માઇક્રોસોફ્ટ વિન્ડોઝ શું છે? જાણો

મિત્રો જેમ ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે તેમ માર્કેટમાં તમને ઘણા કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે. હજુ પણ એક એવું ઓપરેટિંગ સિસ્ટમ છે જેને માર્કેટમાં પોતાની ઓળખ ગુમાવી નથી અને લોકો હંમેશા ઉપયોગ કરતા આવ્યા છે જેનું નામ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે.

આજે આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે ઘણી ઉપયોગી જાણકારી જાણીશું.

Microsoft Windows OS Laptop

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ શું છે? (What is Microsoft Windows?)

માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે. જેનો ઉપયોગ વ્યક્તિગત કમ્પ્યુટર અને વ્યવસાયને લગતા કામો કરતાં કમ્પ્યુટરમાં કરવામાં આવે છે.

આ ઓપરેટિંગ સિસ્ટમ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ (GUI) આધારિત છે. જેનો અર્થ એ થયો કે આ OS તમે માઉસ અને કીબોર્ડ દ્વારા સરળતાથી કંટ્રોલ કરી શકો છો અને તમને સ્ક્રીન પર અલગ-અલગ સુંદર ગ્રાફિક્સ પણ દેખાય છે.

સૌથી પહેલું માઇક્રોસોફ્ટ વિન્ડોઝનું વર્ઝન “Windows 1.0” વર્ષ 1985માં લોન્ચ થયું હતું અને અત્યારનું લેટેસ્ટ વર્ઝન Windows 11 છે.

Windows 11 ને 5 ઓક્ટોમ્બર 2021 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. વિન્ડોઝ કમ્પ્યુટરને User Friendly બનાવે છે અને જેના લીધે આ સિસ્ટમને ઉપયોગ કરવું સરળ છે.

માઇક્રોસોફ્ટ વિન્ડોઝની શરૂઆત Bill Gates અને Paul Allen એમ બે વ્યક્તિએ સાથે ભેગા મળીને કરી હતી.

વિન્ડોઝના અલગ-અલગ વર્ઝન (Different Windows Version)

Windows Logo

વિન્ડોઝના અલગ-અલગ વર્ઝન નીચે મુજબ છે. 

વિન્ડોઝ 1.0

વર્ષ 1985

વિન્ડોઝ 2.0

વર્ષ 1987

વિન્ડોઝ 3.0

વર્ષ 1990

વિન્ડોઝ 95

વર્ષ 1995

વિન્ડોઝ 98

વર્ષ 1998

વિન્ડોઝ 2000

વર્ષ 2000

વિન્ડોઝ XP

વર્ષ 2001

વિન્ડોઝ Vista

વર્ષ 2007

વિન્ડોઝ 7.0

વર્ષ 2009

વિન્ડોઝ 8.0

વર્ષ 2012

વિન્ડોઝ 10

વર્ષ 2015

વિન્ડોઝ 11

વર્ષ 2021

મિત્રો આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે અને તમારા મિત્રો સાથે પણ આ જાણકારી શેર કરજો જેથી બધા જ લોકોને કઈક નવું જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ: