3.0 આ પહેલું એવું માઇક્રોસોફ્ટનું OS હતું કે જેને સૌથી મોટા પાયા પર વાણિજ્યિક સ્તર પર સફળતા મેળવી હોય જેમાં પહેલા 6 મહિનામાં જ તેમણે 2 મિલ્યન જેટલી કોપી વેંચી દીધી હતી.
  • શું તમે જાણો છો કે વિન્ડોઝ 95 એ પહેલું એવું વર્ઝન હતું જેમાં માઇક્રોસોફ્ટએ પોતાના વેબ બ્રાઉઝરને રજૂ કર્યું હતું જેનું નામ છે “ઇન્ટરનેટ એક્સ્પ્લોરર
  • માઈક્રોસોફ્ટ વિન્ડોઝના ઓપરેટિંગ સિસ્ટમની લિસ્ટ:
  1. વિન્ડોઝ 1.0 – નવેમ્બર 1985
  2. વિન્ડોઝ 2.0 – ડિસેમ્બર 1987 
  3. વિન્ડોઝ 3.0 – મે 1990 
  4. વિન્ડોઝ 95 – ઓગસ્ટ 1995 
  5. વિન્ડોઝ 98 – જૂન 1998 
  6. વિન્ડોઝ 2000 – ફેબ્રુઆરી 2000 
  7. વિન્ડોઝ ME – સપ્ટેમ્બર 2000 
  8. વિન્ડોઝ XP – ઓક્ટોમ્બર 2001 
  9. વિન્ડોઝ વિસ્ટા – જાન્યુઆરી 2007 
  10. વિન્ડોઝ 7 – ઓક્ટોમ્બર 2009 
  11. વિન્ડોઝ 8.0 – ઓક્ટોમ્બર 2012 
  12. વિન્ડોઝ 8.1 – ઓક્ટોમ્બર 2013 
  13. વિન્ડોઝ 10 – જુલાઈ 2015 
  14. વિન્ડોઝ 11 – ઓક્ટોમ્બર 2021

મિત્રો આશા છે કે આજે તમને માઇક્રોસોફ્ટના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે કઈક નવું જાણવા મળ્યું હશે, આ માહિતી જરૂર તમારા મિત્રો સાથે શેયર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

 Last updated: 27 March 2022, 1:17 AM