માઉસ (Mouse) એટલે શું? માઉસ વિશે સંપૂર્ણ જાણકારી

આપણે સૌ માઉસ નામથી પરિચિત છીએ, માઉસનો એક અર્થ ઉંદર થાય અને બીજો અર્થ “કમ્પ્યુટર માઉસ” થાય છે. આજે આપણે કમ્પ્યુટરમાં ઉપયોગ આવતા એક મહત્વના ઈનપુટ ડિવાઇસ “માઉસ” વિશે વાત કરવાના છીએ.

જેમ રેલ્વેમાં એક ટ્રેન તેના એંજિન વગર અધૂરી છે તેવી જ રીતે કમ્પ્યુટર “માઉસ” વગર અધૂરું છે. કમ્પ્યુટરમાં માઉસ ખૂબ જ જરૂરી ઈનપુટ ડિવાઇસ છે. માઉસનો ઉપયોગ કેવી રીતે થાય એ તમને ખબર જ છે અને તમે તેનો ઉપયોગ પોતાના રોજિંદા જીવનમાં કમ્પ્યુટર વાપરતી વખતે કરો જ છો, પણ મિત્રો આ માઉસ એટલે શું? તેની શોધ કોને કરી? તેના કેટલા પ્રકાર છે? આ માઉસ કેવી રીતે બનાવવામાં આવ્યું? તેના વિશે તમને આજે જાણવા મળશે.

માઉસ (Mouse) એટલે શું? માઉસ વિશે સંપૂર્ણ જાણકારી

માઉસ એટલે શું?

માઉસને એક ઈનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. માઉસ એક પોઈંટિંગ ડિવાઇસ છે જેનું કામ કમ્પ્યુટરને આદેશ આપવા માટે થાય છે. કમ્પ્યુટરની અંદર માઉસ સાથે એક કર્સર એરો જોડાયેલો છે જેની મદદથી આપણે જેમ માઉસને ખસેડીએ તેમ કમ્પ્યુટર સ્ક્રીન પર કર્સર પણ માઉસ પ્રમાણે ખસે છે અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર સ્થાનાંતર કરે છે.

માઉસને તમે જેમ ખસેડો તેમ કમ્પ્યુટરમાં કર્સર ખસે છે અને તેની મદદથી તમારે કમ્પ્યુટરમાં એક જગ્યાએથી બીજી જગ્યા પર જવું હોય તો તમે માઉસ ખસાડીને કોઈ પણ પ્રોગ્રામ કે સોફ્ટવેર પર ક્લિક કરીને ત્યાં પહોચી શકો છો.

માઉસનો આકાર એક ઉંદર જેવો હોય છે, તમારે ખાલી પોતાનો હાથ માઉસ પર મૂકવાનો, તેને હલાવવાનું અને પોતાની આંગળીઓ વડે ક્લિક કરવાનું હોય છે.

માઉસને વાપરવું ખૂબ સાદું અને સરળ છે. માઉસની સાથે એક વાયર આપવામાં આવે છે જેનાથી તમે માઉસને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો છો, પણ અત્યારે વાયર વગરના વાયરલેસ માઉસ પણ આવી ગયા છે, વાયરલેસ માઉસમાં તમારે વાયર લગાવવાની જરૂર નથી હોતી.

માઉસના બટન અને તેના ઉપયોગ

માઉસના બટન અને તેના ઉપયોગ

માઉસમાં ટોટલ 3 મુખ્ય બટન આપેલા હોય છે જે નીચે મુજબ છે.

1. ડાબી બાજુ : આ બટનથી તમે કોઈ ઓબ્જેક્ટ પર ક્લિક કરી શકો છો અને તેને ડ્રેગ અને ડ્રોપ પણ કરી શકો છો. જેમ કે તમારે કોઈ સોફ્ટવેર ખોલવું છે તો તમે તેના પર કર્સર લઈ જઈને ડાબી બાજુનું બટન 2 વખત દબાવશો એટલે તે સોફ્ટવેર ખુલશે. 

કોઈ ઓબ્જેક્ટ પર તમે આ બટનની મદદથી 1 વખત ક્લિક કરશો તો તે ઓબ્જેક્ટ સિલેક્ટ થશે.

2. જમણી બાજુ : આ બટનથી તમે કોઈ ઓબ્જેક્ટનું મેનૂ ખોલી શકો છો અને તેને કટ, કોપી અને પેસ્ટ પણ કરી શકો છો. તેને Rename કરવાનો પણ ઓપ્શન તમને મળશે.

2. જમણી બાજુ : આ બટનથી તમે કોઈ ઓબ્જેક્ટનું મેનૂ ખોલી શકો છો અને તેને કટ, કોપી અને પેસ્ટ પણ કરી શકો છો. તેને Rename કરવાનો પણ ઓપ્શન તમને મળશે.

ઓબ્જેક્ટ સૌથી પહેલા તમારે ડાબી બાજુના બટનની મદદથી સિલેક્ટ કરવું પડશે અને ત્યારબાદ તમે આનો ઉપયોગ કરી શકો છો.

3. સ્ક્રોલ વ્હીલ : જો તમે કમ્પ્યુટરમાં કોઈ લાંબા પેજને ખોલીને બેઠા હોય તો તેને ઉપર-નીચે કરવા માટે સ્ક્રોલ વ્હીલનો ઉપયોગ થાય છે.

કમ્પ્યુટરમાં તમારે કોઈ પેજનો આકાર નાનો-મોટો કરવો હોય તો તમે CTRL સાથે સ્ક્રોલ વ્હીલ ઉપર-નીચે કરશો તો તમારા પેજમાં રહેલા અક્ષરો નાના-મોટા થશે, આવી રીતે ડેસ્કટોપમાં પણ CTRL સાથે સ્ક્રોલ વ્હીલ ઉપર-નીચે કરશો તો તમારા ડેસ્કટોપ આઇકન નાના-મોટા થશે.

આ પણ વાંચો:- ફંક્શન કી શું હોય છે? F1 થી F12 કીના ઉપયોગ જાણો

માઉસની શોધ કોને અને ક્યારે કરી?

માઉસની શોધ બીજા વિશ્વ યુદ્ધ સમયે એક સૈનિકે 1968 માં કરી હતી જેમનું નામ “ડગ્લાસ સી એન્જલબર્ટ” (Douglas C. Engelbart). આ ડગ્લાસભાઈ કેલિફોર્નિયાની સ્ટાન્ડર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હતા ત્યારે એમને આ માઉસ ની શોધ કરી. સૌથી પહેલા માઉસ લાકડાનું બનાવવામાં આવ્યુ હતું જેમાં લેફ્ટ સાઈડ (જમણી બાજુ) અને રાઈટ સાઈડ (જમણી બાજુ) બટન આપેલા હતા. આ માઉસ નો ઉપયોગ 1973 માં Xerox alto computer system ઉપર સૌથી પહેલા કરવામાં આવ્યો હતો.

માઉસના કેટલા પ્રકાર છે અને કયા-કયા?

માઉસના ટોટલ 4 પ્રકાર છે જે નીચે મુજબ છે

1.કોર્ડેડ માઉસ: કોર્ડેડ માઉસને સીધું વાયર દ્વારા કમ્પ્યુટર સાથે કન્નેક્ટ કરવામાં આવે છે. આ માઉસ ની ચોકસાઇ અને સ્પીડ બીજા પ્રકારના માઉસ કરતા ઘણી વધારે હોય છે. આ પ્રકારના માઉસમાં પાવર કેબલ હોય છે એટલે કોઈ એક્સટ્રા બેટરીની જરૂર પડતી નથી.

2. વાયરલેસ માઉસ : જેવું નામ એવા ગુણ, તમે સમજી ગયા હશો કે વાયરલેસ એટલે વાયર વગરના માઉસ. આ પ્રકારનું માઉસ બેટરી સંચાલિત હોય છે એટલે ભવિષ્યમાં તમારે બેટરીનો ખર્ચ આવી શકે છે. વાયરલેસ છે એટલે એનો મતલબ એવો નથી કે તમે આનો ઉપયોગ 10 ફુટ દૂર જઈને કરી શકો, એની રેન્જ જેટલી હોય એટલા અંતરમાં જ રહીને તેનો ઉપયોગ કરવો પડે છે. આ પ્રકારના માઉસમાં કયારેક સીગ્નલ છૂટી જવાની સંભાવના રહે છે.

3. મિકેનિકેલ માઉસ : અત્યારે આ સમયમાં આ પ્રકારના માઉસ નો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે. આ એક મેટલ અથવા રબરના મટીરીયલનો ઉપયોગ કરીને ગોળ આકારમાં બનાવવામાં આવે છે. જયારે આને તમે હવામાં લટકાવી ને ફેરવો છો ત્યારે અંદરના સેન્સર સેન્સ કરીને માઉસ નો એરો તમે જે દિશા નો નિર્દેશ કરેલો હોય તે દિશામાં આગળ વધે છે. આ પ્રકારના માઉસમાં ધૂળ જવાની શકયતા હોય છે જેનાથી ભવિષ્યમાં આના ખરાબ થવાના ચાન્સ વધી જાય છે.

4. ઓપ્ટિકલ માઉસ :આ પ્રકારના માઉસનો ઉપયોગ અત્યારે વધારે થાય છે. આ પ્રકારના માઉસમાં નીચે LED લાઈટ અથવા લેસરના ઉપયોગ દ્વારા કર્સરને કોઈ પણ  દિશા તરફ નિર્દેશ આપવામાં આવે છે. આ પ્રકારના માઉસ નો ઉપયોગ સૌથી પહેલા માઇક્રોસોફ્ટએ 1999 માં કરેલો હતો.

માઉસની અંદર આવેલા મિકેનિકલ પાર્ટસ વિશે માહિતી

  • બોડી : માઉસની બોડી ABS પ્લાસ્ટીકની બનેલી હોય છે.
  • સર્કિટ : માઉસની અંદર એક માઇક્રોકંટ્રોલર પર આધારીત પ્રોગ્રામિંગ કરેલી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ હોય છે જેમાં અલગ અલગ પ્રકારના રજીસ્ટર, ટ્રાંજીસ્ટર, કેપેસીટર, આઈસી જેવા ઇલેક્ટ્રોનિક કંપોનેન્ટથી તૈયાર કરેલ હોય છે.
  • કેબલ : માઉસને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા માટે 100% કોપરથી બનેલા કેબલનો ઉપયોગ થાય છે.

માઉસનો ઉપયોગ કયા કામ માટે થાય છે?

  • માઉસનો ઉપયોગ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર રહેલા કર્સરને ખસેડવા માટે થાય છે.
  • માઉસનો ઉપયોગ કોમ્પ્યુટરમાં રહેલા ફાઇલ, ફોલ્ડર, કોઈ પણ ઓબ્જેક્ટ અને ડોક્યુમેન્ટને ખોલવા(Open), એડિટ, ડીલીટ અને કોપી, પેસ્ટ, કટ માટે થાય છે.
  • કોમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ્સ કે ડોક્યુમેન્ટની અંદર ડેટા હોય તો તેને તમે એક સાથે સિલેક્ટ કરવા માટે માઉસનો ઉપયોગ કરી શકો છો.
  • કોમ્પ્યુટરમાં એક ડોક્યુમેન્ટની અંદર ઘણી બધી ફાઇલો અથવા ડેટા હોય છે તો તેમાંથી માઉસ દ્વારા તમે કોઈ પણ એક ઓબ્જેક્ટ અથવા ફાઇલોને શોધી શકો છો.
  • કમ્પ્યુટરમાં તમે કોઈ PDF કે વેબસાઇટ પર લખાણ વાંચતાં હોય તો લખાણને ઉપર-નીચે સ્ક્રોલ વ્હીલ દ્વારા તમે કરી શકો અને CTRL સાથે સ્ક્રોલ વ્હીલ ઉપર નીચે કરવાથી લખાણને નાનું-મોટું કરી શકાય છે.

આશા છે કે હવે તમને માઉસ વિશે ઘણું બધુ જાણવા મળ્યું હશે, માઉસ એટલે શું? તેના વિશે તમે ખૂબ સરસ જાણકારી લીધી છે, તમારો કોઈ સવાલ હોય તો જરૂર જણાવો અને તમારે કોઈ કમ્પ્યુટરને લગતી પોસ્ટ જોઈતી હોય તો તમે નીચે જણાવી શકો છો.

 અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: