તમે કમ્પ્યુટરનો ઉપયોગ જરૂર કરતાં હશો તો ઘણી વખત તેનું માઉસ ખરાબ થઈ જતું હોય છે અને તે કામ નથી કરતું હોય અને લેપટોપમાં પણ આવી જ સમસ્યા ઘણી વખત તમને જોવા મળે છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઇલને જ માઉસ કેવી રીતે બનાવી શકશો એટલે કે આજે આપણે એક એવી રીત જાણવાના છીએ જેનાથી આપણે મોબાઇલને જ માઉસ તરીકે ઉપયોગ કરી શકીશું.
મોબાઇલને જ આપણે માઉસ તરીકે કમ્પ્યુટર કે લેપટોપમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ તેના વિશે વાત કરીશું. જો તમારી પાસે વિન્ડોઝ OS છે તો આ રીત તમને ખૂબ કામ લાગશે.
મોબાઇલને માઉસ તરીકે કમ્પ્યુટરમાં ઉપયોગ કરવાની સરળ રીત
મોબાઇલને માઉસ તરીકે વાપરવા માટે આપણે આજે PC Remote સોફ્ટવેરનો ઉપયોગ કરવાના છીએ જેની Download Size ખૂબ ઓછી છે અને તે તમારા કમ્પ્યુટર અને મોબાઇલમાં સરળતાથી ડાઉનલોડ થઈ જશે.
PC Remote સોફ્ટવેરને કમ્પ્યુટર અને મોબાઇલમાં ડાઉનલોડ+ઇન્સ્ટોલ કરવાની રીત
કમ્પ્યુટરમાં PC Remote ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની રીત
- કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ખોલો અને તેના એડ્રેસ બારમાં monect.com લખીને વેબસાઇટ ખોલો.
- હવે monect.com વેબસાઇટ પર નીચે સ્ક્રોલ કરીને જાવો અને Step 1માં તમને ડાઉનલોડ લિન્ક મળી જશે તો તમે કોઈ પણ Download Link દ્વારા PC Remote ડાઉનલોડ કરી લો.
- આ Setup ફાઇલ પર ડબલ ક્લિક કરો અને તમારી પરમિશન લેવા માટે Yes કે No બટન આવશે તો તેમાં Yes દબાવવું.
- હવે ભાષા English રહેવા દેવાની છે અને Ok દબાવીને આગળ વધવાનું છે.
- હવે Next બટન દબાવવાનું છે.
- હવે એક એગ્રીમેંટ આવશે તો તેને તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો અથવા તમે I Agree દબાવો.
- હવે તમારે આ સોફ્ટવેર કયા ફોલ્ડર કે ડ્રાઇવમાં ઇન્સ્ટોલ કરવું છે તે પસંદ કરીને Install દબાવો અથવા તમે ડાઇરેક્ટ પણ Install દબાવી શકો છો.
- હવે થોડા સમયમાં તમારું આ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જશે.
- હવે ડાઇરેક્ટ Finish પર ક્લિક કરશો તો તમારું સોફ્ટવેર ખુલવા માંડશે.
- તમારી સામે ઉપર ફોટામાં બતાવ્યા પ્રમાણે ઓપ્શન આવે તો Don’t Install કરવું કારણ કે આના વગર જ તમારું કામ થઈ જશે.
- હવે તમારું સોફ્ટવેર ખૂલી જાય પછી તમારે મોબાઇલમાં આવી જવાનું છે
મોબાઇલમાં PC Remote ડાઉનલોડ+ઇન્સ્ટોલ કરવાની રીત
તમે Google Play Store પર જાવો અને “pc remote” સર્ચ કરો અને હવે તમારે પ્રથમ એપ જે તમને ઉપર દેખાય છે એ ડાઉનલોડ કરી લેવાની છે.
PC Remote તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ કઈ રીતે થશે?
તમે 3 મુખ્ય રીત દ્વારા મોબાઇલ અને કમ્પ્યુટરને PC Remote દ્વારા કનેક્ટ કરી શકશો.
- Wifi-Hotspot
- USB Tethering
- Bluetooth
- પહેલી રીતમાં તમારે મોબાઇલમાં Hotspot અને કમ્પ્યુટરમાં Wifi ચાલુ કરીને કનેક્ટ કરવાનું હોય છે અને મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પણ ચાલુ હોવો જોઈએ.
- બીજી રીતમાં તમારે મોબાઇલ અને કમ્પ્યુટરને USB કેબલ દ્વારા જોડવાનું રહેશે અને મોબાઇલમાં સાથે USB Tethering ચાલુ કરવું પડશે અને સાથે ઇન્ટરનેટ ડેટા.
- ત્રીજી રીતમાં તમે બંને ડિવાઇસમાં બ્લુટૂથ ચાલુ કરીને કનેક્ટ કરી શકો છો.
મોબાઇલને માઉસ બનાવીને કમ્પ્યુટરમાં વાપરવાની રીત
- સૌપ્રથમ મોબાઇલમાં Hotspot ચાલુ કરીને કમ્પ્યુટરમાં Wifi દ્વારા તેને કનેક્ટ કરો અને ઇન્ટરનેટ ડેટા મોબાઇલમાં ચાલુ રાખો. (રીત)
- હવે મોબાઇલમાં PC Remote એપ ચાલુ કરો અને નીચે Connect પર ક્લિક કરો અને તેની સાથે કમ્પ્યુટરમાં પણ PC Remote Receiver ચાલુ રાખજો.
- હવે ઓટોમેટિક સ્કેન કરીને તમને નીચે તમારા કમ્પ્યુટરનું નામ બતાવવામાં આવશે તો તેના પર ક્લિક કરવું અને તેની જાતે થોડા સેકન્ડમાં તમારું મોબાઇલ તમારા કમ્પ્યુટર સાથે માઉસ તરીકે Connect થઈ જશે.
- હવે તમને મોબાઇલમાં જ Touch pad અને માઉસ જેવો ઓપ્શન મળશે જેમાં તમને નીચે રાઇટ ક્લિક અને લેફ્ટ ક્લિક કરવાનું બટન પણ મળશે અને સ્ક્રોલિંગ કરવા માટે તમને જમણી બાજુ એક લાઇન દેખાશે.
- વચ્ચે તમે આંગળી ફેરવો એટલે તમારું કર્સર કમ્પ્યુટરમાં હલવા માંડશે.
મિત્રો તમે આવી રીતે તમારા મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે ઉપયોગ કરી શકો છો અને તમારું માઉસ ખરાબ થાય તો પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ રીત દ્વારા તમે મોબાઇલને માઉસ બનાવી શકશો.
આવી રીતે તમે લેપટોપમાં મોબાઇલને માઉસ બનાવીને લેપટોપ દૂર મૂકીને તમે આરામથી સોફા પર બેઠા-બેઠા લેપટોપ કંટ્રોલ કરી શકો છો.
આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, આ પોસ્ટને સેવ કરીને જરૂર રાખજો જેથી ભવિષ્યમાં તમારું માઉસ કામ ન કરે તો તમને આ રીત ખૂબ કામ લાગશે.
- અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
➤ લેપટોપની બેટરી કેવી રીતે કાઢવી અને લગાવવી? (ફોટા સાથે)
➤ ટોપ 10 સર્ચ એન્જીન લિસ્ટ અને તેની બેઝિક જાણકારી