મિત્રો અત્યાર સુધી તો આપણે ઇન્ટરનેટ પર માત્ર “વેબસાઇટની મુલાકાત લેવી, વિડિયો જોવા, ચેટિંગ કરવી, કન્ટેન્ટ પબ્લિશ કરવું, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપયોગ કરવા, સ્ટોરી મૂકવી અને જોવી” જેવા વગેરે કામો કરીએ છીએ.
ઘણી વખત આપણે આ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે પોતાના મોબાઇલ કે કમ્પ્યુટરમાં જ ખોવાઈ જતા હોય છે. આ ઇન્ટરનેટને તમે માત્ર મોબાઇલ અને કમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈને જ અનુભવ લઈ શકો છો,
પણ જો તમે પૂરા ઇન્ટરનેટમાં જ ઘૂસીને ઇન્ટરનેટ ઉપયોગ કરી શકો તો? તમે પોતે અને તમારું શરીર પણ ઇન્ટરનેટમાં પૂરું તમને દેખાય અને તમને તમારા બીજા મિત્રો પણ પૂરા દેખાશે.
આ વિકસિત ટેક્નોલોજીનું પરિણામ છે, ચાલો આજે આપણે વાત કરીશું “મેટાવર્સ (Metaverse)” વિશે કે આ ટેક્નોલોજી શું છે અને તેના વિશે ઘણી જાણવા જેવી માહિતી.

મેટાવર્સ એટલે શું? – What is Metaverse in Gujarati?
મેટાવર્સ એક એવી નવી ટેક્નોલોજી છે જેના દ્વારા તમે પૂરી રીતે ઇન્ટરનેટનો આનંદ ઉઠાવી શકો છો, તમે પૂરી રીતે ઇન્ટરનેટમાં જઈ શકો છો, ઇન્ટરનેટનું આ નવું સ્વરૂપ હશે.
મેટાવર્સ એક વર્ચુઅલ દુનિયા (Virtual World) છે, એવી દુનિયા જે માત્ર કમ્પ્યુટર દ્વારા ચાલે છે. આ દુનિયામાં તમે હેડફોન જેવા ડિવાઇસ જેમ કે હેડસેટ તમારા માથા ઉપર પહેરીને અથવા ચશ્માં પહેરીને અને હાથમાં અન્ય ડિવાઇસ પહેરીને તમે એક અલગ જ દુનિયામાં પ્રવેશ કરી શકો છો જે કમ્પ્યુટર દ્વારા ચાલે છે.
અત્યારે તો તમે ઇન્ટરનેટને માત્ર મોબાઇલ અને કમ્પ્યુટર દ્વારા ઉપયોગ કરો છો અને તમારી પ્રોફાઇલ જ માત્ર ઇન્ટરનેટ પર દેખાય છે પણ મેટાવર્સમાં તો તમે પૂરી રીતે દેખાશો, તમારું કાર્ટૂન અવતાર મેટાવર્સમાં હશે, જેમ તમે તમારા શરીરમાં પહેરેલા ડિવાઇસ દ્વારા હલન-ચલન કરશો તેવું જ હલન-ચલન તમારું કાર્ટૂન અવતાર મેટાવર્સમાં કરશે.
અવતાર (Avatar) એટલે આપણાં શરીર જેવુ જ દેખાતું એક કાર્ટૂન ચિત્ર જે 3D માં હોય અને તે ઇન્ટરનેટ પર, વિડિયો ગેમ વગેરેમાં હોય.
આ જ રીતે તમારા બધા મિત્રો પણ મેટાવર્સના ઉપકરણ પોતાના શરીર પર પહેરીને મેટાવર્સની દુનિયામાં પ્રવેશ કરી શકશે અને તેમના કાર્ટૂન કેરેક્ટર પણ તમને દેખાશે અને તમારું કાર્ટૂન કેરેક્ટર પણ તમારા મિત્રોને જોવા મળશે, તમે બધા ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ વગેરે જેવી રમતો રમી શકશો.
“મેટાવર્સ (Metaverse)” શબ્દ સૌથી પહેલા 1992માં એક “Snowcrash” નામની નવલકથામાં આવ્યો હતો જેના લેખક “Neal Stephenson” છે.
હાલ 2021માં ફેસબુકએ પોતાની પેરેંટ કંપનીનું નામ “Meta” રાખ્યું છે જેના લીધે મેટાવર્સ લોકપ્રિય બન્યું છે.
તમે મેટાવર્સમાં શું-શું કરી શકશો?
