મોબાઇલમાં કોઈ પણ ફોટાને કંપ્રેસ કેવી રીતે કરવું?

મિત્રો અત્યારે આપણાં સ્માર્ટફોનમાં કેમેરાની ક્વોલિટી ખૂબ સારી જોવા મળે છે અને આ કારણે ફોટાની સાઇઝ પણ વધી છે, અત્યારે ઘણા સ્માર્ટફોનમાં જો ફોટાને કેપ્ચર કરવા જઈએ તો તે ફોટો લગભગ આશરે 5 MB જેટલા સાઇઝનો થાય છે.

તમારે ઘણી જગ્યાએ પોતાના ફોટાને અપલોડ કરવાના હોય છે અને તેમાં અમુક લિમિટ હોય છે કે ફોટો 1 MB, 500 KB કે 50 KB થી ઓછી સાઇઝનો હોવો જોઈએ.

ફોટાની સાઇઝને ઘટાડવા માટે તમારે તે ફોટાને કંપ્રેસ કરવો પડે છે અને આજે હું તમને એવી રીત બતાવીશ જેના દ્વારા તમે મોબાઇલમાં જ સરળ રીતે કોઈ પણ ફોટાને કંપ્રેસ કરી શકો છો.

મોબાઇલમાં ફોટાની સાઇઝ ઘટાડવાની રીત

મોબાઇલમાં ફોટાને કંપ્રેસ કરવાની સરળ રીત

સૌપ્રથમ જણાવી દઉં કે આ પોસ્ટ Android સ્માર્ટફોનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

ઇમેજ કમ્પ્રેસર લાઇટ એપ

  • સૌપ્રથમ ફોનમાં Play Store પરથી Image Compressor Lite નામની એપ ડાઉનલોડ કરો.
મોબાઇલ ગેલેરીનું શેયર બટન

  • તમારે જે ફોટો કંપ્રેસ કરવો છે તેને પોતાના ફોનમાં ખોલો, આ ફોટો તમારી ગેલેરીમાં હશે. 
  • હવે તે ફોટો ખોલ્યા બાદ શેયર બટન પર ક્લિક કરો.
Image Compressor પર ક્લિક કરો

  • હવે Image Compressor પર ક્લિક કરો.

ફોટાને કંપ્રેસ કરો

  • તમારે જેટલી સાઇઝમાં ફોટાને કંપ્રેસ કરવો છે તે લખો અને Convert Now પર ક્લિક કરો.

ઉદાહરણ તરીકે જો તમારે ફોટાને 50 KB સુધી કંપ્રેસ કરવો છે તો તમે 50 લખો અને બાજુમાં KB સિલેક્ટ કરો.

આવી રીતે તમે મોબાઇલમાં સરળતાથી કોઈ પણ ફોટાને કંપ્રેસ કરીને તેની સાઇઝ ઘટાડી શકો છો.

ધ્યાન રાખો કે તમે ફોટાની સાઇઝ જેટલી વધારે ઘટાડશો તેટલી જ તે ફોટાની ક્વોલિટીમાં પણ ઘટાડો જોવા મળશે.

આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થઈ હશે, તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો જેથી તેમને પણ આ જાણવા મળે.

આ નીચેની પોસ્ટ પણ જોવો: