જયારે એન્ડ્રોઇડમાં એપ ડાઉનલોડ કરવાની વાત આવે ત્યારે Play Store ધ્યાનમાં આવે છે અને જ્યારે iOS માં એપ ડાઉનલોડ કરવાની વાત આવે તો App store યાદ આવે છે.
તેવી જ રીતે Windows OS પર જો કોઈ એપ ડાઉનલોડ કરવાની વાત આવે તો બસ Microsoft Store મગજમાં આવે છે કારણ કે માઇક્રોસોફ્ટ સ્ટોર એક એવું સ્ટોર છે જ્યાં Windows પ્લૅટફૉર્મ માટે આપણને અલગ-અલગ એપ, ગેમ અને બીજા અલગ-અલગ પ્રકારના ડિજિટલ કન્ટેન્ટ જોવા મળે છે.
આજે આપણે માઇક્રોસોફ્ટ સ્ટોર વિશે રસપ્રદ માહિતી જાણીશું જેમાં તમને પણ જરૂર મજા આવશે.
માઇક્રોસોફ્ટ સ્ટોર વિશે રસપ્રદ માહિતી
- શું તમને ખબર છે કે માઇક્રોસોફ્ટ સ્ટોરની શરૂઆત 2012માં Windows 8 અને Windows Server 2012 માટે એક એપ સ્ટોર તરીકે થઈ હતી.
- માઇક્રોસોફ્ટ સ્ટોર પહેલા Windows Store તરીકે જાણીતું હતું.
- જેવી રીતે ગૂગલ પ્લેસ્ટોર અને iOS એપસ્ટોરમાં એપ્લિકેશનને વેરિફાય કરવામાં આવે છે તેવી જ રીતે માઇક્રોસોફ્ટ સ્ટોરમાં પણ બધી જ એપને ખૂબ સારી રીતે સર્ટિફાય કરવામાં આવે છે.
- શું તમે જાણો છો કે માઇક્રોસોફ્ટ સ્ટોરની પહેલા પણ માઇક્રોસોફ્ટનું એક Windows Marketplace નામનું એક પ્લૅટફૉર્મ હતું જ્યાં સોફ્ટવેરની કી અને લાઈસેન્સ વગેરે મળતું હતું પણ નવેમ્બર 2008માં Windows Marketplace બંધ કરવામાં આવ્યું.
- Windows 8.1 આવ્યું ત્યારે માઇક્રોસોફ્ટ સ્ટોરમાં નવા બદલાવ આવ્યા, જેમ કે તેમાં અલગ-અલગ કેટેગરી પ્રમાણે એપ્સ સેક્શન હતું, તેમાં એપ ઓટોમેટિક અપડેટ થઈ જાય તેવું પણ સિસ્ટમ ઉમેરવામાં આવ્યું હતું.
- જ્યારે Windows 10 આવ્યું ત્યારે માઇક્રોસોફ્ટ સ્ટોરમાં વધારે બદલાવ કરવામાં આવ્યા, માઇક્રોસોફ્ટના બીજા પ્લૅટફૉર્મનો સમાવેશ માઇક્રોસોફ્ટ સ્ટોરમાં જ કરવામાં આવ્યો જેમ કે “Windows Marketplace, Windows Phone Store, Xbox Video, Xbox Music“, આ પ્લૅટફૉર્મને માઇક્રોસોફ્ટ સ્ટોરમાં મર્જ કર્યા બાદ માઇક્રોસોફ્ટ સ્ટોરમાં બધા જ પ્રકારનું કન્ટેન્ટ મળી શકે તે માટે માઇક્રોસોફ્ટ સ્ટોર સક્ષમ બની ગયું હતું.
- ફેબ્રુઆરી 2018માં માઇક્રોસોફ્ટએ જણાવ્યુ હતું કે “Progressive Web Apps (પ્રોગ્રેસિવ વેબ એપ્સ)” પણ હવે માઇક્રોસોફ્ટ સ્ટોરમાં ઉપલબ્ધ થશે અને માઇક્રોસોફ્ટનું “Bing Crawler (બિંગ ક્રોલર)” ઓટોમેટિક અમુક સારી પ્રોગ્રેસિવ વેબ એપ્સનો સમાવેશ કરશે અને ડેવલોપર પણ પોતાની પ્રોગ્રેસિવ વેબ એપ્સને સબમિટ કરી શકશે.
- Windows 10 Version 1803 થી માઇક્રોસોફ્ટ સ્ટોરમાંથી આપણે ફૉન્ટને પણ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
- Windows 11માં માઇક્રોસોફ્ટમાં પણ ઘણા બદલાવ આવ્યા અને તેનો ઇન્ટરફેસને પણ બદલવામાં આવ્યો.
આ હતી માઇક્રોસોફ્ટ સ્ટોર વિશે ઘણી જાણવા જેવી વાતો, જો તમને મજા આવી હોય તો જરૂર તમારા મિત્રો સાથે શેર કરજો.
અન્ય પોસ્ટ પણ વાંચો :