આપણો મોબાઇલ ફોન હાલના સમયમાં ખૂબ જ સ્માર્ટ છે અને તેની મદદથી આપણે પોતાના ઇચ્છિત કામો કરી શકીએ છીએ,
જેમ કે કોઈ મોબાઇલ એપ ડાઉનલોડ કરવી અથવા મોબાઇલ ગેમ ડાઉનલોડ કરીને પોતાનું મનોરંજન કરવું વગેરે.
જો તમારી પાસે એક Android સ્માર્ટ ફોન છે તો તમને આજની માહિતી ખૂબ ઉપયોગી થશે કારણ કે આજે આપણે જાણીશું કે કેવી રીતે આપણે પોતાના એન્ડ્રોઇડ ફોનમાં એપ કે ગેમ ડાઉનલોડ કરી શકીએ છીએ.
એન્ડ્રોઇડ ફોનમાં ગેમ ડાઉનલોડ કરવાની રીત
સૌથી પહેલા ધ્યાન રાખો કે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી છે, જો ગૂગલ એકાઉન્ટ નહીં હોય તો તમે સુરક્ષિત રીતે મોબાઇલમાં ગેમ ડાઉનલોડ નહીં કરી શકો.
- સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં Play Store ખોલો.
- હવે નીચે આપેલા Games સેક્શનમાં જાવો.
- હવે કોઈ પણ ગેમ પસંદ કરો અને ક્લિક કરો.
- હવે ગેમને ડાઉનલોડ કરવા Install બટન દબાવો.
- હવે નીચેથી Accept બટન દબાવો.
- ગેમ ડાઉનલોડ થયા બાદ Play બટન પર ક્લિક કરશો એટલે ગેમ ચાલુ થઈ જશે.
એન્ડ્રોઇડ ફોનમાં એપ ડાઉનલોડ કરવાની રીત
જેવી રીતે તમે એન્ડ્રોઇડ ફોનમાં ગેમ ડાઉનલોડ કરવા માટે Play Store ખોલ્યું તેવી જ રીતે તમે ફરી Play Store ખોલો અને હવે Apps સેક્શનમાં જાવો.
હવે તમારી કોઈ પણ મનપસંદ એપ પર ક્લિક કરો અને તેને Install કરો, પછી તે એપ Open કરો.
આવી રીતે તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાં ગેમ કે એપ ડાઉનલોડ કરી શકો છો.
શું પ્લેસ્ટોર પર એપ કે ગેમ મફત મળે છે?
ગૂગલ પ્લેસ્ટોર પર તમને ખૂબ મોટી સંખ્યામાં ફ્રી મોબાઇલ એપ્સ અને ગેમ્સ જોવા મળે છે અને ઘણી ગેમ્સ અને એપ્સ માટે આપણે પૈસા પણ ચૂકવવા પડે છે. કઈ એપ અને ગેમ ડાઉનલોડ કરવી એ યુઝરની ઈચ્છા પર આધારિત હોય છે.
પ્લેસ્ટોરનો ઉપયોગ કરવા માટે ગૂગલ એકાઉન્ટ જરૂરી જ છે?
જો તમારે પ્લેસ્ટોરનો ઉપયોગ કરવો હોય તો તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી જ છે, ઘણી ગૂગલની સર્વિસનો ઉપયોગ કરવા માટે ગૂગલ એકાઉન્ટ જરૂરી નથી હોતું પણ પ્લેસ્ટોર માટે જરૂરી છે.
કેમ એન્ડ્રોઇડ માટે એપ કે ગેમ ડાઉનલોડ કરવા પ્લેસ્ટોરનો ઉપયોગ કરવો જોઈએ?
પ્લેસ્ટોર ગૂગલનું જ એપ સ્ટોર છે અને એન્ડ્રોઇડ પણ ગૂગલનું પ્રોડક્ટ છે તેને કારણે તમને પ્લેસ્ટોર પર સુરક્ષિત ગેમ્સ અને એપ્સ જોવા મળે છે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો :
- ડિજિલોકરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે સ્ટોર કરવું?
- ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે કોઈને પણ હંમેશા માટે બ્લોક કરવું?
- ગૂગલમાં ગુજરાતી ભાષામાં બોલીને કોઈ પણ વસ્તુ સર્ચ કેવી રીતે કરવી?
- વોટ્સએપમાં ફોટાની ક્વોલિટી ન ઘટે તેવી રીતે ફોટો કેવી રીતે મોકલવો?
- વોટ્સએપ પર તમારો પ્રોફાઇલ ફોટો કોઈ પણ ના જોઈ શકે એવું કેવી રીતે કરવું?