મેટાવર્સની મદદથી તમે એક અલગ જ ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરી શકશો જેમાં તમે નવું-નવું વસ્તુ ખરીદી શકશો, નવી વસ્તુ શીખી શકશો, વસ્તુઓની લે-વેંચ કરી શકશો, રમતો રમી શકશો, નવા લોકો સાથે મળી શકશો.
તમે જે રીતે અસલી દુનિયામાં અલગ-અલગ વસ્તુઓ કરો છો તેવી જ રીતે તમે મેટાવર્સમાં પણ અલગ-અલગ વસ્તુઓ કરી શકશો. આ એક 3D દુનિયા હશે.
અત્યારે તો તમે ઓનલાઇન મિટિંગમાં માત્ર પોતાનો ચહેરો બતાવીને મિટિંગ કરો છો પણ મેટાવર્સમાં તમે એક ટેબલ, મોટી રૂમ અને સામે અને તમારી આજુ-બાજુ લોકો સાથે બેસીને મિટિંગ કરી શકશો.
આવો ઘણો નવો-નવો અનુભવ તમને મેટાવર્સમાં મળશે.
શું મેટાવર્સમાં આજે જઈ શકાય છે?
ના, આપણાં મનમાં મેટાવર્સને લઈને જે કલ્પનાઓ અને આશાઓ છો એ રીતે તો હમણાં આપણે મેટાવર્સમાં નથી જઈ શકતા કારણ કે ઘણી ટેક અને ગેમિંગ કંપનીઓ મેટાવર્સ પ્લૅટફૉર્મને બનાવવાનું કામ કરી રહી છે. આશરે આવતા 10 વર્ષોમાં તમને મેટાવર્સનો અનુભવ જોવા મળી શકે છે.
મેટાવર્સમાં કમાણી કેવી રીતે થશે?
મેટાવર્સ એક અલગ જ દુનિયા હશે જેમાં તમે અલગ-અલગ સંપતિમાં રોકાણ કરી શકશો, સંપતિઓ ખરીદી અને વેંચી શકશો, મોટા ઇવેંટ બનાવીને તેની ટિકિટ વેંચી શકશો, VR ગેમ બનાવી શકો છો, યુઝર માટે 3D સંપતિ બનાવી શકો છો.
હજુ તો મેટાવર્સની શરૂઆત પણ નથી થઈ પણ જ્યારે આવશે ત્યારે કમાણીના ઘણા રસ્તાઓ તેની જાતે જ નીકળશે.
જ્યારે ઇન્ટરનેટ શરૂ થયું હતું ત્યારે કોઈને ખબર ન હતી કે એક દિવસ ઇન્ટરનેટ પર કમાણી કરવાના આટલા ઘણા રસ્તાઓ નીકળશે પણ આજે કેટલાય રસ્તાઓ છે તો આ રીતે મેટાવર્સમાં પણ સમય પ્રમાણે આપણને ઓટોમેટિક નવું-નવું જોવા મળશે.
ફેસબુકએ પોતાનું નામ “Meta” કેમ બદલ્યું?
ઓક્ટોમ્બર 2021માં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેંટ કંપની “Facebook, Inc.” એ પોતાનું નામ બદલીને “Meta Platforms, Inc.” રાખ્યું છે.
હવે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પોતાની કંપનીને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ સિવાય પણ એક મેટાવર્સ કંપની બનાવવા જઈ રહ્યા છે તેના કારણે તેમને પોતાની કંપનીનું નામ રિબ્રાંડ કર્યું.
વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQ Questions
મેટાવર્સ શબ્દનો અર્થ શું છે?
મેટાવર્સ એટલે એવી કમ્પ્યુટર દ્વારા બનેલી દુનિયા જેમાં યુઝર જઈને અન્ય યુઝર સાથે વાત-ચિત, રમી શકે, ફરી શકે અથવા અન્ય ઘણી એક્ટિવિટી કરી શકે, આવી એક આભાસી (VR) દુનિયા.
મેટાવર્સ શબ્દની શરૂઆત ક્યારે થઈ?
સૌથી પહેલા 1992માં મેટાવર્સ શબ્દનો ઉલ્લેખ Neal Stephenson ની “Snow Crash” નામની એક નવલકથામાં થયો હતો.
મેટાવર્સ કઈ ટેક્નોલોજી પર આધારિત છે?
મેટાવર્સ Augmented Reality (AR) અને Virtual Reality (VR) ટેક્નોલોજી ઉપર આધારિત છે.
તો આશા છે કે આજે તમને મેટાવર્સ વિશે જાણીને ઘણી મજા આવી હશે અને તમે પણ ઉત્સાહિત થઈ ગયા હશો કે ક્યારે મેટાવર્સ આવશે અને તમે પણ આ ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: