મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં કેવી રીતે ચલાવી શકાય?

2021માં મેસેંજર પ્લેટફોર્મની વાત કરીએ તો તેમાં વોટ્સએપનું નામ સૌથી ઉપર આવે છે કારણ કે વોટ્સએપ દુનિયાનું  સૌથી મોટું મેસેંજિંગ પ્લેટફોર્મ છે.

વોટ્સએપને ઓફિસમાં કામ કરતાં વ્યક્તિ પણ વાપરે છે જેમનો પૂરો સમય કમ્પ્યુટર પર કામ કરીને પસાર થાય છે અને જો તેમણે પીસીમાં જ વોટ્સએપ મળે તો મેસેજ કરવાનું સહેલું થઈ જાય છે.

આ પોસ્ટમાં આપણે જાણીશું કે મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં કેવી રીતે ચલાવી શકાય? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ.

મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં કેવી રીતે ચલાવી શકાય?

મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં વાપરવાની રીત

મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં ચલાવવા માટે આપણે કમ્પ્યુટરમાં વોટ્સએપ વેબનો ઉપયોગ કરવો પડશે. તમારે વોટ્સએપ વેબ ડાઉનલોડ કરવાની જરૂર નથી કારણ કે તેને ઇન્સ્ટોલ કર્યા વગર જ તમે ઉપયોગ કરી શકો છો.

આ રીત દ્વારા તમારા મોબાઇલમાં જે વોટ્સએપ અકાઉંટ છે એ જ અકાઉંટને તમે કમ્પ્યુટરમાં નંબર નાખ્યા વગર વાપરી શકશો.

આ કામ કરવા માટે જરૂરી વસ્તુઓ:-

 • મોબાઇલમાં વોટ્સએપ એપ ચાલુ હોવી જોઈએ
 • મોબાઇલ અને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હોવું જોઈએ
 • કમ્પ્યુટરમાં બ્રાઉઝર હોવું જોઈએ જેમ કે Google Chrome, Firefox વગેરે…

ઉપર જણાવેલી જરૂરી વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ.

તો ચાલો હવે જાણીએ કે મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં ચલાવવાની રીત


 1. સૌપ્રથમ તમારા કમ્પ્યુટરમાં કોઈ બ્રાઉઝર ખોલો.
  સૌપ્રથમ તમારા કમ્પ્યુટરમાં કોઈ બ્રાઉઝર ખોલો.

 2. હવે તેના URLમાં web.whatsapp.com લખીને Enter દબાવો.
  હવે તેના URLમાં web.whatsapp.com લખીને Enter દબાવો.

 3. હવે વોટ્સએપ વેબની વેબસાઇટમાં તમને એક કોડ દેખાશે.તેને ચાલુ રાખો.
  હવે વોટ્સએપ વેબની વેબસાઇટમાં તમને એક કોડ દેખાશે. તેને ચાલુ રાખો.

 4. હવે તમારા મોબાઇલમાં Whatsapp એપ ખોલો.
  હવે તમારા મોબાઇલમાં Whatsapp એપ ખોલો.

 5. જમણી બાજુ, ઉપર સર્ચ બટનની બાજુમાં 3 ટપકા ઉપર ક્લિક કરો.
  જમણી બાજુ, ઉપર સર્ચ બટનની બાજુમાં 3 ટપકા ઉપર ક્લિક કરો.

 6. હવે “Whatsapp Web” પર ક્લિક કરો.
  હવે "Whatsapp Web" પર ક્લિક કરો.

 7. હવે “LINK A DEVICE” પર ક્લિક કરો.
  હવે "LINK A DEVICE" પર ક્લિક કરો.

 8. હવે સ્કેનર ખૂલી જશે, ત્યારબાદ મોબાઇલમાં ખુલેલા સ્કેનર દ્વારા કમ્પ્યુટરમાં આપેલા વોટ્સએપ વેબના કોડને સ્કેન કરો.
  હવે સ્કેનર ખૂલી જશે, ત્યારબાદ મોબાઇલમાં ખુલેલા સ્કેનર દ્વારા કમ્પ્યુટરમાં આપેલા વોટ્સએપ વેબના કોડને સ્કેન કરો.

 9. હવે કમ્પ્યુટરમાં તમારા મોબાઇલનું જ વોટ્સએપ ચાલુ થઈ જશે.
  હવે કમ્પ્યુટરમાં તમારા મોબાઇલનું જ વોટ્સએપ ચાલુ થઈ જશે.

ધ્યાન રાખજો કે તમારા મોબાઇલમાં વોટ્સએપ ચાલુ હોવું જોઈએ, વોટ્સએપ મોબાઇલમાં જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કમ્પ્યુટરમાં તમે વોટ્સએપ વેબમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકશો.

આશા છે કે હવે તમને મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં ચલાવતા આવડી ગયું હશે, હવે તમારો કોઈ સવાલ હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવો. તમને આ રીત મુશ્કેલ લાગી કે સરળ લાગી એ પણ જરૂર જણાવજો.