આજે આપણે કમ્પ્યુટરના એવા ભાગ વિશે વાત કરીશું જેના લીધે આપણે કમ્પ્યુટરમાં મનોરંજન કરી શકીએ છે અને પોતાના ઇચ્છિત કામોને કરી શકીએ છે. આજે આપણે મોનિટર (Monitor) વિશે વાત કરીશું.
તમે મોનિટર વગરના કમ્પ્યુટરની કલ્પના જ નહીં કરી શકો કારણ કે મોનિટરને લીધે આપણે કમ્પ્યુટરમાં બધુ જ જોઈ શકીએ છે તો ચાલો આજે આપણે મોનિટર વિશે જાણીએ કે આ મોનીટર શું છે? તેના વિશે ઘણી માહિતી જાણીએ.
મોનિટર શું છે? – What is Monitor in Gujarati?
મોનિટર એક કમ્પ્યુટરનું આઉટપુટ ડિવાઇસ છે જેમાં તમને કમ્પ્યુટરની બધી માહિતી અને અન્ય ચલચિત્ર જોવા મળે છે. મોનિટર એક એવું મશીન છે જે કમ્પ્યુટરની માહિતી સ્ક્રીન પર બતાવે છે.
કમ્પ્યુટરમાં આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે આપણને મોનિટરમાં દેખાય છે, મોનિટરને કારણે આપણે કમ્પ્યુટરના સોફ્ટવેર અને અલગ-અલગ ચલચિત્રોને જોઈ શકીએ છીએ.
મોનિટરમાં જ આપણે ફિલ્મો અને ફોટા જોઈ શકીએ છીએ. મોનિટરને આપણે એક કેબલ દ્વારા મધરબોર્ડ સાથે જોડીએ છીએ અને ત્યારબાદ આપણને ડેસ્કટોપ સ્ક્રીન અને અંદર અલગ-અલગ ફંક્શન સ્ક્રીન પર દેખાય છે.
મોનિટર પર આપણને જે પણ દેખાય છે તેના નાના-નાના ચોરસ પિક્સેલ હોય છે અને મોનિટર પર જે પણ આપણને કઈ દેખાય છે તે કેટલી સારી ક્વોલિટીમાં દેખાશે એ ગ્રાફિક કાર્ડ પર આધારિત હોય છે.
સૌથી પહેલું કમ્પ્યુટર મોનિટર ક્યારે આવેલું?
માર્ચ 1, 1973માં Xerox Alto કમ્પ્યુટર આવ્યું હતું અને સૌથી પહેલું કમ્પ્યુટર મોનિટર આ સિસ્ટમનો એક ભાગ હતો. આ મોનિટરમાં CRT ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો અને તેમાં મોનોક્રોમ ડિસ્પ્લે હતી.
મોનિટરને આઉટપુટ ડિવાઇસ કેમ કહેવાય છે?
કમ્પ્યુટરને ચલાવવા માટે મોનિટરની જરૂર નથી પડતી, પણ કમ્પ્યુટરમાં શું ચાલી રહ્યું છે અને ઓપરેટિંગ સિસ્ટમને જોવા આપણને એક આઉટપુટ ડિવાઇસની જરૂર પડે છે જે આપણને અંદરની બધી ગતિવિધિ બતાવે છે.
મોનિટરમાં આપણે કમ્પ્યુટરમાં શું ચાલી રહ્યું એ બધુ જોઈ શકીએ છીએ, ટૂંકમાં મોનિટર આઉટપુટ પ્રદાન કરે છે તેથી મોનિટરને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે.
મોનિટરના પ્રકાર
- CRT (Cathode Ray Tube) Monitor
- Flat Panel Monitor
- Touch Screen Monitor
- LED Monitor
- OLED Monitor
- DLP Monitor
- TFT Monitor
- Plasma Screen Monitor
મિત્રો આશા છે કે તમને મોનિટર વિશે આ જાણકારી પસંદ આવી હશે, તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.
અમારી દર નવી પોસ્ટ મેળવવા 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-